હળવાશ

તારીખ : ૨૮-૧૨-૨૦૧૭ સમય : ૧૧ : ૦૩ પીએમ

 - આજના દિવસે સવારે વહેલા ઉઠવા માટે કાલે સાંજે ૧૨:૩૦ એ ૬:૩૦ નું એલારામ મુક્યું હતું.અને મારા ભાઈ જય ને કીધું પણ  હતું કે જયારે તું સવારે ઉઠી ને નાઈ ધોઈ ને તૈયાર થઇ જાય ને ત્યારે મને ઉઠાડજે પણ આજે બન્યું એવું કે એણે સવારે ૬:૧૦ એ મને સહેજ  ઠોહો મારીને  ઉઠાડયો તો ખરા પણ મને ઊઠવાનું મન ના થયું એટલે મેં ગમે તેમ કરીને ટેબલ પર થી મોબાઈલ લઇ ને એલાર્મ ઓફ કરી દીધું અને હતો ત્યાને ત્યાં મૂકી દીધો એનું કારણ એ કે પાછુ વાગી ને મને હેરાન ના કરે. પછી પાછો બ્લેન્કેટ ઓઢી ને મસ્તનો સુઈ ગયો અને પછી ૮:૦૦ વાગે જયારે મારા પપ્પા કામ પર જવા નીકળ્યા ત્યારે મને ઉઠાડતા ગયા. અને ૮:૦૦ વાગે ફાયનલી હું ઉઠી જ ગયો. પછી સૌથી પેલા શું કર્યું હશે એ તો તમને કદાચ ખબર હશે ને જેમ કે ............બધાના અલગ અલગ અભિપ્રાય હોય શકે કોઈ કહશે કે  મિરર માં સવાર નો પહેલો ચહેરો જોયો હશે, કોઈક વળી  કહશે  મોબાઈલ ચાર્જીંગ કરવા મુક્યો હશે. એમ મેં પણ મોબાઈલ ને એના આત્મા જોડે મિલન કરાવી દીધું. પછી હું ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગયો. પછી તૈયાર થઇ ને ચા ખાખરા ખાઈ ને એસક્યુએલનો પ્રજ્ઞામેમેં બનાવડાવેલો ચોપડો લઇ ને વાચવા બેઠો. મને કઈ એસક્યુએલ વાંચવાનો શોખ નતો ચડ્યો આતો આજે ડેટા સ્ટ્રક્ચર અને ડેટાબેસ ની જીટીયુ ની એક્ઝામ હતી.

-મને આમ નોવેલ, ફિલોસોફી , થોડી થોડી બાયોગ્રાફી વાંચવાનો બહુજ શોખ છે. શોખ નહિ એમ કહું કે ને એ જ મારી જીંદગી તો પણ કઈ ખોટું છે નહી. પછી એક્ઝામનો ટાઈમ ૧૦:૩૦ નો હતો એટલે હું ઘરે થી ૯:૦૦ વાગતાના નીકળી ગયો. પછી કોલેજ પોહચીને બાઈક પાર્કિંગ ક પાર્ક કરીને એકાદ મહિના પછી એસએસઆઈટીના મિત્રો ને મળ્યો. જયારે કોઈને રોજે મળતા હોયેને, પછી થોડા વધારે દિવસોના બ્રેક પછી મળીયે ને ત્યારે દિલ ને થોડું સુકુન મળે.

-પછી ૧૦:૦૦ વાગે એક્ઝામ રૂમ માં બેસી ગયા પણ મારી સીટ નમ્બર ગોતવા ત્રણેક વાર ક્લાસની અંદર બહાર ગયો. છેવટે જગ્યા મળી જ ગઈ અને એ પણ પહેલી જ બેંચ પર. ૧૦:૩૦ થી ૧:૦૦ વાગ્યા બધા બવજ ઓક્યા પપેરમાં એમાં હું પણ આવી ગયો. જે બે કે છ મહિના માં વાચ્યું હોય એ ત્રણ કલાકમાં  ઓકવાનું.  ઇટ્સ વેરી બેડ... એક્ઝામ પૂરી થઇ એટલે બધા બહાર નીકળ્યા એટલે પછી પપેર સહેલું અને અઘરું એની ચર્ચા ચાલુ થઇ જાય, કોઈ કે મારે ૧૦ માર્ક નું છૂટી ગયું, કોઈક કે મને આ સવાલ નહોતો આવડતો, કોઈક  કે મને પપેર બૌ લેન્ધી હતું, આવા બધા રુઢિપ્રયોગોના ઉચચારો કોલેજો  કે સ્કૂલો માં એક્ઝામ પત્યા પછી થતા હોય છે-

-પછી થોડી વાર ત્યાં બહાર ગપ્પા મારી ને ૨:૦૦ વાગે ઘરે આવ્યો. પછી કોબી નું શાક અને ઠંડી રોટલી ગરમ કરી ખાધી અને દાળ ભાત પણ આરોગ્યા. પછી થોડીક વાર ફોન લઇ ને સમાજ ના મિડિયા પર ઓનલાઈન રહ્યો. ૪:૦૦ ક વાગે દિવ્ય પ્રકાશ દુબેની મુસાફિર કાફે કાલ ના ૮૦ પેજથી અધુરી હતી એ અત્યારે વાચવાની શરુ કરી. સાંજ ના ૮:૦૦ વાગતા આખી ૧૪૩ પેજની બૂક પૂરી થઇ ગઈ. અને મેં આમ તો ઘણી બધી બૂક રીડ કરેલી છે પણ આ બૂક સૌથી ઓછા ટાઈમ અને વધારે રસપ્રદ સ્ટોરી છે.

- આમ તો અત્યારની આ જીંદગી બાપાના પ્રતાપથી બૌઅજ સારી છે. પણ જ્યાં સુધી આપણે જાતે કઇક ના કરીએ ને ત્યાં સુધી આ દિલ ને રાહત થાય નઈ. કેમ કે ક્યાં સુધી બાપા બિચારા આપણા ખર્ચા ઉપાડ્યા કરે . બિલ ગેટ્સે કહ્યું છે ને કે "તમે ૧૮ વર્ષ પછી તમારા ખર્ચા જાતે ઉઠાવતા શીખો, કેમ કે બાપ એ ખર્ચા ઉઠાવી ઉઠાવી થાકી ગયા હોય છે. પણ એ તમને ક્યારેય કહેશે નઈ એ તમારે જાતે જ સમજવું પડશે" મને ક્યારેક એમ થાય કે આ દુનિયા માં સૌથી વધારે સહનશીલ એક બાપ સિવાય કોઈ ના હોઈ શકે.
**********************************************************************************
તારીખ : ૨૯/૧૨/૨૦૧૭ સમય : ૧૦:૩૦ પીએમ


આજે સવારે તો હું મારી જાતે જ ઉઠી ગયો હતો. જયારે હું ઉઠ્યો ત્યારે મારા પપ્પા કોઈક ને સાથે વાત કરી રહ્યા હતા.અને એટલે કદાચ એ અવાજ થી મારી ઊંઘ ઉડી ગઈ હશે. પથારીમાં પડ્યા પડ્યા શાંતિ થી એ હું સંભાળતો હતો પછી ખબર પડી કે એ એમના મિત્ર ભરતભાઈ દેસાઈ હતા. પછી હું પથારી માંથી ઉભો થઇ ને બ્લેન્કેટ માથા ઓઢીને જ્યાં મારા પપ્પા વિડીઓ કોલમાં ભરતકાકા વાત જોડે વાત કરતા હતા ત્યાં જઈ ને સોફા પર બેઠો. એટલે મારા પપ્પા એ ભરતકાકાને કહ્યું કે “જો ગોદડીયા પીર આવ્યા છે જોવા હોય તો” પછી મેં થોડીક વાર એમની જોડે વાત કરી હશે. પછી હું ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. પછી તૈયાર થઇ ને સોફા પર બેસી ગયો. આમ તો સવારે મને કોઈ પ્રકાર નો નાસ્તો કરવો ગમતો નથી, પણ મમ્મી કહે એટલે અડધો કપ ચાય અને એક ખાખરો ક્યારેક ક્યારેક ખાઈ લવ. એટલે આજે પણ અડધો કપ ચાય અને ખાખરો નાસ્તા માં લીધો.પછી શાંતિ થી દિવ્ય ભાસ્કર પેપર લઇ ને સોફામાં મારી ખૂણાની સીટ પર બેસી ગયો. થોડી વાર કળશ નામની પૂર્તિ વાચતો હતો ત્યાજ આકાશ કરલીનો ફોન આવ્યો અને એને પૂછ્યું કે “શું કરે છે?”                                                  

મેં કહ્યું “બસ જોને ઉઠી ને ચાય નાસ્તો કરી ને પેપર વાંચું છુ.. અને થોડી જ વાર માં હું તારા ઘરે આવું છુ, તુંબોલબીજું”                                                          

આકાશે કહ્યું “હા વાંધો ની આવ ઘરે હું ઘરે જ છુ ચાલો મળીયે “                      

આકાશ કરલી એ મારો જીગરી દોસ્ત છે. અમે લગભગ ૧૨ વર્ષ થી જોડે છીએ. આવતી કાલે મારા ઘટિયા સબ્જેકટની એક્ઝામ છે. એટલે પછી હું એના ઘરે ગણિતની તૈયારી કરવા ગયો.પછી ત્યાં પોહચીને એના મમ્મી ,પપ્પા ,ભાઈ, દાદી બધા ને મળ્યો. પછી  તૈયારી કરવા અમે જે રૂમ માં ૮ ,૯ , ૧૦ બોર્ડ ,૧૨ બોર્ડ, અને મારું બી.સી.એ ના એક્ઝામ ની તૈયારી કરી હતી એ જ મનપસંદ રૂમ માં બેઠા. આકાશના ઘરનો એ રૂમ મારા ઘર નો રૂમ નો પરત હોય એવું જ મને ફિલ થાય છે. કોઈ માણસ જે રૂમ માં એટલી બધી એક્ઝામની તૈયારી કરી હોય એ રૂમ કઈ રીતે ભૂલી શકે. અમે પછી મેથ્સની તૈયારી કરવાની ચાલુ કરી બધું પહેલે થી જ ચાલુ કરવાનું હતું. એમ કહો ને ગણેશ સ્થાપના કરવાની હતી તોય ચાલે. પછી  યુ ટ્યુબ, ગૂગલ, ટુટોરીયલ પોઈન્ટ બધી વેબસાઈટ ફેંદવા લાગ્યાં. થોડી સમજ પડે, થોડી હરભજનના બોલની જેમ સાઇડમાંથી જતું રહ્યું. આજે હું ઘણા બધા દિવસો પછી આકાશ કર્લી ના ઘરે બપોર નું ભોજન લીધું હતું. રોટલી, વટાણાનું શાક, જોડે સેવ મમરા,સેવ , શક્કરપારા જેવું કૈક હતું એ બધું જમ્યું પછી પાણી પીય ને પાછા વાચવા લાગી ગયા. અને વચ્ચે થોડીક વાર મનોરંજન માટે ઇન્સ્તા ગ્રામ કે એફબી પર પોસ્ટ જોઈ લેતા. પછી વાચતા અને જોડે મસ્તી કરતા કેમ ૮ વાગી ગયા એ ખબર જ ના પડી. પછી હું એના મમ્મી અને સાગર(આકાશ નો ભાઈ ) આવ્યો એટલે હુ મારા ઘરે જવા નીકળ્યો. એમણે સાંજે જમવાનું કહ્યું પણ હું ના રોકાયો. પછી ઘરે આવી ને હાથ પગ ધોઈ ને જમવા માટે બેઠો. જમવામાં માં કાઠીયાવાડી નું ફેવરીટ તળેલી ભાખરી અને ચાય હતી. અને એ બનવાનું મેં જ કહ્યું હતું મારા મમ્મીનો કોલ આવ્યો ત્યારે.... પછી પપ્પા ,મમ્મી ,નાનો ભાઈ  બધા થોડી વાર જોડે બેઠા અને પછી બધા સપનાની ટ્રેઈનમાં બેસી ગયા અને એ હવે સવારે પોત-પોતાના  ટાઇમે પોહ્ચ્સે. અને હું અત્યારે અહિયાં આ લખી રહ્યો છુ ચાલો ગૂડ નાઇટ...અને કાલે આમ પણ મારે  ૧૦:૩૦ની એક્ઝામ છે.
**********************************************************************************************

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર