Posts

Showing posts from May, 2018

એક ઇતવાર પાગલપન કે નામ

તારીખ:૨૭/૦૫/૨૦૧૮ સમય :૨૮/૫/ ૫:૨૨ પી એમ એક ઇતવાર પાગલપન કે નામ  ગઈ કાલે ગુજરાતી કીબોર્ડની ક્ષતિને કારણે સમયસર મારી ડીજીટલ ડાયરી ને ભેટી શકાયું નહિ.હા તો આવતી કાલે ૨૮ તારીખે ધોરણ દસમાં નું પરિણામ આવવાનું હતું. તો ઘર માં તો બધા જય ને જ ટાર્ગેટ બનાવીને બેઠા હતા. જેમ પારધી હરણ ને તાકી ને બેઠું હોય એમ જ. આપણે અહિયાં આ પરિસ્થિતિ બદલાવવાની ખુબ જ જરૂર છે. હું એમ નથી કહેતો કે ભણવું ના જોઈએ. પણ કદાચ મહેનત કરવા છતાં પણ ઓછા માર્ક્સ આવે તો કોઈક ના બેસણામાં બેઠા હોય એવો વેહ ધારણ કરી ને ઘરવાળા બેસતા હોય છે. અને હા જે પરીક્ષા પછી આવે માર્કશીટ છે એ તમારું પરિણામ નથી, એ ફક્ત ને ફક્ત તમારો રીપોર્ટ જ છે. એન્ડ “રીપોર્ટ ઇસ અ ટેમ્પરરી  થિંગ્સ, ઇફ સમ પોઈન્ટ આર એબસન્ટ ઈન પ્રેસેન્ટ રીપોર્ટ  ધેન નેક્સ્ટ ટાઈમ આઈ વિલ સોલ્વ ઈટ. આ જ હોય છે પરીક્ષા. પણ અફસોસ કે સમજાવે કોણ??? બસ દરેક માતા પિતાને એમના સંતાનો પાસેથી  એક જ આશા હોય છે કે મારો બાબો પરીક્ષામાં સારા ટકા મેળવે બસ. આજે મારે પણ આરની એક્ઝામની પ્રીપ્રેરસન કરવાનો અંતિમ દિવસ હતો. પણ આખો દિવસ તો કઈ થયું નહિ. સવારે ઉઠી ને જ એસી માં બેઠો બેઠો ગીતો સંભાળ

એક ઈતવાર કાંકરિયા કે નામ(મેરે લિયે વાંચન)

તારીખ : ૨૦-૫-૧૮ સમય:૨૧/૫ એ ૪:૨૭ પી એમ એક ઈતવાર કાંકરિયા કે નામ(મેરે લિયે વાંચન) રવિવારની ડીજીટલ ડાયરી લખવાનો સમય જ સોમવારનો થઇ ગયો હોય એવું મને અંદરખાને લાગી રહ્યું છે. આજે તો મારે રવિવારની રજા નહિ પણ વાચવાનીણી રજા છે. કેમ કે અત્યારે મારે જીટીયુની એક્ઝામ ચાલે છે.અને મંગળવારે કોમ્પ્યુટર નેટવર્કનું પેપર છે. એક સ્ટેટ નું પપેર તો જતું રહ્યું. અને એમાં તો પાક્કી ગળા સુધી આશા છે કે એટીકેટી આવવાની જ છે. જીવન માં બને એટલા આશાવાદી માણસ બનવું. હા તો આજે તો મેં એક યુ ટ્યુબ ચેનલ ને પકડી લીધી હતી. એમાં વિડીઓ જોતો હતો. અને આમ પણ મને ભણવાની બૂક વાચવાની કંટાળો આવે. નોવેલ ,વાર્તા,ફીલોસોફી,સાયકોલોજી તો જેટલી કહે એટલી વાંચીએ એમાં તો મજા જા આવ્યા કરે. અને આમ પણ વાચવાની બપોરે જમ્યા પછી જ મજા આવે. તો બપોર સુધી તો આમ થી તેમ હડકા માર્યા. બપોર વચ્ચે બેડરૂમ માં વાચવા બેઠો. બધા એસી માં સુઈ ગયા હતા. પછી બધા ઉઠ્યા અને મમ્મી એ ચા બનવ્યો. બધા એ ચાની ચૂસકી ચડાવી. મેં નહિ હો. મેં એક બિસ્કીટ ખાધું(અને એ પણ ક્રીમ વાળું). ચા પિતા પિતા મારા પીતા બોલ્યા કે કાંકરિયા જવું છે.  વૈશાલી,જલ્પા,અને મમ્મી ત્યાં બેઠા

એક ઇતવાર પિતાજી કે જન્મદિન કે નામ

તારીખ :૧૩-૫-૧૯૭૫ સમય :૧૪-૫ એ ૧૧:૪૭ પી એમ એક ઇતવાર પિતાજી કે જન્મદિન કે નામ આજે તો પિતાજીનો જન્મદિન હતો. અને પપ્પા પણ આટકોટ થી આજે સવારે જ બસ માં આવવાના હતા. અને યાર ડાયરી તને તો ગયા રવિવારે પણ નહોતો મળ્યો. મહેમાન બવું જ છે ઘર માં અને એકલતા મળતી નથી.આજે મળી છે તો અહિયાં આવી ગયો છું. મારા વેળાવદર વાળા ફોઈ, ખીજડીયા થી વૈશાલી અને જલ્પા અહિયાં રોકવા આવેલી છે. આજે સવારે ઉઠી ને ચોપડા લઇ ને વાચવા બેઠો. થોડીક વાર વાચ્યું પછી થોડીક વાર ફોન ઘુમેડ્યો.ત્યાં બપોર થઈ ગયા. અને કાલે કુલદીપ મેવાડા ને કોલ કરેલો કે આપણે કાલે મલીશું એટલે કે આજે રવિવારે મળીશું. પણ પછી મેં જમી ને  એને મેસેજ કર્યો કે હું આજે આવી શકીશ નહિ કારણ કે મારે ઘરે થોડુક કામ છે. અને એકઝામ પણ હતી. પણ પછી થયું એવું કે આકાશ એ મને કુલદીપ મેવાડા નો પિક એના ઘરે બેઠો હોય એવો મોકલ્યો. પછી હું પણ એના ઘરે જવા રેડી થઈ ગયો. તડકો હતો તો પણ હું બાઈક લઇ ને પગમાં બૂટ પહેરીને આકાશના ઘરે જવા નીકળ્યો. પછી મન માં હતું કે ભલે ને તડકો હોય પણ જુના મિત્રો મળવાનું જ છે ને. મિત્રો ક્યારેય જુના નવા હોતા જ નથી. મિત્રો તો  મિત્રો હોય છે. જે પળો આપણે ભ