Posts

Showing posts from April, 2018

એક ઇતવાર થોર કે સાથ સાથ બ્લેકવુડ કાફે કે નામ

તારીખ : ૨૯-૪-૧૮ સમય :૩૦-૪ ના સવાર ના ૯ : ૪૦ કલાકે એક ઇતવાર થોર કે સાથ સાથ બ્લેકવુડ કાફે કે નામ હેય માય ડીયર ડીજીટલ ડાયરી, હાવ આર યુ ? મેં બી મજા માં જ હોયીસ. હું પણ મજામાં હો ગાંડી. ડાયરી બોલી, “તને કોઈએ પૂછ્યું દોઢ ડાયો થાતો, સાનમુનો બેસ ને” મેં કહ્યું “અરે ગાંડી હું તારા સાથે ના બોલું તો કોના સાથે વાત કરું, એક તું તો છે જ્યાં બોલવા કે લખવા માટે કઈજ કરતા કઈજ વિચારવું પડતું નથી. અને કદાચ કઈ ભૂલ થઇ પણ જાય તો પણ તું મને પ્રેમ થી એમ કહેતી હોય છે કે બેકસ્પેસ થી ભૂસી કાઢ, હવે તું જ કે મેં કઈ ખોટું કીધું” ડાયરી બોલી, “અરે હું તો મજાક કરું પગલે, તું તો સીરીયસ હો ગયા, કિસી કો ઇતના ભી મત રુલાઓ કી ઉસકે શરીર મેં સે પાની હી ખતમ હો જાયે” હું બોલ્યો, “બસ ચાલો બવુજ  થયું નાટક બાજી લેટ્સ ઓન ટ્રેક” હા તો , આજે તો સવારે ખબર નહિ જયારે આંખ ખુલી ત્યારે બંને બાજુ પપ્પા અને મારો ભાઈ જય સુતો હતો. મને એ જોઈ ને ખુશી થઇ, કારણ કે રોજ તો જયારે આંખો ખુલે ત્યારે પથારી પણ સકેલય ગઈ હોય. હું એકલો જ વધ્યો હોય. બેરોજગાર બી સી એ વાળો, પેલું ફિલ્મ છે ને કોઈક રીક્ષા વાળો, એમ અમે બેરોજગાર બી સી એ વા

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ

તારીખ : ૨૨/૦૪/૨૦૧૮ સમય : ૧૧ : ૪૮ પી એમ એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ રાધે રાધે, હમણા થોડાક દી થા રાધે રાધે મગજ માં ચડ્યું છે તો બધા ને રાધે રાધે કહીયે. આપણું તો પછી આવું બધું હોય.સવારે ઉઠી ને સોફા પર મેથ્સનો ચોપડો લઇ ને બેઠો. આપણે તો કોલેજ જતા નોહતા એટલે આર બી ના ચોપડા માંથી વિડીઓ બનાવવાનો ચાલુ કર્યો. ૭૦ પન્તા નો વિડીઓ બનાવ્યો.પછી એ બૂક પાછી પરત કરી આવ્યો.અને આજે સવારે ખબર જ હતી કે આજે જય મોબાઈલ લેવાનો છે એ પાક્કું છે. કેમ કે એની જીદ એટલે બોસ વાત ના પૂછો યાર..સવારે તો લેપટોપ લઇ ને બેઠો હતો કે કઈક વાચું કે મેથ્સની પ્રેક્ટીસ કરું. પણ એમ કઈ થાય!! લોઢા ના ચણા ચાવવા જેવું છે મેથ્સ વાંચવું. બાપા ઉભો ઉભરો આવે એવું હોય. પછી બપોરે જમી ને થોડીક વાર બનારસ કાફે બૂક રીડ કરતો હતો. પણ પછી ઊંઘવાનું મન થયું તો સુઈ ગયો. ત્રણેક વાગતા જય ઘરે આવ્યો. પછી મોબાઈલની વાત કરતો હતો. એટલે મને ખબર પડી કે આ મોબાઈલ લીધા વગર આજે રહેવાનો નથી.ઉઠી પટીયો ઉટકીને લીલા કલરની ટેટી ખાધી. બવું જ મીઠી હતી. મજા આવી ગઈ. પછી આખું ફેમેલી આસ્થા મોબાઈલ માં મોબાઈલ લેવા ગયા. જયલો તો વિવો વી૯ લેવાનું કહેતો હતો. ૧૯૦૦૦ મોબાઈલ છે વ

એક ઇતવાર જ્યોત્સનામાસી(આકાશના માતૃશ્રી) કે ઢોસા કે નામ

તારીખ : ૧૫/૦૪/૨૦૧૮ સમય : ૧૦ : ૩૦ પી એમ એક ઇતવાર જ્યોત્સનામાસી(આકાશના માતૃશ્રી)   કે ઢોસા કે નામ આજે તો સમયસર અહિયાં પોહચી ગયો છું. આજે સવારે જાગી ને તૈયાર થઇ ને દસેક વાગ્યા આજુબાજુ આકાશ ને કોલ કર્યો કે તૈયાર થઇ ગયો. એને કહ્યું કે “હજી બને છે લ્યા”                                                                        મેં કહ્યું “હું તારી વાત કરું છું ઢોસાની નહિ તુય ખરો છ હ"                                                                        પછી એને કહ્યું “આ દસ મિનીટ માં રેડી થાવ છું તું આવ ઘરે” પછી હું એના ઘરે જવા નીકળ્યો ત્યાં યાદ આવ્યું કે આજે તો સરકારે પેલો હેલ્મેટ વાળો રૂલ્સ લાગુ કર્યો છે. પછી જતી વખતે લીલા કલરની ટોપી માથા પર વળગાડી. અને ૦.૭૫ અને ૦.૫૦ નંબર ના ચશ્માંમાં બ્લેક લેયર લગાવી ને ઉપડ્યો. નંબર એટલા માટે લખ્યા કારણ કે હમણા જ આવ્યા છે એટલે.. હા હા હા સાડા અગિયારે ત્યાં પોહ્ચી ગયો. ત્યાં ઢોસા બનાવવાની તૈયારી ચાલતી હતી.પછી થોડી વાર ફોન ઘુમેડ્યો. અને થોડી વાર પેપર વાચ્યું. પછી થોડી વાર બેઠા. કુલદીપ નો પણ કોલ આવ્યો કે અડધો કલાક માં હું આવું છું. તમેં જમતા

એક ઇતવાર શ્રી સત્યનારાયણ કથા કે નામ

તારીખ: ૦૮/૦૪/૨૦૧૮ સમય : ૯ એપ્રિલ ના ૧૨ : ૩૪ પી એમ એક ઇતવાર શ્રી સત્યનારાયણ કથા કે નામ આજે સવારે તો વહેલા આઠ વાગે મમ્મી એ ઉઠાડી દીધો હતો. સવાર માં સવાર માં તૈયાર થઇ ને બધી તૈયારી કરતા હતા. કાકી-કાકા સવારે જ ઘરે આવી ગયા હતા. અને આમ પણ કઈક ને કઈક કામ તો હોય જ. અને કદાચ આ અમારા ઘર નો પહેલો પ્રસંગ હતો. કેટલા વરહ જતા રહ્યા અમે કથા જ નહોતી કરી. પ્રમુખ માં રહેતા હતા એ ઘરની પણ કથા બાકી રહી ગઈ હતી. આ તો એવું છે કે અંજળ આવે ને ત્યારે જ કઈક થાય. એટલે એવી જ રીતે આજે અંજળ આવી ગયો હતો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. સવારે ઉઠી ને તૈયાર થઇ ને રૂમમાં ગયો. તો મમ્મી કહે “ક્યાં કપડા પહેરવાનો છો?”, મેં કહ્યું “લાલ બુસટ અને ક્રીમ પાટલુન” મમ્મી એ કહ્યું “હમમ એ સરસ છે, અત્યારે જ પહેરી લે પછી બીજી વાર ચેંજ કરવાની માથાકૂટ નહિ” મમ્મી ને હમેશા એમ જ હોય કે આપણા છોકરા સરસ લાગે. એટલે જ તો એ તમને એકાદ વાર પૂછે જ. પ્રસગ માં તો ખાસ ... ઈન કરી ને તૈયાર થઇ ને હું નીચે ગયો. પછી બધો મહાપ્રસાદ બનાવવાના વાસણો જય નો મિત્ર પ્રિન્સ ને ત્યાંથી લઇ આવ્યા. ત્રણેક વાર આવજા થઇ પણ બધુ આવી ગયું. એક તો કેવડું મોટું બક્ડ

એકલતા

તારીખ : ૧/ એપ્રિલ / ૨૦૧૮ સમય : ૨ / અપ્રિલ /૨૦૧૮ એ ૧૦ : ૪૩ પી એમ આજે તો રવિવાર છે. કાલે સાંજે સનિવારે મમ્મી પપ્પા એ પાટડી વ્રનીદ્રધામ જવાનો વિચાર રજુ કર્યો. અને દાદા અને બા ચિતલ થી આવેલા હતા તો એમણે પણ એ મંદિર ના દર્શન થઇ જાય એટલે પછી પ્રકાશ કાકા અને અમારૂ ફેમેલી રવિવારે સવારે ૬ વાગે ત્યાં જવા નીકળવાનું હતું. પણ મને જવાની ઈચ્છા નોહતી એટલે હું નહતો ગયો. સવારે જયારે બધા ગયા ત્યારે દરવાજો બંધ કરવા ઉભો થયો. પછી પાછો સોફા પર જ સુઈ ગયો. અને પછી જે ત્રણેક સપના આવ્યા તા વાત જવા દો. રોજ સવારે પોતા મારતી મારી મમ્મી ને જોતો હોય . એટલે સપના માં પાણીની ડોલ નો અવાજ આવતો હતો અને પોતું નીચોવતી હોય એવો અવાજ આવતો હતો.પછી આખો ખોલી ને જોયું તો કાઈ નહિ. હરી ઓમ  પછી બપોરે દસ વાગ્યા સુધી સુતો રહ્યો. મજા આવી ગઈ. સુતા જેવું સુખ નહિ ને બેઠા જેવું સખ નહિ. ત્યાર બાદ નાહી ધોઈ ને નીચે ગયો. થોડીક વાર નીચે ઉભો રહ્યો.મોહિત,વિરાજ,ગોપી,જય ને એ બધા ઉભા હતા. પછી બપોરે બારેક વાગે જમવા માટે પ્લેટીયમ હોટલ માં ફિક્ષ લન્ચ જમવા માટે ગયો. પછી એકલા એકલા બેઠા બેઠા કબાબ, બટર રોટી,પંજાબી શાક, છાસ, પાપડ, દાલ ફ્રાય, જીરા ર