જય રણછોડ........માખણચોર

જય રણછોડ........માખણચોર......જય જગન્નાથ બોલતા જાવ અને પ્રસાદ લેતા જાવ ચાલો જલ્દી.......તમને કદાચ આ વાતાવરણ યાદ તો આવીજ ગયું હશે કે આવું સુંદર દૃશય નિહાળવું કોને ના ગમે પ્રસાદી,ડીજે માં જગન્નાથના ગીતો પોતાના રથ ચલાવતા હોય આહાહાહાહા....
જય રણછોડ........માખણચોર......જય જગન્નાથ આવા સુંદર નાદ વાતાવરણને પ્રેમભર્યું કરી નાખે અને નાના મોટા સૌને આવા માદકતાભર્યા વાતાવરણમાં જવાની ખુબ જ ઈચ્છા હોય જ એ સ્વાભાવિક છે તો હવે થોડા જ સમયમાં આપણા સૌના લોકલાડીલા જગન્નાથ મહારાજ સાથે સુભદ્રા(ક્રષ્ણ અને બલરામના બહેન) અને બલરામ(ક્રષ્ણના ભાઈ) પધારી રહ્યા છે.
આ તહેવાર છે અષાઢી બીજનો અને ખાસ તો જે ભણતા હોય એમની નિશાળમાંથીરથયાત્રાના આગળના દિવસે ફક્ત એવી સૂચના માઈકમાંથી આવે કે "આવતી કાલે તારીખ ૨૫ જૂન ૨૦૧૭ના રોજ રથયાત્રા હોવાથી આવતી કાલે શાળાનુ શૈક્ષણિક કાર્ય સંપ્રુણપણે બંધ રહેશે અને ૨૬ જૂન ૨૦૧૭ ના રોજથી શાળા રાબેતા મુજબ ચાલુ રહેશે" ત્યાં તો આ સૂચના સાંભળીને છોકરાઓ રાજીના રેડ થઇ જાય..અને એ રાજાનો આનંદ હોય અને જોડે પાછો પેલા જાંબુડા-ફણગાવેલા મેગ-સરબત-ઘાટી રાબડા જેવી છાશ અને બીજી ઘણીયે નત-નવીન ખાવા- પીવા- ફરવાની વસ્તુઓ આહાહાહાહાહાહા.......
અષાઢી બીજની આગળની સાંજે જે લોકો દર વર્ષે પ્રસાદી અને સ્ટોલ નું આયોજન કરતા હોય એ બધા જ મંડળો આગળની સાંજે જ રથયાત્રાની તૈયારીમાં જ વ્યસ્ત થઇ ગયા હોય છે.
હવે જે ખુશનુમા સવારની તમને બધાને રાહ હતી એ આવી ગઈ છે આજે અષાઢી બીજ..... સવારે ઘણા લોકો વહેલા ઉઠીને આજુ બાજુમાં જ્યાં પણ પ્રસાદીનું વિતરણ થતું હોય ત્યાં પ્રસાદી લેવા ફટાફટ પોહચી જતા (કેમ કે પ્રસાદી ખલાસ થઇ જાય એની બીક લાગે) અને થોડી પ્રસાદી કોથળીમાં ભરીને ઘર માટે લેતા જાય .
ઘણાય છોકરાઓ કે જેમના જોડે સારી-નરસી બે પૈડાં વાળી સાયકલ હોય એ છોકરાઓ જ્યાં જગન્નાથની સવારી આવવાની(સરસપુર,કાલુપુર ,પોળ )હોય ત્યાં સાયકલ લઈને કીચુડ કીચુડ કરતા પેન્ડલ મારતા મારતા એ રથયાત્રાના જીવંત દર્શન કરવા પોહચી જાય.

ત્રણેય રથને બળિયા પુરુષો પ્રેમપૂર્વક પુરી તાકાતથી હંકારતા હોય છે. અને એ જગન્નાથ ,શુભદ્રા ,બલરામના સાક્ષાત રથના દર્શન કરવાની મજા આહાહાહા...વળી પાછું એમાં ઉમેરાતા મેળામાં નાતનવાં કલાકારો પોતપોતાના ટેલેન્ટ રજુ કરતા જોવા મળે છે. અખાડાવાળા ,ગંજીપતાંવાળા , ટેટૂવાળા, રમકડાંવાળા, અને બાળકો માટે પેલા ઠંડા મજાના ગુલ્ફીવાળા...
જે લોકો(પતિઓ) રથયાત્રા જોવા ન ગયા હોય એ લોકો બજાર ફરીને ઘરે આવે એટલે એની ઘરવાળીને કહે કે અરે ટીવી તો ચાલુ કર.. જોઈએ તો ખરી કે રથયાત્રા ક્યાં પુ'ગી છે. પછી એની ઘરવાળી ટીવી ચાલુ
કરીને રિમોટ એમના પતિને આપી દે હવે તમારે જે કરવું હોય એ કરો, મને રસોઈ બનાવવા દો.. હજી મારે કેટલું કામ પડ્યું છે.... અને પછી પતિ સમાચાર કરી રથયાત્રા જુવે અને પછી રથયાત્રા પાછળ હોય કે આગળ પણ એ તો એમજ કહેશે કે "હજી તો ઘણીયે દૂર છે હજી વાર લાગશે" અને આમ થોડી વાર જોવે અને પછી બપોરે બનાવેલું પુરી- છોલે,કેરીનો
રસ,ખમણ,સમોસા,દાલ ફ્રાય-જીરારાઇસ આહાહાહાહા... આખું ભાણું ઝાપટીને કુમ્ભકર્ણની જેમ સુઈ જાય.
અને બપોરપછી ૫ વાગે પાછું ટીવી ચાલુ કરવા કહે અને એનું
એજ બોલે હજી એ રથ પોંહચવાની થોડી વાર છે અને બફારો બૌજ છે. એ ધુરંધરને ઘરે બેઠા બેઠા પંખા નીચે બફારો લાગે (એને ભગવાન ને ફરવા નથી દેવા મંદિરમાં જ બેસાડવા છે)
અને સાંજે પણ આજ રિપિટ થાય ....
આવી રીતે ત્રણેય રથ શહેરમાં(મોસાળમાં) ફરીને પાછા પોતાના મુકામે પોહચે. અને ત્યારે પેલા ભાઈને નિરાંત થાય

.
બોલો શ્રી જગન્નાથ મહારાજની
જય
જય રણછોડ....માખણચોર
-હાર્દિક કુંભાણીનાં પ્રણામ

Comments

Post a Comment

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ