વ્યસ્ત છે!!!

                                                               વ્યસ્ત છે! !!                
વ્યસ્ત છે! !! આવો શબ્દ સાંભળવો કદાચ કોઈને પણ ગમતો નહિ હોય , પણ શુ કરવું ??? મજબૂરી કે ક્યારેક ક્યારેક સાંભળવો પડે છે. આમ વ્યવહારું દ્રષ્ટિએ  જોવા જઈએતો જયારે કોઈ કંપનીના કોલ સેન્ટરમાં મદદ માટે ફોન કરીયે ત્યારે પહેલા બે-ચાર આંકડાઓ દબાવ્યા પછી કોઈક ફોલ્ડરિયા જોડે વાત થાય. અને  એમાય તરત વાત તો ત્યારેજ થાય જયારે તમે સારા કર્મ કર્યા હોય  અથવા નસીબ જોર કરતુ હોય તો જ...... નહિ તો પછી સરસ મજાની કોલરટ્યુન વાગે  "અમારા બધા જ એકઝીક્યુટર હમણાં બીજા કસ્ટમરની સેવામાં(અણી કાઢવામાં) વ્યસ્ત છે."
તમે એક વસ્તુ માર્ક(નિહાળજો) કરજો કે જયારે  તમે વધારે મુશ્કેલીઓમાં હોય ત્યારે જ " "અમારા બધા જ એકઝીક્યુટર હમણાં બીજા કસ્ટમરની સેવામાં(અણી કાઢવામાં) વ્યસ્ત છે." વાળી કૉલરટયુન વાગે. આવી  કૉલરટયુન વાગે એટલે એક જ વિચાર આવે કે કે " કસ્ટમર એટલે કસ્ટ કરી કરીને મરી જાય એનું નામ જ કસ્ટમર"
અમારે ગુજરાતમાં કસ્ટમર કેર એટલે પિકનિક પ્લેસ કારણ કે જયારે લોકો સાવ નવરા હોય ત્યારે ત્યાં ફોન કરીને એ એકઝીક્યુટરો ની અણી કાઢ્યા કરે. કદાચ તમને ખબર જ હશે કે બે ક વરહ પહેલા ઓલું બાહુબલી મૂવી રીલિશ થયું ત્યારે લોકો  કસ્ટમર કેરમાં ફોન કરી કરી ને પુછતા કે "કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો???" જાણે કેમ એ કંપની વાળાએ એ મૂવીને ડાયરેક્ટ કર્યું હોય એવા સવાલ કરે. .. પાછા એમ બી કહે કે "મેં તમારા કાર્ડમાં નેટની સ્કીમ કરાવેલી તો તમારે આનો જવાબ આપવો જ પડે"
 "કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો???" એનો જવાબ તો રાજામૌલી સાહેબે એ આપી દીધો છે એટલે એની કોઈ મૂંઝવણ તો નથી.
પણ જયારે આપણું બેલેન્સ ઉડી જાય અથવા ૩જી નેટ કરાવ્યું હોય ને ૨જી નેટ આવે એટલે કસ્ટમર કેર વાળાનું તો આવી જ બને .
પછી ગગો ફોન લગાવે અને ચારેક આકન્ડા દબાવ્યા પછી "તમારો કોલ પ્રશિક્ષણ અને સુરક્ષા હેતુથી રેકોર્ડ કરવામાં આવી શકે છે " અને પછી સામેથી પેલો એકઝીક્યુટર  બોલે " અમારી કંપનીમાં તમારું સ્વાગત છે હું ચાંગો તમારી શુ સહાયતા કરી શકું??"
 ગગો : અરે ચંગાસાહેબ મારા ફોનમાંથી બેલેન્સ ઉડી ગયું છે, એ મારે પાછું જોઈએ છે.
ચાંગો : ગગાજી આપ નિશ્રિત રહીયે આપકો જાણકારી મિલ જાયેગી
 ગગો : તબેલામાંથી નિશ્રિત રે ,મારે જાણકારી નહિ જોતી ,બેલેન્સ જોઈએ છે. ચંગા જાણકારી તું તારી પાસે જ રાખજે .

આવી બધી રીતે મહાભારત જેવું યુદ્ધ ટેક્નિકલી થતું જોવા મળે છે.  અને બીજે જ દિવસે પાછું ""વ્યસ્ત છે !!!!!!!!"" એવું સાંભળવા તો ચોક્કસ મળે જ.......
-હાર્દિક કુંભાણીનાં પ્રણામ

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ

એકલતા