બાબા એન્ડ્રોઇડ
બોલો બાબા એન્ડ્રોઇડ જી ની જય.... તમારા દરેક વિઘ્ન દૂર કરવા હવે થોડા જ સમયમાં બાબા એન્ડ્રોઇડ ખડેપગે હાજર રહેશે. અત્યારે જેમ રોટી,કપડાં, અને મકાન એ માનવજીવન માટે આવશ્યક જરૂરિયાત રહી છે અને વર્ષોથી દોડતી આવે છે,પરંતુ આ જરૂરિયાતોમાં બીજી ત્રણેક વસ્તુ પણ દેશ- દુનિયાના મહાન ધુરંધરોએ ઉમેરી છે. એ અતિ આવશ્યક વસ્તુઓ કે જેના વગર અત્યારે જીવવું એટલે કન્યા વગરના વરરાજા જેવું છે.. એના નામ છે વહાર્ટસએપ , ફેશબુક, ઇન્સ્ટાગ્રામ(જુવાનિયાઓ માટે ખાસ માર્ક ભાઈ એ બનાવ્યું છે)
તમને ખબર જ હશે કે અત્યારે બધા જ્યોતિશબાબાઓ દારૂ છોડાવો, મનગમતી છોકરી સાથે સગાઇ કરો, છૂટાછેડા, ગૃહકલેશ, વીઝામાં વિલંબ, ભાડુઆતથી દુઃખી, અને બીજું ઘણું બધું (a ટુ z સમસ્યાનો ઝડપી નિકાલ) અને પેલું વધારે મહત્વનું લવ મેરેજના સ્પશાલિસ્ટ.... આવા બધા નત-નવીન ભાત ભાત ના પ્રલોભનો પોતાની જાહેરાતોમાં છપાવતા હોય છે. અને "ભૂતને પીપળા મળી રહે" એવી કહેવત જેવું અત્યારે ચાલી રહ્યું છે અને એમનો ધંધો પણ અત્યારે આવા આધુનિકયુગમાં ધોમધોકાર ચાલી રહ્યો છે. "લોભિયા હોય ને ન્યાં ધુતારા કોઈ'દી ભૂખ્યે ના મારે".
અત્યારે મને જે રમૂજ પ્રસંગ યાદ આવે છે તે પ્રસંગને હું અહીંયા નીચે મારા શબ્દો વડે કંડારું છું...
એક વાર એક બાબા ઓલઓવર સોલ્યુસને એક જાણીતા અખબારમાં જાહેરાત અપાવી. દારૂ છોડાવો, પાન મસાલા છોડાવો, મનગમતી છોકરી સાથે સગાઇ કરો, છૂટાછેડા, ગૃહકલેશ, વીઝામાં વિલંબ, ભાડુઆતથી દુઃખી અને બીજું ઘણું બધું (a ટુ z સમસ્યાનો ઝડપી નિકાલ) અને એની નીચે બાબા ઓલઓવર સોલ્યુસનો સંપર્ક નંબર આપેલો હતો.
તો એક ભાઈએ એ અખબારમાં બાબા ઓલઓવર સોલ્યુસનો નંબર જોઈને કોલ(ફોન) કર્યો અને કોલરટ્યૂન વાગી "વિધિના લાખિયા લેખ લલાટે સાચા....." પછી બાબાએ ફોન ઉપાડ્યો અને પેલા ભાઈ બોલ્યા "બાબા મારી મદદ કરો, મારે તમારી મદદની ખુબ જ જરૂર છે. મારે દારૂ છોડાવવો છે. હું બઉ જ હેરાન પરેશાન થઇ ગયો છું. મેં તમારી જાહેરાત આજના અખબારમાં વાંચી હતી."
બાબા સામેથી ભસ્યા "બેટાં એ જાહેરાત નીચે મારુ રહેઠાણનું સરનામું આપ્યું છે ત્યાં આવી જાવ અને ફક્ત ૧૫૧ રૂપિયા બાબાની ફીસ છે "
પછી એ ભાઈ જ્યાં બાબાનું સરનામું હતું ત્યાં જલ્દીથી પહોંચી ગયા અને બાબાએ ભાઈને જોયા અને પછી એમના રૂમમાં બેસાડી બધી સમસ્યા વિશે વાતચીત કરી અને પછી એના ખહુરિયા ચેલાને કહ્યું કે "૫ નંબરના ખાનામાંથી ત્રણ દવાની થેપલી બનાવી આપ.."
એ બાબાના ચેલાએ ત્રણ પેકેટ બનાવી આપી દીધા અને એ પેકેટ બાબા ઓલઓવરે પેલા ભાઈને આપ્યા અને કહ્યું કે "લે બેટા એ લે જા, એક સુબહકો એક દોપહરકો ઔર એક શામકો ખા લેના......... ૧૨ દિનમેં દારૂ છૂટ જાયેગા ગા" અને ૧૫૧ રૂપિયા જમા કરાવી દો.
પેલો ભાઈ તો ભડક્યો અને કહ્યું કે "બાબા મારો દારૂ ચેકપોસ્ટ પર પકડાયો છે. એ ૩૦૦ પેટી છોડાવવાની વાત કરું છું"
સામેથી બાજુથી બાબા ઓલઓવર ભડક્યા અને કહ્યું કે "બેટા કાલથી હું આ સેવા માંથી રિટાયરમેન્ટ લેવાનો છું"
તો મિત્રો આવી જ રીતે મને એવું ૧૧૧.૧૧ % લાગી રહ્યું છે કે પાંચેક વરહ પછી બાબા એન્ડ્રોઇડ જેવા બાબાઓની પણ માર્કેટમાં ઉતારવાની સંભાવના છે, કેમ કે અત્યારે જે રીતે લોકો વ્યસન, દારૂ છોડાવવા મથી રહ્યા છે, પણ છૂટતા બઉ જ વાર લાગે છે અને અમુકને તો છૂટતો જ નથી. (નાનું જન્મેલું છોકરું માનું ધાવણ મૂકી શકે છે ,પણ હાઢીયાજેવા આદમી વ્યસન મૂકી શકતા નથી.)
એમજ પાંચ વરહ પછી લોકો સોસયલ મીડિયાથી છૂટવાના રસ્તાઓ શોધતા હશે ત્યારે નવા આધુનિક બાબા માર્કેટ માં ઉતરશે અને બાબાઓ લખશે સોસયલ મીડિયાના સ્પેશલિસ્ટ બાબા એન્ડ્રોઇડ ......
-હાર્દિક કુંભાણીના પ્રણામ
Comments
Post a Comment