ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન
ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન
મને આમ તો અજીબ લાગે છે આના વિશે વિચારતા અને વાત કરતા કારણ એ છે કે ૧૦ વરહ પેલા ૧ બીએસએનલના ડબલા લેવાના ફાંફા પડતા હતા અને આજે એક ઘરમાં ૧૦- ૧૦ ફોન(બધા ભેગા થઇ ને ડાબલા સાથે ) તો હોય જ ,અને રહેવાવાળા લોકો ૪ કે ૫ જ હોય. જયારે આપણે નાના હતા ત્યારે આપણે કોઈક કહે કે હવે એવા ફોન આવવાના છે ને કે એમાં એકબીજા ના ડાચાં(મોઢા) દેખાય ,એ ક્યાં છે એ પણ દેખાય. ત્યારે આપણને એમ થતું કે મારા દીકરા એવું કરતા હશે કેવી રીતે ??!! . કેમ કે ત્યારે આપણા ગામમાં તો આજુ બાજુના ૫૦ ઘર માંથી કોઈક એકાદ ના ઘરે ફોન હોય અને એ પણ બીએસએનલનું ડબલુ. કોઈક આજુ બાજુ ના સબંધી નો ફોન આવે ત્યારે તેઓ કહેતા ઓલા છેલ્લા ડેલાવાળા ચંપાબેનના મામા બોલું છું ગોરધનભાઈ.... અને ગોરધનભાઈ કહેતા "તમે એમને બોલાયાઓવેને"...પછી જેના ઘરે ફોન હોય એ તો બોલવા જાય નહિ કેમ કે ઈ જમાનામાં તો વટ હતો ટીવીવાળાનો,ફોનવાળાનો,મોટરસાઇક્લવાળાનો..
પછી કોઈક બાર છોકરા રમતા હોય એમાંથી કોઈક એક ને ચંપાબેનને બોલવા મોકલે. અને ચંપાબેન ય પાછા પોચીપાની એ હાલતા થાય અને જેના ઘરે ફોન હોય ત્યાં પોગે ત્યાં તો હાંફી જાય અને પછી બોલે "મારા રોયાએ અત્યારમાં ફોન કર્યો" અને ચંપા ત્યાં પોગે ત્યાં સુધીમાં તો ૨૦ મિનિટ તો એમનમ પુરી થઇ ગઈ હોય અને ત્યાંથી ગોરધનભાઈ ય હાલો હાલો મંડાણા હોય. અને પછી ચંપાબેન ત્યાં ફોન પર કલાક જેવું ચોંટી પડે અને આખા ગામ ની આમથી આમ કરી નાખે અને કંઈક એવું બોલે "મામા તમને ખબર છે ઓલા છગનઆતાની છોરી ભમરાળી ભાગી ગઈ ઓલા સવજી ના છોકરા ને લઈને" પછી ત્યાંથી ગોરધનભાઈ બોલે "અરરરરરરર ...ભમરાળી.સવજી ના છોકરા માં તો કઈ નથી આવરો છે" આવી રીતે બધી વાતો ચાલતી હોય ,,,આપણે બઉ ગોરધનભાઈ અને ચંપાબેનની વાતો માં નથી જવું..અને હવે ટપાલ માં જઈએ......
પેલાના સમયમાં ટપાલનો બઉ જ ઉપયોગ થતો,અને સૌથી વધારે ઉપયોગ તો જેની નવી નવી સગાઇ થઇ હોય એ કરતા. કોઈ ની નવી સગાઇ થઇ હોય ત્યારે એ છોકરી રૂમાલમાં દિલ દોરી ને અને પત્રમાં દિલની વાતોકરીને અને છેલ્લે લખે કે તમારા ગામ માં વરસાદ કેવોક છે,અમારે અહીંયા બઉ જ સારો વરસાદ છે,પાણી વયા ગયા એવો વરસાદ છે,અને વાવણીએ થઇ ગઈ..બધા ને મારા જય શ્રી ક્રિષ્ના કેજો એવું બધું પત્ર માં લખી ને ગામ ના ટપાલી ને આપ્યા વે...અને તમને ખબર હશે કે એ ટપાલ સામે વાળા ને પહોંચતા ૨ મહિનાતો જતાજ રે...
અઢી મહિના પછી ટપાલ એના મંગેતરને પોહચી.અને ત્યાંતો ચોમાસુ એ પૂરું થઇ ગયું હોય અને ધગધકતો,અગ્નિ વરસાવતો તડકો પડતો હોય અને આ છોકરા ને આમ થાય કે આના(છોકરી) ગામમાં આવા ભરઉનાળે વરસાદ કયાથી આવ્યો?? પછી છોકરા ને જવાબ માં કંઈક તો લખવું પડે અને છોકરો લખે,"તારો આ પ્રેમભર્યોરૂમાલ મને બઉ જ ગમ્યો અને એ હંમેશા મારી સાથે જ રાખું છું અને પછી આઈ લવ યુ લખે અને પછી વરસાદ નો જવાબ આપે કે અમારા ગામ માં છાંટોય નથી ,તને છાંટો છે કે નહિ આવા ભરઉનાળે વરસાદ ક્યાંથી પડે ,,અમારા ગામ તો તડકા પડે છે ,તમારે કેવાક તડકા પડે છે" એટલું લખી એ પણ ટપાલી ને અપ્યવતો અને એનો પત્ર પણ અઢી મહિને પોચતો ........અને આમ ને આમ હાલ્યા રાખતું ............
અત્યારે તો ફેસબુક પર ઓનલાઇન સગાઇ થાય છે. એકબીજાના મોઢા વિડિઓકોલ માં સામસામે જોઈ લે અને પછી પસંદ આવે તો સ્ક્રીન પર જ કંકુ અને ચોખા લગાવી અને સગાઇ પુરી કરે કારણ અત્યારે કોઈની પાસે ટાઇમ જ નથી ને.... જે લોકો આડીલાઈને હતા ,એ બધા અત્યારે ઓનલાઇન થઇ ગયા છે.....અને અત્યારે ઘણા લોકો ને મેં જોયા છે કે જયારે કોઈક છોકરી સામેથી આવતી હોય તો છોકરો ફોન ખીચામાંથી બહાર કાઢીને લોક ખોલી ને પેલી જતી રહે ત્યાં લગી હાથમાં રાખે અને પછી પાછો લોક મારી ને ખીચામાં નાખી દે...
ત્યારે હું વિચારું કે આ લોકો ને શું મળે છે આમ કરવાથી?? મને નઈ લાગતું કે કઈ મળતું હોય,હા બેટરી બગડે એ ૧૦૦ % ની વાત
કોઈ છોકરોએ એની જિંદગીમાં રાતે ૨ વાગ્યા સુધી ઉજાગરો ના કર્યો હોય એવા છોકરા સ્માર્ટફોન આવ્યા પછી ૩ વાગ્યા સુધી એમાંનેએમાં જ પડ્યા રહે અને ૩ જ વસ્તુ વાપરવાની(ફેસબુક,વહાર્ટસપ,ઇન્સ્ટાગ્રામ),અને અત્યારે ઘરના લોકો ને એકબીજા સાથે વાત કરવાનો ટાઈમ નથી કેમ કે જેવા ઘરે આવી ને જમી લે કે તરત જ ઓનલાઇન.........હું તમને એક સારી ટ્રીક આપું કે દરેકે એક ફિક્સ ટાઈમ નક્કી કરવો જોઈએ કે હું દિવસ ના ૩ લાક જ સ્ક્રીન નો ઉપયોગ કરીશ(એ સ્ક્રીન માં ટીવી,ટેબ્લેટ,લેપટોપ, સ્માર્ટફોન બધું જ આવી ગયું)
અત્યારે પેલા જીઓ અને વિવો એ તો ધૂમ મચાવી દીધી છે જ્યાં જોવો ત્યાં એની એડ્વર્ટાઇઝ ,હવે તો એવો વિચાર આવે કે આ વિધાનસભા અને પાર્લામેન્ટ જ બાકી છે બાકી બધી જ જગ્યા એ એની એડ્વર્ટાઇઝ છપાય ગઈ છે,અને શહેર ના છોકરા-છોકરી ઓ વેકેશન કરવા જો ગામડે ગયા હોય તો ૬ દી માં તો પાછા ઘરે આવતા રહે કેમ કે એ લોકો ને હાઈસ્પીડ નેટ ની લત લાગી ગઈ છે અને ગામડામાતો માંડ માંડ હજી ૩જી આવ્યું છે એમાં મુકેશભાઈ ૪જી કેમ પોગાડે??!!!
ગામડા બધા છોકરા એવા પરેશાન થઇ ગયા હોય કે જાણે આખી રાત ખેતર માં પાણી વાળી ને આવ્યા હોય એવા , આમથી આમ ધોકા માર્યા જ કરે ,ફોન ઉંચો કરી ને ટાવર પકડવાની કોસીસ કરે જાણે એના દાદા એ પોતાનો ટાવર નખ્યો હોય ,એકદમ લંઘાઈ ગયેલા રીગણા જેવા થઇ જાય અને આમ ને આમ મજબૂરી માં દિવસો પસાર કરે........
નથી મળતો સમય પ્રેમ થી વાતો કરવા માટે,ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે???
-હાર્દિક કુંભાણી ના પ્રણામ

Comments
Post a Comment