Posts

Showing posts from June, 2018

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

તારીખ : ૨૪-૬-૧૮ સમય : ૧૦ : ૫૮ પી એમ એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ ફાયનલી અમદાવાદ માં મેઘરાજા એ મોઢું બતાવી જાણ્યું. આજે એક ડાઉટ ક્લીયર થયો કે અમદાવાદ માં પણ પુણ્ય કરતા જીવો રહેતા તો હશે. દર રવિવારે મારું કીબોર્ડ ફરિયાદ કરતુ હોય છે  કે તારા આ દસેય આંગળા દર રવિવારે મારે રાજા હોય ત્યારે મારા પર કેવો ક્રૂર અત્યાચાર આદરી દે છે. કદાચ આવતીકાલે દિવ્ય ભાસ્કર માં હેડ લાઈનમાં પ્રિન્ટ થાય એવા આ ન્યુઝ છે. હા હા હા   આજે તો વહેલી પરોઢે સારો એવો વરસાદ આવ્યો હતો.પહેલા વરસાદ પછી વારંવાર ભીની માટીની સુગંધ લેવી , ભીના રોડ જોવા , કોયલના ટહુકા સંભળવા ,અને  ગરમા ગરમ ભજીયા કે ઈડલી નાસ્તામાં મળી જાય એટલે તો બાકી જન્નત હો સાહેબ. આજે સવારે અગિયારક વાગે ઉઠીને આશ્રમમાં ભીની જમીન જોઈ ને નાહવા ગયો. નાહી ને સવારે છાપું વાચતા વાચતા કોલ્ડ કોફી પીધી. અને આજે રવિવારની રસ રંગ પુરતી માં ગુણવંત શાહ ની વિચારોના વૃંદાવનમાં આ કોલમ બવું જ ઉમદા હોય છે. ખરેખર વાચતા વેળા એ એમ જ લાગે કે આપણે વૃંદાવનમાં જ ટહેલતા હોય. ત્યાર બાદ મોહિત તો કોલ આવ્યો તો હું જય અને મોહિત અમે ત્રણેય ઈડલી વડા ખાવા માટે ગયા. મોસમ સારો હ

એક ઇતવાર દો લોગ ઔર ચિતલ સ્નેહમિલન કે નામ

તારીખ: ૧૭ જુન ૨૦૧૮ સમય ૧૮ જુન ના ૧૨ : ૨૮ એમ એક ઇતવાર દો લોગ ઔર ચિતલ સ્નેહમિલન કે નામ     હા તો અત્યારે હું એક બેડરૂમ માં બેઠો છું અને આ કંડારી રહ્યો છું. આજે સવારે ઉઠી સ્નાન કરી ને એક કપ કોલ્ડ કોફી પીધી.અને આજે તો ગામ નું સ્નેહમિલન હોવાથી મમ્મી એ સવાર થી જ નવા વાઘા પહેરવાનું કહ્યું હતું. પછી એ વાઘા નો સંગર કર્યો. મારા દર્શન તો તરત જ ચાલુ થઇ ગયા .   પછી ચા મોરસ વાળા ખાના માં જોયું તો કોફી થોડીક જ વધી હતી. મેં કીધું પછી લઇ આવીશ. પણ બન્યું એવું કે સવારે જ મોહિત નો કોલ આવ્યો જે આપણે ડી માર્ટ માં જવું છે. ફ્રી હોય તો આવ નીચે. મેં કીધું ચાલો કામ થઇ ગયું. જોડે જોડે મારી કોફી પણ આવી જશે. અને મમ્મી ને કહ્યું કઈ લાવવું હોય કે કહે “એમણે કહ્યું એક પેકેટ મીઠું અને જય માટે બે પેકેટ મેગી અને તમારે જે નાસ્તો ખાવો હોય એ લેતા આવજો. પછી હું વોલેટ ખીચા માં મૂકીને થેલી લીધા વગર જ નીચે ગયો.ત્યાર બાદ ધીમે ધીમે ખોદકામ કરેલા રોડ પર થી અમે ડી માર્ટ એ પહોચ્યા. ત્યાં જઈને તો પહેલા મોહિતે લાવેલી થેલી પેક કરાવી. ત્યાર બાદ અંદર પ્રવેશ મેળવ્યો. અંદર માનવ મહેરામણ એટલું ઉમટ્યું હતું ને કે એક ટ્રોલી પણ ખાલ

એક ઇતવાર રહકાબોળ ગાદલા કે નામ

તારીખ : ૧૦ / ૬ / ૨૦૧૮ સમય :૧૧ :૧૧ પી એમ એક ઇતવાર રહકાબોળ ગાદલા કે નામ  હમણાં જ એક સમાચાર મળ્યા કે અમારા વિશ્વ રેસીડેન્સીમાં રહેતા ભરતભાઈ પામ્ભર સ્વર્ગ લોક પામ્યા છે. ભોજલરામ આશ્રમ માં નિસ્વાર્થ ભાવે બવું જ સેવા આપતા હતા. હજી ઘરે આવ્યા નથી પણ હવે તૈયારી છે. કઈક કાલે રાતે આચકી ઉપડી ગઈ હતી. ઉમર પણ હજી નાની હતી. જય શ્રી ક્રિશ્ના હા તો આજે તો મારા મમ્મીનો જન્મદિન પણ હતો.આજે રાત્રે હું સુતો હતો ત્યારે મારું ગોદડું થોડુક પલળી ગયું હતું.પણ મેં વિચાર્યું કે કદાચ પરસેવાનું પલળી ગયું હશે. પણ રાત્રે એસી તો ચાલુ હતું તોય પરસેવો શેનો !!! પણ પછી મારો હાથ ગાદ્લા ની બાજુ પડ્યો તો પાણી નું પાટોડુ ભરાયું હતું. એસી માંથી પાણી ટપકી ટપકી ને ઘર માં દરિયો થયો હતો. મારું ગાદલું અને ગોદડું બંને તરબોતલ થઇ ગયું હતું. પછી મેં મમ્મી અને પપ્પા ને જગાડ્યા. અને એમણે એ બહાર મૂકી એસી બંધ કર્યું, અને મને મન માં પથારી માં સુતા સુતા થયું કે હેપ્પી બર્થ ડે મમ્મી. આ એક પ્રકાર ના સેલિબ્રેસનની શરુઆત.પછી અમે બધાય થોડુક એક્ઝેસ્ત કરી ને બારી ખોલી ને સુઈ ગયા. સવારે જાગ્યો ત્યારે મમ્મી એ કહ્યું કે ગાદલું પલળી ગયું ત

એક ઇતવાર મનોરમા પાર્ક (જૈમીન નું નિવાસ સ્થાન) કે નામ

તારીખ:૦૩/૦૬ /૨૦૧૮ સમય:૧૧ : ૧૫ પી એમ એક ઇતવાર મનોરમા પાર્ક (જૈમીન નું નિવાસ સ્થાન)  કે નામ  આજે તો સમયસર અહિયાં આવી પહોચ્યો છું. આજે સવારે નવ વાગે ઉઠ્યો. કેમ કે કાલે રાતે મોડા ૪ વાગે સુતો હતો. અને આવતી કાલે સવારે ૧૦ વાગે અમારે સ્ટેટની પ્રેક્ટીકલ એક્ઝામ હતી. તો આજે હું અને આકાશ બંને જૈમીનના નિવાસસ્થાન પર જવાના હતા. અને થોડીક તૈયારી કરવાના હતા. સવારે ઉઠીને તરત જ આકાશ ને કોલ કર્યો તો કોલ આકાશ ના પિતાજી એ રિસીવ કર્યો પછી મેં પૂછ્યું “ક્યાં છો?”,  તો એના પિતાજી એ કહ્યું “આકાશ સ્નાન કરવા ગયો છે.” એટલી વાત કરી ને સંવાદ પૂરો થયો અને હું પણ સ્નાન કરવા માટે ગયો. પછી એક કેરી ખાઈ ને જૈમીનને એક મેસેજ અને કોલ પણ કર્યો કે અમે આવીએ છીએ. ત્યાર બાદ પોણા અગિયાર વાગે આકાશ એના ઘરે થી મારા ઘરે આવ્યો ત્યારે  અમે ઘરે થી નીકળ્યા. પછી ત્યાં જઈ ને ખુરશી પર બેઠા. મસ્ત મસ્ત ટાઢું ટાઢું કુલર ચાલતું હતું. ૧૨ વાગ્યા સુધી તો એમનમ જ બેઠા. પછી બપોરે પૂરી,શાક,કેરી નો રસ, પાપડ,દાળ ભાત જમી ને થોડીક વાર આળસ કરી ને અમે લેપટોપ ચાલુ કર્યું. પછી સ્ટેટ ના પ્રોગ્રામ કરવા બેઠા. પણ થયું એવું કે ત્રણેય માંથી એકેય ને પ્ર