Posts

Showing posts from March, 2018

એક ઇતવાર ગાયત્રી હવન કે નામ

તારીખ : ૨૫/૦૩/૨૦૧૮ સમય : ૨૬/૦૩ ના ૨ : ૦૮ પી એમ ચોઘડિયું : ખબર નથ. એક ઇતવાર ગાયત્રી હવન કે નામ હમણા છેલ્લા બે ત્રણ દિવસ થી તો ડાયરી ને યાદ કરવાનું જ ભૂલી જવાય છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે આપણે આપણી ડાયરી તો લખીએ છીએ પણ ક્યારેક ક્યારેક તો પરાણે પરાણે ડાયરી લખતા હોય ને એવું લાગે. પણ કરીએ પણ શુ? પોતાના મન ને જ વચન આપી ને બેઠા હોય શોભા ના ગાઠીયા ની જેમ.પેલા બાલમંદિર ના છોકરા ને હાથ પકડીને પરાણે પરાણે કક્કો અને એકડા ઘુટાવતા હોય ને એમ જ ડાયરી અને મન બંને ભેગા થઇ ને આપણી માથે ચડી જાય. અને જો કદાચ એકાદું દિવસ પણ લખાવાનુ રહી જાય તો મોઢું ચડાવીને કપડા(એ પાનું કોરું હોય એટલે)  પહેર્યા વગરની બેઠી હોય . આજે તો સવારે ઉઠી ને નાવા માટે બાથરૂમ માં ગયો ત્યારે નાતા નાતા જ વિચાર આવ્યો કે અત્યારે હમણા એસ પી ના ઢોસા ખાવા જવું છે. અને આજે રામ નવમી નો પર્વ હતો. એટલે ઘણા (ખરા) લોકો રામ નવમી રહ્યા હશે. (આપણે તો નકામા કામ વગર ના હા હા હા) તૈયાર થઇને સોફા પર બેઠો ત્યાં જ મોહિત નો કોલ આવ્યો કે સામે આવ સામે બેઠો છું. તરત જ મમ્મી એ પૂછ્યું “હાર્દિક કોફી પીવી છે ?” મેં કહ્યું “ના મારે ઢોસા ખાવા જવાનું

ગાંધી સાથે ગાંધી આશ્રમમાં એક મુલાકાત

તારીખ:૧૧ માર્ચ ૨૦૧૮ સમય : અત્યારે વાગ્યા છે ૧૨ માર્ચ ના ૧૧:૨૭ એ એમ કાલે સાંજે યાર ખુબ જ થાક લાગ્યો હતો એટલે આવી ને તરત સુઈ જ ગયો હતો.માફ કરજે મારી ડીયર ડીજીટલ ડાયરી. આની પહેલા પણ એક વાર આવું થયેલું. આશા છે ક્ષમા કરી દેશો. આજે સવારે એટલે ચેતવણી : આ બધી વાત ૧૧ માર્ચ ની છે . હા તો આજે સવારે કેટલા વાગે ઉઠ્યો હોઇસ?? ખબર નહિ પણ ઉઠી ગયો. નાઈ ધોઈ ને પછી કાલે સાંજે લાવેલું લોટ્ટો ચોકો પાઈ ખાધું મજા આવી ગઈ. એટલું ખાઈ ને હું બાઈક માં પેટ્રોલ પુરાવવા માટે રીંગ રોંડ વાલા પેટ્રોલ પંપે હું અને મોહિત અમે બંને ગયા. કારણે કે આજે અમારે ગાંધી આશ્રમની મુલાકાત લેવાની હતી. હું આટલા વર્ષથી અમદાવાદ માં રહુ છું પણ ક્યારેય ગાંધી આશ્રમ ગયો નથી. આમ તો ગાંધી બાપુ પ્રત્યે પ્રેમ તો બવું જ એ તો બધા ને હોયજ હાહાહા. સંધાય ના પાકીટમાં ઓછા માં ઓછા એકાદ બે તો ગાંધી ના ફોટો તો હોય જ. ગાંધી વગર તો બધું નકામું. અમે કેટલા જણા ત્યાં જઈએ એ કઈ નક્કી નહોતું. પણ મારે જવું હતું એ તો કાલે સાંજ ની ઘૂરી ચડી હતી. પેટ્રોલ પુરાવીને આવીને નીચે બાંકડે બેઠા બેઠા બધાને ફોન કરતો હતો કે “આપણે ગાંધી આશ્રમ જવું છે તારે આવવું છે ?”

રસોડાનું મૌન વ્રત

તારીખ : ૦૪/૦૩/૨૦૧૮ સમય : ૧૦ :૦૦ પી એમ છેલ્લા બેક દિવસ થી એકાદ બે વસ્તુ પર લખવાની ઈચ્છા વ્યક્ત થઇ છે. એક તો આપણી બધી રસમોની સાચી જાણકારી  અને બીજું છે જે લોકો આપણા માટે બધું કરતા હોય પણ પરોક્ષ રીતે કે જે આપણને ક્યારેય મળતા ના હોય જેમ કે, ખેડૂત, સૈનિક, ઈશ્વર, ગાય. આજે સવારે આઠેક વાગે આખો ઉઘડી. રવિવારે મોટેભાગે બધા મોડે ભાગે ઊંઘતા હોય છે. પછી સવારે રવિ નો કોલ આવેલો કે હું આવું છું. કેટલા વાગ્યે આવ્યો એ ખબર નથી પણ આવ્યો તો ખરા બધી બુક્સ લઇ ને. એ બૂક ને એના ખાતા માં જમા કરી બીજી બે બૂકો વધારી. સવારે અમુક ઘરો માં મોર્નીગ્યા(પ્રભાતીયા) ચાલતા હોય છે. એ સાભળવાની મજા આવે. સવાર ના પેટ માં ઉંદર બુગાટી લઇ ને આટા મારતા હતા. પછી અગ્યાર વાગે હું અને રવિ શુકન આગળ સેવ ખમણી અને ખમણ ખાવા માટે ગયા. વીસ રૂપિયા ના ખમણ અને વીસ રૂપિયાની સેવ ખમણી ખરીદી અને પછી લારી ની બાજુ ના ઓટે છાયડા માં જગ્યા કરી ને ખાધી. મજા આવી ગઈ. ખાધા પછી ઓલી પાણી ની નાંણ આવે એમાંથી પાણી પીધું. હતું સારું ટાઢું બોળ. આવતી વખતે એ મને ઘરે ઉતારી એ એના ઘરે ગયો. આપણું તો એંસી ટકા ભોજન થઇ ગયું હતું. છતાં પણ જો કઈક સારું જમવા મળે તો