Posts

Showing posts from December, 2017

હળવાશ

તારીખ : ૨૮-૧૨-૨૦૧૭ સમય : ૧૧ : ૦૩ પીએમ  - આજના દિવસે સવારે વહેલા ઉઠવા માટે કાલે સાંજે ૧૨:૩૦ એ ૬:૩૦ નું એલારામ મુક્યું હતું.અને મારા ભાઈ જય ને કીધું પણ  હતું કે જયારે તું સવારે ઉઠી ને નાઈ ધોઈ ને તૈયાર થઇ જાય ને ત્યારે મને ઉઠાડજે પણ આજે બન્યું એવું કે એણે સવારે ૬:૧૦ એ મને સહેજ  ઠોહો મારીને  ઉઠાડયો તો ખરા પણ મને ઊઠવાનું મન ના થયું એટલે મેં ગમે તેમ કરીને ટેબલ પર થી મોબાઈલ લઇ ને એલાર્મ ઓફ કરી દીધું અને હતો ત્યાને ત્યાં મૂકી દીધો એનું કારણ એ કે પાછુ વાગી ને મને હેરાન ના કરે. પછી પાછો બ્લેન્કેટ ઓઢી ને મસ્તનો સુઈ ગયો અને પછી ૮:૦૦ વાગે જયારે મારા પપ્પા કામ પર જવા નીકળ્યા ત્યારે મને ઉઠાડતા ગયા. અને ૮:૦૦ વાગે ફાયનલી હું ઉઠી જ ગયો. પછી સૌથી પેલા શું કર્યું હશે એ તો તમને કદાચ ખબર હશે ને જેમ કે ............બધાના અલગ અલગ અભિપ્રાય હોય શકે કોઈ કહશે કે  મિરર માં સવાર નો પહેલો ચહેરો જોયો હશે , કોઈક વળી  કહશે  મોબાઈલ ચાર્જીંગ કરવા મુક્યો હશે. એમ મેં પણ મોબાઈલ ને એના આત્મા જોડે મિલન કરાવી દીધું. પછી હું ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગયો. પછી તૈયાર થઇ ને ચા ખાખરા ખાઈ ને એસક્યુએલનો પ્રજ્ઞામેમેં બનાવડાવેલો ચ