Posts

Showing posts from June, 2017

બાબા એન્ડ્રોઇડ

              બોલો બાબા એન્ડ્રોઇડ જી ની  જય.... તમારા દરેક વિઘ્ન દૂર કરવા હવે થોડા જ સમયમાં બાબા એન્ડ્રોઇડ ખડેપગે હાજર રહેશે. અત્યારે જેમ રોટી,કપડાં, અને મકાન એ માનવજીવન માટે આવશ્યક જરૂરિયાત રહી છે અને વર્ષોથી દોડતી આવે છે,પરંતુ આ જરૂરિયાતોમાં બીજી ત્રણેક વસ્તુ પણ દેશ- દુનિયાના મહાન ધુરંધરોએ ઉમેરી છે. એ અતિ આવશ્યક વસ્તુઓ કે જેના વગર અત્યારે જીવવું એટલે કન્યા વગરના વરરાજા જેવું છે.. એના નામ છે વહાર્ટસએપ , ફેશબુક, ઇન્સ્ટાગ્રામ(જુવાનિયાઓ માટે ખાસ માર્ક ભાઈ એ બનાવ્યું છે) તમને ખબર જ હશે કે અત્યારે બધા જ્યોતિશબાબાઓ  દારૂ છોડાવો, મનગમતી છોકરી સાથે સગાઇ કરો, છૂટાછેડા, ગૃહકલેશ, વીઝામાં વિલંબ, ભાડુઆતથી દુઃખી, અને બીજું ઘણું બધું (a ટુ z સમસ્યાનો ઝડપી નિકાલ) અને પેલું વધારે મહત્વનું લવ મેરેજના સ્પશાલિસ્ટ.... આવા બધા નત-નવીન ભાત ભાત ના પ્રલોભનો પોતાની જાહેરાતોમાં છપાવતા હોય છે. અને  "ભૂતને પીપળા મળી રહે"  એવી કહેવત જેવું અત્યારે ચાલી રહ્યું છે અને એમનો ધંધો પણ અત્યારે આવા આધુનિકયુગમાં ધોમધોકાર ચાલી રહ્યો છે.  "લોભિયા હોય ને ન્યાં ધુતારા કોઈ'દી ભૂખ્યે ના મારે". અત્યાર

જય રણછોડ........માખણચોર

Image
જય રણછોડ........માખણચોર......જય જગન્નાથ બોલતા જાવ અને પ્રસાદ લેતા જાવ ચાલો જલ્દી.......તમને કદાચ આ વાતાવરણ યાદ તો આવીજ ગયું હશે કે આવું સુંદર દૃશય નિહાળવું કોને ના ગમે પ્રસાદી,ડીજે માં જગન્નાથના ગીતો પોતાના રથ ચલાવતા હોય આહાહાહાહા.... જય રણછોડ........માખણચોર......જય જગન્નાથ આવા સુંદર નાદ વાતાવરણને પ્રેમભર્યું કરી નાખે અને નાના મોટા સૌને આવા માદકતાભર્યા વાતાવરણમાં જવાની ખુબ જ ઈચ્છા હોય જ એ સ્વાભાવિક છે તો હવે થોડા જ સમયમાં આપણા સૌના લોકલાડીલા જગન્નાથ મહારાજ સાથે સુભદ્રા(ક્રષ્ણ અને બલરામના બહેન) અને બલરામ(ક્રષ્ણના ભાઈ) પધારી રહ્યા છે. આ તહેવાર છે અષાઢી બીજનો અને ખાસ તો જે ભણતા હોય એમની નિશાળમાંથીરથયાત્રાના આગળના દિવસે ફક્ત એવી સૂચના માઈકમાંથી આવે કે "આવતી કાલે તારીખ ૨૫ જૂન ૨૦૧૭ના રોજ રથયાત્રા હોવાથી આવતી કાલે શાળાનુ શૈક્ષણિક કાર્ય સંપ્રુણપણે બંધ રહેશે અને ૨૬ જૂન ૨૦૧૭ ના રોજથી શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે" ત્યાં તો આ સૂચના સાંભળીને છોકરાઓ રાજીના રેડ થઇ જાય..અને એ રાજાનો આનંદ હોય અને જોડે પાછો પેલા જાંબુડા-ફણગાવેલા મેગ-સરબત-ઘાટી રાબડા જેવી છાશ અને બીજી ઘણીયે નત-નવીન ખાવા- પી