હું શું કરુ ??
હું શું કરુ ??
અત્યારે તમે દરેક જવાનીયા,નાના,મોટા દરેકના મોઢે આ શબ્દ તો સાંભળ્યો જ હશે કે "હું શું કરુ ??"(આનો અર્થ અહીંયા એવો થાય કે હું શું કરુ ?? ભવિષ્ય માટે કઈ સળ ની સૂઝ પડતી નથી). આ શબ્દ મને બઉ જ ભયાનક અને ડરામણો લાગે ,કારણ કે જયારે કોઈ માણસ ને મગજમાં કાઈ પ્રશ્ન થાય તો એ માણસ આખા ગામ ને એ પ્રશ્ન કહે અને એના નિવારણ માટે મથ્યા કરે,પરંતુ એ સવાલનો સંતૃષ્ટ જવાબ તો કોઈની પાસેથી મળે જ નહિ.અને અમુક તો એવા એવા માણસો હોય કે એ સવાલનો જવાબ ખબર ના હોય, તોયે પાછો તો પડે જ નહિ,જે મગજ માં હોય એ દે ઠોકે ઠોક (ઓકવા) બોલવા જ મંડે,..કારણ કે અત્યારે કોઈને પોતાનું અજ્ઞાન બતાવવું ગમતું જ નથી તમને મને અને સૌને..
અને એટલે જ હું કઉ છું કે જયારે તમને "હું શું કરુ ??" એવો વિચાર આવે ત્યારે તમે તમારા દિલને પૂછો ,કારણ કે એ સવાલ ત્યાંથી જ પેદા થયો છે, તો એનો સાચો જવાબ તમારા અંદરથી જ મળશે. અને એ સવાલ નો જવાબ બહારની દુનિયા ને પૂછવા ગયા તો તમારી પત્તર ઠોકાઈ ગઈ સમજો અને ભગવાને દરેક લોક સાથે એની ચાવી(કી) બનાવી જ છે,પણ એ આપણને શોધતા આવડવી જોઈએ.
હું તમને સલાહ લેવાની ના નથી પડતો પણ સલાહ કોઈ યોગ્ય માણસ પાસેથી લેવી કારણ કે, અર્જુને સલાહ કૃષ્ણ પાસેથી લીધી હતી, અને દુર્યોધને ધુતરાષ્ટ પાસેથી પરિણામ તમારી પાસે છેજ
તમને ક્યારેય દુનિયા મજા ના ના આપી શકે ,જ્યાં સુધી તમે તમારી અંદર આત્મવિશ્વાસ જગાડો નહિ ત્યાં સુઘી કારણ કે ,દુનિયાને કશી ખબર જ હોતી નથી કે તમારે શું જોઈએ છે??,શું કરવું છે?,શું અનુભવવું છે?? ...... માટે આ સવાલ નો સાચો જવાબ ફક્ત ને ફક્ત તમારું દિલ જ જ જ જ આપી શકે , આપી શકે નહિ આપે જ
જે દિલને ગમે તે જ કરો ,ક્યારેય જિંદગીમાં ડર નહિ લાગે
-હાર્દિક કુંભાણીના પ્રણામ
Comments
Post a Comment