Posts

Showing posts from July, 2017

વ્યસ્ત છે!!!

                                                               વ્યસ્ત છે! !!                 વ્યસ્ત છે! !! આવો શબ્દ સાંભળવો કદાચ કોઈને પણ ગમતો નહિ હોય , પણ શુ કરવું ??? મજબૂરી કે ક્યારેક ક્યારેક સાંભળવો પડે છે. આમ વ્યવહારું દ્રષ્ટિએ  જોવા જઈએતો જયારે કોઈ કંપનીના કોલ સેન્ટરમાં મદદ માટે ફોન કરીયે ત્યારે પહેલા બે-ચાર આંકડાઓ દબાવ્યા પછી કોઈક ફોલ્ડરિયા જોડે વાત થાય. અને  એમાય તરત વાત તો ત્યારેજ થાય જયારે તમે સારા કર્મ કર્યા હોય  અથવા નસીબ જોર કરતુ હોય તો જ...... નહિ તો પછી સરસ મજાની કોલરટ્યુન વાગે  "અમારા બધા જ એકઝીક્યુટર હમણાં બીજા કસ્ટમરની સેવામાં(અણી કાઢવામાં) વ્યસ્ત છે." તમે એક વસ્તુ માર્ક(નિહાળજો) કરજો કે જયારે  તમે વધારે મુશ્કેલીઓમાં હોય ત્યારે જ " "અમારા બધા જ એકઝીક્યુટર હમણાં બીજા કસ્ટમરની સેવામાં(અણી કાઢવામાં) વ્યસ્ત છે." વાળી કૉલરટયુન વાગે. આવી  કૉલરટયુન વાગે એટલે એક જ વિચાર આવે કે કે " કસ્ટમર એટલે કસ્ટ કરી કરીને મરી જાય એનું નામ જ કસ્ટમર" અમારે ગુજરાતમાં કસ્ટમર કેર એટલે પિકનિક પ્લેસ કારણ કે જયારે લોકો સાવ નવરા હોય ત્યારે ત્યાં ફોન કરીને એ એ