એક ઈતવાર કાંકરિયા કે નામ(મેરે લિયે વાંચન)

તારીખ : ૨૦-૫-૧૮ સમય:૨૧/૫ એ ૪:૨૭ પી એમ

એક ઈતવાર કાંકરિયા કે નામ(મેરે લિયે વાંચન)

રવિવારની ડીજીટલ ડાયરી લખવાનો સમય જ સોમવારનો થઇ ગયો હોય એવું મને અંદરખાને લાગી રહ્યું છે. આજે તો મારે રવિવારની રજા નહિ પણ વાચવાનીણી રજા છે. કેમ કે અત્યારે મારે જીટીયુની એક્ઝામ ચાલે છે.અને મંગળવારે કોમ્પ્યુટર નેટવર્કનું પેપર છે. એક સ્ટેટ નું પપેર તો જતું રહ્યું. અને એમાં તો પાક્કી ગળા સુધી આશા છે કે એટીકેટી આવવાની જ છે. જીવન માં બને એટલા આશાવાદી માણસ બનવું. હા તો આજે તો મેં એક યુ ટ્યુબ ચેનલ ને પકડી લીધી હતી. એમાં વિડીઓ જોતો હતો. અને આમ પણ મને ભણવાની બૂક વાચવાની કંટાળો આવે. નોવેલ ,વાર્તા,ફીલોસોફી,સાયકોલોજી તો જેટલી કહે એટલી વાંચીએ એમાં તો મજા જા આવ્યા કરે. અને આમ પણ વાચવાની બપોરે જમ્યા પછી જ મજા આવે. તો બપોર સુધી તો આમ થી તેમ હડકા માર્યા. બપોર વચ્ચે બેડરૂમ માં વાચવા બેઠો. બધા એસી માં સુઈ ગયા હતા. પછી બધા ઉઠ્યા અને મમ્મી એ ચા બનવ્યો. બધા એ ચાની ચૂસકી ચડાવી. મેં નહિ હો. મેં એક બિસ્કીટ ખાધું(અને એ પણ ક્રીમ વાળું). ચા પિતા પિતા મારા પીતા બોલ્યા કે કાંકરિયા જવું છે. 

વૈશાલી,જલ્પા,અને મમ્મી ત્યાં બેઠા હતા. થોડીક વાર બધા એ હા ના કરી પણ અંતે જવાનો નિર્યણ આવ્યો. અને એ પણ ટેક્ષી માં અને  થોડીક જ વાર પછી જય ઉઠી ને બહાર આવ્યો. એને કાંકરિયા જવાનો રસ નહોતો. પણ જેવું એમ કીધું કે અમે ટેક્ષી માં જવાના છીએ તો ભાઈ એ તરત જ હા પડી દીધી.

પછી મેં મારા મોબાઈલમાં ઉબેર અને ઓલા અપ્લીકેસન ડાઉનલોડ કરી. પછી બધી ટેક્ષી જોઈ. પછી એમાંથી ઓલા ની એક ટેક્ષી બૂક કરી. ગાડી નંબર,ગાડી નામ :સ્વીફ્ટ ડીઝાયર વાઈટ કલર   અને ડ્રાઈવર નું નામ અને સંપર્ક નંબર પણ આવી ગયો.પછી પપ્પા ને એ બધા નીચે જઈ ને ઉભા રહી ગયા. થોડીક વાર પછી ગાડી ઉમા સ્કુલ પાસે આવી ગઈ. બધા એમાં બેસી ને કાંકરિયા જવા ઉપડી ગયા. અને હું એ ગાડી ટ્રેક કરતો હતો કે એ બધા ક્યાં પોહ્ચ્યા.પછી તરત જ મેં પપ્પા ને કોલ કર્યો. કે કેટલા રૂપિયા થયા? અને પોહચી ગયા ને એમ. આમતો મને મારા ફોન માં બિલ બતાવે જ પણ ચકાસવા માટે ફોન કર્યો હતો. પછી હું મેંન રૂમ માં જઈ ને ૫૨” ઇંચ ના એલઈડી માં ઈઝી એન્જીનીઈરીંગ ક્લાસ ના વિડીઓ ચાલુ કર્યા. બોસ ભણવાની મજા આવી ગયી. 

પછી સાંજે ૯ વાગી ગયેલા. અને ભૂખ બરોબરની લાગેલી અને એ લોકો કાંકરિયા થી પાછા ફરે એની જ રાહ હતી. એટલે નવક વાગે પાછો પપ્પા નો કોલ આવ્યો કે હાર્દિક ટેક્ષી બૂક કરાવી દે કારણ કે અહિયાં રીક્ષા ના પણ ૧૫૦ રૂપિયા કહે છે . પછી મેં ઉબેર માં ટેક્ષી બૂક કરાવી.  અને એ પણ ઈકો. પણ પછી એમાં પહેલી બૂક કરાવેલી ગાડી માં થયું એવું કે ડ્રાઈવર એ કહ્યું કે પાંચ જાણા છો તો તમે કઈક સમજી લેજો. પછી અગમ્ય કારણોસર બીજી ટેક્ષી બૂક કરવાની ફરજ પડી. અને એમણે થોડી વાર લગાડી પણ એના જેવા કોઈ નાટક ના કર્યા. પછી એ લોકો આવી ગયા.


અને મને ક્રિશ્ના ભાજીપાવ માં બોલાવ્યો અને મને ભાજીપાવ તો ભાવતા નથી પછી મેં અને પપ્પા એ પુલાવ ઓર્ડર કર્યો. બે પુલાવ અમે બંને ખાઈ ગયા. પછી એનું બીલ આપી ઘરે આવી ને. ફોન પર સંવાદ કરતો હતો......ગૂડ નાઈટ  સમય :૧૭ :૫૨   

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર