રસોડાનું મૌન વ્રત
તારીખ : ૦૪/૦૩/૨૦૧૮ સમય : ૧૦ :૦૦ પી એમ
છેલ્લા બેક દિવસ થી એકાદ બે વસ્તુ પર લખવાની ઈચ્છા વ્યક્ત
થઇ છે. એક તો આપણી બધી રસમોની સાચી જાણકારી અને બીજું છે જે લોકો આપણા માટે બધું કરતા હોય
પણ પરોક્ષ રીતે કે જે આપણને ક્યારેય મળતા ના હોય જેમ કે, ખેડૂત, સૈનિક, ઈશ્વર,
ગાય.
આજે સવારે આઠેક વાગે આખો ઉઘડી. રવિવારે મોટેભાગે બધા મોડે
ભાગે ઊંઘતા હોય છે. પછી સવારે રવિ નો કોલ આવેલો કે હું આવું છું. કેટલા વાગ્યે આવ્યો
એ ખબર નથી પણ આવ્યો તો ખરા બધી બુક્સ લઇ ને. એ બૂક ને એના ખાતા માં જમા કરી બીજી
બે બૂકો વધારી. સવારે અમુક ઘરો માં મોર્નીગ્યા(પ્રભાતીયા) ચાલતા હોય છે. એ સાભળવાની
મજા આવે. સવાર ના પેટ માં ઉંદર બુગાટી લઇ ને આટા મારતા હતા. પછી અગ્યાર વાગે હું
અને રવિ શુકન આગળ સેવ ખમણી અને ખમણ ખાવા માટે ગયા. વીસ રૂપિયા ના ખમણ અને વીસ
રૂપિયાની સેવ ખમણી ખરીદી અને પછી લારી ની બાજુ ના ઓટે છાયડા માં જગ્યા કરી ને
ખાધી. મજા આવી ગઈ. ખાધા પછી ઓલી પાણી ની નાંણ આવે એમાંથી પાણી પીધું. હતું સારું
ટાઢું બોળ.
આવતી વખતે એ મને ઘરે ઉતારી એ એના ઘરે ગયો. આપણું તો એંસી
ટકા ભોજન થઇ ગયું હતું. છતાં પણ જો કઈક સારું જમવા મળે તો આ દેહ કઈ ના ન કહે. અને
તરત જ પપ્પા નો કોલ આવ્યો કે તમારે શું જમવું છે? . એમેણે કહ્યું કે અમે ફઇ ની લોજ
પર છીએ. તમારે જમવું હોય તો ત્યાંથી લેતા આવીએ. મેં કીધું કે “હા લેતા આવજો”.
અડધોક કલાક પછી છોલે ભટુરે અને શાક રોટલી આવી ગયું. બપોરે થોડુક એ જમ્યું પછી હું
મારો લબાચો લઇ ને બેડરૂમ માં જતો રહ્યો.ત્યાં બેઠો બેઠો મારા મનપસંદ એકલતા ના
વિડીઓ જોતો હતો. વચ્ચે વચ્ચે કોઈ સાથે(શું લખું ચં*જી) સવાંદ પણ થઇ જતો. ઘણા બધા વિડીઓ જોયા યુ ટુબ પર.
આજે બપોરે બારેક વાગે સામે વાળા ઘનશ્યામભાઈ દેવાણી સુરત થી અહિયાં આવ્યા હતા. એટલે
બપોર પછી એમણે ચા પાણી માટે બોલાવ્યા હતા.
પાંચેક વાગે હું અને મોહિત અમે બંને ઘણા દિવસ પછી રુસીકેશ
ગાર્ડનમાં ગયા.પહેલા અમે સવારે છ વાગે અને
સાંજે પાંચ વાગે એમ બે ટાઇમ ગાર્ડન માં ચાલવા ફરવા જતા હતા. એટલે મને એ યાદ આવી
ગયી હતી. ત્યાં બેઠા બેઠા પહેલા તો જેવી રીતે અર્જુને કુરુશ્ર્તેની વચ્ચે જઈ ને બધી ગતિ વિધિ નિહાળી હતી. એવી જ
રીતે મેં અને મોહિતે ગાર્ડન ની વચ્ચે જઈ ને બધું જોયું. અમે જે જગ્યા એ બેઠા હતા
ત્યાં બાજુ માં બેઠેલા એક શિક્ષિત બહેન વાત કરી રહ્યા હતા કે “છોકરા નું જ્ઞાન
સ્કૂલ કે કોલેજ ઉપર નહિ પણ એક શિક્ષક પર આધારિત હોય છે”. સ્કુલ/કોલેજ માં એસી કે
ટેકનોલોજી હોવાથી જ્ઞાનનું પ્રમાણ માપી શકાતું નથી. એ તો એક આરામ દાયક ફેસેલીટી
છે. કોઈ જ્ઞાન નથી. એવી જ રીતે શહેરો માં ડોકટરો કે હોસ્પિટલ નું પ્રમાણ વધે તો
આરોગ્ય ની ગુણવત્તા વધી ના કહેવાય. એ ઘટી કહેવાય. ત્યાં બેઠા બેઠા નત નવા પેતરા
કર્યા. ત્યાં બેઠા બેઠા nature એમ english માં તણખા ઓથી લખ્યું અને ફોટા પડી ને
વ્હાત્સપ્પ ના સ્ટેટસ માં શેર કર્યું. બવું જ મજા આવી ગયી. પછી એ વીખી નાખી ને ઓશો
લખ્યું. ઓવન શાંતિ અને ઓવન ખુશી.
સાતેક વાગયે ત્યાંથી ખંખેરી મૂકી. ઘરે આવી ને બેઠો. હજી ઘરે
મારા પપ્પા કે મમ્મી આવ્યા નહોતા. પછી એમનો કોલ આવ્યો કે અમે સમોસું,કચોરી અને
થોડુક ફરસાણ લાવીએ છીએ. પછી સાંજે એ જમ્યું. ટુક ને ટચ આજે તો આખો દિવસ રસોડા ને
શાંતિ હતી. આખા દિવસ નું મૌન. અને આજે તો ડીજીટલ ડાઈરી લખવાની..આવજો
-પ્રણામ
Comments
Post a Comment