Posts

Showing posts from May, 2017

તમારી જાતમાં માનો(આજુ બાજુ ધોકા નહિ મારવાના)

 તમારી જાતમાં માનો(આજુ બાજુ ધોકા નહિ મારવાના) એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું "તું શું ઈચ્છે છે? ભાઈ કે બહેન?" દીકરી : ભાઈ માતા : તું કોના જેવો ભાઈ ઈચ્છે છે? દીકરી : રાવણ ની જેવો માતા : તું શું કહે છે ? શું તારું દીમાક ચશકી ગયું છે?? દીકરી : કેમ શા માટે મમ્મી? તેમણે તેમની તમામ મિલકત,રજવાડા અને સ્થાવર તેમજ જંગમ સંપતિ અને રાજ્યો છોડી દીધા,કારણ કે તેમની બહેનને અપમાનિત કરવામાં આવી હતી આટલું થયા પછી પણ જયારે પોતાના દુશમનની પત્નીનું અપહરણ કર્યા પછી પણ , તેમણે ક્યારેય તે સ્ત્રીને સ્પર્શ કર્યો નોહ્તો. તો શા માટે હું તેમના જેવા ભાઈની અપેક્ષા ન રાખું?????????????? રામ જેવા ભાઈની અપેક્ષા રાખી હું શું કરીશ? જેણે એક ધોબી ની વાત સાંભળીને તેની ગર્ભવતી પત્નીને છોડી દીધી , કે જેણે હંમેશા તેની સાથે પડછાયાની જેમ રહેતી હતી કે જેણે "અગ્નિ પરીક્ષા" આપ્યા બાદ અને ૧૪ વરહ "વનવાસ" ભોગવ્યા બાદ પણ રામ સાથે હતી. અને રામનું મગજ પેલા હરણએ વશ કરી લીધું હતું એ રામ એમાં લલચાય જાય છે અને ત્યાં પાછળ પાછળ એનો શિકાર કરવા જાય છે ,એક સુંદર પત્ની હોવા છતાં. આમાં રાવણનો વાંક

JCB થી ખોદેલી કાળીમાટી

એક વાર સવારે હું ૯ વાગે પથારીમાંથી ઉઠીને નાઈ- ધોઈ,ચા-નાસ્તો કરીને સુંદર મજાનું ફાફડા-જલેબી જેવી ગરમા-ગરમ છાપાની ખબર વાંચી રહ્યો હતો. એમાંથી એક ખબર કંઈક આવી રીતે હતી. ગઈકાલે શનિવારના રોજ એક માજી દૂધ લેવા જઈ રહયા હતા. અને દૂધ લઇ ને ઘરે જવા જયારે એજ રસ્તે પાછા આવતા હતા ત્યારે એક વિફરેલા ઘોડા એ બિચારા નિર્દોષ માજીને શિંગડું મારીને પાડી દીધા. માજી ને ઘણું બધું વાગ્યું હતું. લોહી વહી રહ્યું હતું. પણ રસ્તે આવતા જતા કોઈ માણસે માજીની મદદ ના કરી. આટલું વાંચ્યું ત્યાં જ અમારા ઘરની સામે રહેતા ચંપામાસી અમારા ઘરે આવ્યા. અને મને કહ્યું કે "હાર્દિક તારા માતૃશ્રી ક્યાં છે?" મેં કહ્યું "માસી અંદર છે,કંઈક સાફ સફાઈ કરતી હશે" અને એ સાંભળીને મારી મમ્મી બહાર આવી. ચંપામાસી અને મારા મમ્મી તો વાતુએ મંડાય પડ્યા. અને હું હજી એ ગરમા- ગરમ ખબર જ વાંચતો હતો. માજી બિચારા........ અને ત્યાં જ ચંપામાસીની એક વાત મારા કાને પડી. એ કહી રહ્યા હતા કે "આપણા સોસાયટીના દરવાજાની સામેના રોડે કંઈક ગટરની પાઇપલાઈનનું કામ ચાલુ છે અને કાળી માટી એ અલી એવી સરસ નીકળી છે ને". મારા મમ્મી એ વાત વધારવા કહ્યું

દવાની બાટલી અને ઉતારવાની બાટલી

                                       દવાની બાટલી અને ઉતારવાની બાટલી તમને એમ થતું હશે કે આ વળી શું આવું ગાંડા જેવું ટાઇટલ આપ્યું છે ,પણ આ ટાઇટલ માર્કેટિંગવાળા ખાલી વાંચે ને તોય આખી બુક(ગ્રંથ) લખી નાખે, કેમ કે એ લોકો એ સ્ટ્રગલ જ એટલું કરેલું હોય ઉતારવાની બાટલીમાં.... પણ ઉતારવાની બાટલી અત્યારે એકવીસમી સદીમાં રામબાણરૂપ સાબિત થઈ છે. જેને આ ઉતારવાની બાટલી વિશે આવડી જાય એટલે એને તો પુરે પુરી આઝાદી. અને એમબીએ કરવાની પણ જરૂર ના પડે કેમ કે એમબીએ(મને બધું આવડે). માણસને દવાની બાટલી પીવડાવવી હોય તો કશાની જરૂર ના પડે ,એ એની જાતે જ ઘૂંટડો ભરી ને પીય જાય ,પણ જો તમારે માણસને બાટલીની અંદર ઉતારવો હોય તો તમારે કોઈ માર્કેટિંગવાળા માસ્ટરને પકડી લાવવો પડે. અને આ માર્કેટિંગવાળા માણસો તો કંપનીઓ માટે હૃદય સમાન છે,એ ના હોય તો કંપની નો બધો માલ એમને એમ જ પડ્યો રહે,,પણ માર્કેટિંગ વાળા એટલે ટાલિયાને પણ કાંસકો વેચી આવે.!!!! આ બધી વાત હું એટલા માટે કરું છું કારણ કે આ ઊતરવાની બાટલીમાં હું પણ એક વાર વગર પગથિયે પરબારો ઉતરી ગયો હતો. જયારે હું કોલેજમાં ભણતો હતો...સોરી હો ભણતો નહિ(અત્યારે કોલેજમાં કોણ ભણાવે છે!!)

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

                                           ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન મને  આમ તો અજીબ  લાગે છે આના વિશે વિચારતા અને વાત કરતા કારણ એ છે કે ૧૦ વરહ પેલા ૧ બીએસએનલના ડબલા લેવાના ફાંફા પડતા હતા અને આજે  એક ઘરમાં ૧૦- ૧૦  ફોન(બધા ભેગા થઇ ને ડાબલા સાથે )  તો હોય જ ,અને રહેવાવાળા લોકો ૪ કે ૫ જ હોય. જયારે  આપણે નાના હતા  ત્યારે આપણે કોઈક કહે કે હવે એવા ફોન આવવાના છે ને કે એમાં એકબીજા ના ડાચાં(મોઢા)  દેખાય ,એ ક્યાં છે  એ પણ દેખાય. ત્યારે આપણને એમ થતું કે મારા દીકરા એવું કરતા હશે કેવી રીતે ??!! . કેમ કે ત્યારે  આપણા  ગામમાં તો આજુ બાજુના ૫૦ ઘર માંથી કોઈક એકાદ ના ઘરે ફોન હોય અને એ પણ બીએસએનલનું ડબલુ. કોઈક આજુ બાજુ ના સબંધી નો ફોન આવે ત્યારે તેઓ કહેતા ઓલા છેલ્લા ડેલાવાળા  ચંપાબેનના મામા બોલું છું ગોરધનભાઈ.... અને ગોરધનભાઈ કહેતા "તમે એમને બોલાયાઓવેને"...પછી જેના ઘરે ફોન હોય એ તો બોલવા જાય નહિ કેમ કે ઈ જમાનામાં તો વટ હતો ટીવીવાળાનો,ફોનવાળાનો,મોટરસાઇક્લવાળાનો.. પછી કોઈક બાર છોકરા રમતા હોય એમાંથી કોઈક એક ને ચંપાબેનને બોલવા મોકલે. અને ચંપાબેન ય પાછા પોચીપાની એ હાલતા થાય અને જેના ઘર

હું શું કરુ ??

હું શું કરુ ?? અત્યારે તમે દરેક જવાનીયા,નાના,મોટા દરેકના મોઢે આ શબ્દ તો સાંભળ્યો જ હશે કે "હું શું કરુ ??"(આનો અર્થ અહીંયા એવો થાય કે હું શું કરુ ?? ભવિષ્ય માટે કઈ સળ ની સૂઝ પડતી નથી). આ શબ્દ મને બઉ જ ભયાનક અને ડરામણો લાગે ,કારણ કે જયારે કોઈ માણસ ને મગજમાં કાઈ પ્રશ્ન થાય તો એ માણસ આખા ગામ ને એ પ્રશ્ન કહે અને એના નિવારણ માટે મથ્યા કરે,પરંતુ એ સવાલનો સંતૃષ્ટ જવાબ તો કોઈની પાસેથી મળે જ નહિ.અને અમુક તો એવા એવા માણસો હોય કે એ સવાલનો જવાબ ખબર ના હોય, તોયે પાછો તો પડે જ નહિ,જે મગજ માં હોય એ દે ઠોકે ઠોક (ઓકવા) બોલવા જ મંડે,..કારણ કે અત્યારે કોઈને પોતાનું અજ્ઞાન બતાવવું ગમતું જ નથી તમને મને અને સૌને.. હું શું કરુ ?? એ વાત પર જો ગંભીરતાથી ચર્ચા કરીયે તો એનો અર્થ એ થાય કે આપણને કોઈને એડયુકેશન(શિક્ષણ) નો સાચો મીનિંગ જ ખબર નથી.. એડયુકેશન(શિક્ષણ)નો સાચો અર્થ એવો થાય કે તમારા અંદર રહેલી તમારી જ કલા,શક્તિ,આવડત,આત્મવિશ્વાસ ને બહાર લાવવો. પરંતુ રમૂજ તો ત્યાંજ ઉભી થાય છે કે જયારે શાળા કે કોલેજના શિક્ષકો કે અધ્યાપકો જ આ કલા કે આત્મવિશ્વાસ ને બહાર લાવી શક્યા નથી,તો તમને એ તમ્બુરામાંથી મ

વ્યસન

                                               વ્યસન આ લેખ વિશે મને ૫૫૫ ટકા ખબર છે કે, જે લોકો વ્યસન કરતા હશે એ લોકો આ લેખ તો ખોલશે પણ નહિ એટલે વાંચવાની વાત તો દૂર જ રહી. પણ આ લેખ હું ખાસ એટલા માટે લખી રહ્યો છું કે ,જે લોકો વ્યસન નથી કરતા એ બધાને મહેરબાની કરું છું કે તમે આ નર્કમાં ન પડતા પ્લીઝ.. વિનંતી કરું બે હાથ જોડી ને , મારો આ લેખ વાંચી ને કોઈ વ્યસન કરતો હોય એ માણસ વ્યસન છોડશે તો ખુશી થશે જ ,પણ વ્યસન નહિ કરનારા માણસો જિંદગીમાં વ્યસન નહિ કરે તો એ મારા માટે વધારે ખુશી ની વાત છે......... વ્યસન શબ્દ આમ જોવા જઈએ તો બઉ જ સારો શબ્દ છે પરંતુ એ તમારા પર આધાર રાખે છે કે, તમે કેવુ વ્યસન કરો છો,કેવી ટેવ પાડો છો. દરેક વસ્તુ ને આપણે હકારાત્મક અને નકારાત્મક આમ બે પાસા થી જોઈ શકીયે છીએ. વ્યસન એટલે ખરાબ ટેવો, જે આપણને જ્યારે કરતા હોય ત્યારે સુખ-મજા-એશ આપે છે , પરંતુ લાંબા ગાળે બહુ જ નુકશાન કરે છે અને આવા સરસ અમૂલ્ય શરીરની પથારી ફેરવી નાખે. એવા એવા લોકો ને મેં જોયા છે કે એમના મોઢા માં વ્યસનના કારણે જીવડાં ખદબદતા હોય. વ્યસન વિશે હૂં એક નાની સ્ટોરી કઈને સમજવાનો પ્રયત્ન કરૂ. મને સ્ટોરી કહેવ

સેક્સને બંધન ના બનાવશો

                                                                                સેક્સને બંધન ના બનાવશો સેક્સ વિશે અહીંયા ઇન્ડિયા માં વાત કરીએ ત્યારે તો બધાને એવું જ થતું હશે કે આ તો જો કેવો  માણસ છે!!, સાવ શરમ વિનાનો છે ,એવો નમૂનો તો મેં ક્યાંય જોયો જ  નથી.... પણ હવે હું મારા રસપ્રદ મીઠા અનુભવ ની વાત કરું તો જયારે મેં ઓશોની "સંભોગથી સમાધિ સુધી" બુક ની ઓનલાઈન બુક(પીડીએફ) ડાઉનલોડ કરી એને ઓપન કરી ત્યારે પહેલા જ પેજ પર  એક કામસૂત્રના સ્ટેપ નો ફોટો આપેલો હતો અને એ બુક ૪૩૮ પેજ ની છે  ,એટલે મને એમ  થયું કે આ તો કેવો ખરાબ ફોટો છે ,એવું બધું થોડી વાંચાય ,કોઈ જોય ગયું હોય તો પણ ખરાબ લાગે  અને આ પીડીએફ કોઈને મોકલાય પણ નહિ કેમ કે પહેલા જ પેજ  પર  કામસૂત્રના સ્ટેપ નો ફોટો , અને મેં કોઈ ને મોકલી પણ  નહિ...! પરંતુ જયારે મેં એ ઓનલાઈન બુક(પીડીએફ) ના ૪૩૮ પેજમાંથી ફક્ત ૬૫ પેજ વાંચ્યા પછી  સાચી રીતે ખરેખર સેક્સ વિશે થોડું સમજ્યો ત્યારે મેં એ ઓનલાઈન બુક(પીડીએફ) મારા વૉટ્સએપ , ફેસબુક ના ફ્રેન્ડ સર્કલ , ફેમિલી સર્કલ , બીજી ઘણી વ્યક્તિ ને આ બુક શેર(મોકલવું, વહેંચવું) કરી દીધી..અને મારા લેપટોપન

સર્વર ડાઉન

હા ,તો આપણે ક્યાં હતા .... અરે હા યાદ આવી ગયું હજી તો ગણેશ બેસાડવાના છે,  હા તો બેન્કનું(સરકારી) પાસબુક પ્રિન્ટર ....... જો આપણે બેન્કનું(સરકારી) નામ લઈએ તોય એવા એવા દ્રશ્યો મગજમાં યાદ આવવા માંડે જેવા કે, લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવાનું , ત્યાં જઈને કોઈની આગળ  એક્યુસ મી બોલીને  પેન માંગવાની મજા અને પછી જેને આપણને પેન આપી હોય એ ભાઈ તો બેન્કમાંથી જતા રહ્યા હોય એટલે એક પેનનો પ્રોફિટ થઇ જાય. ગમે તે બેન્કનું કામ હોય એ એક ધક્કે તો પૂરું થાય જ નહિ એના માટે ત્રણ ધક્કા તો ઓછા માં ઓછા ખાવા જ પડે અને અત્યારે આ શબ્દ તો મગજ માં એવો કંડારાય ગયો છે કે "પ્રિન્ટર બંધ છે , અત્યારે પાસબુક પ્રિન્ટ નહિ થાય".  આવા બધા શબ્દો સાંભળીને એવો ગુસ્સો આવે ને કે એને બે-ચાર લાફા લગાવી  દઈએ પણ મજબૂરી કે સરકારી  ગધેડા પર હાથ ના ઉપાડાય !!!! આ બધા શબ્દો સાંભળીને  મને એમ થાય કે આ બેંકવાળા બેંકને ઝેરોક્સની દુકાન સમજે છે  કે  શું??  કોઈ એકાઉન્ટહોલ્ડર આવે તો બેંકવાળા પાછા વટથી ના પડે અને બોલે  કે "તમને અહીંયા લખેલું દેખાતું નથી.. લખ્યું તો છે કે પ્રિન્ટર બંધ છે  તો વારાઘડીએ શું કરવા પૂછો છો?&

What I Can Do????

What I Can Do In My life???  By Hardik Kumbhani(JAHAAJ) When you ask with your heart   what can I do?? ,  Then what are the answers to God?? What I Can Do In My life??? you can something new you can something magical you can something wonderful you can something beautiful you can something amazing you can something powerful BUT I can't stop You What I Can Do In My life??? you can running quite nicely you can fighting quite nicely you can swimming quite nicely you can writing quite nicely you can telling quite nicely BUT I can't stop You What I Can Do In My life??? you can also crying differently you can loving people magically you can observe anything wonderfully you can achieve dream beautifully you can reading novel amazing BUT I can't stop You What I Can Do In My life??? you can play effortlessly you can program amazing you can face every problem powerfully you can eat everything beautifully you can do business daily BUT I can'