ગાંધી સાથે ગાંધી આશ્રમમાં એક મુલાકાત
તારીખ:૧૧ માર્ચ ૨૦૧૮ સમય : અત્યારે વાગ્યા છે ૧૨ માર્ચ ના
૧૧:૨૭ એ એમ
કાલે સાંજે યાર ખુબ જ થાક લાગ્યો હતો એટલે આવી ને તરત સુઈ જ
ગયો હતો.માફ કરજે મારી ડીયર ડીજીટલ ડાયરી. આની પહેલા પણ એક વાર આવું થયેલું.
આશા છે ક્ષમા કરી દેશો.
આજે સવારે એટલે ચેતવણી : આ બધી વાત ૧૧ માર્ચ ની છે . હા તો
આજે સવારે કેટલા વાગે ઉઠ્યો હોઇસ?? ખબર નહિ પણ ઉઠી ગયો. નાઈ ધોઈ ને પછી કાલે સાંજે
લાવેલું લોટ્ટો ચોકો પાઈ ખાધું મજા આવી ગઈ. એટલું ખાઈ ને હું બાઈક માં પેટ્રોલ
પુરાવવા માટે રીંગ રોંડ વાલા પેટ્રોલ પંપે હું અને મોહિત અમે બંને ગયા. કારણે કે
આજે અમારે ગાંધી આશ્રમની મુલાકાત લેવાની હતી. હું આટલા વર્ષથી અમદાવાદ માં રહુ છું
પણ ક્યારેય ગાંધી આશ્રમ ગયો નથી. આમ તો ગાંધી બાપુ પ્રત્યે પ્રેમ તો બવું જ એ તો
બધા ને હોયજ હાહાહા. સંધાય ના પાકીટમાં ઓછા માં ઓછા એકાદ બે તો ગાંધી ના ફોટો તો
હોય જ. ગાંધી વગર તો બધું નકામું. અમે કેટલા જણા ત્યાં જઈએ એ કઈ નક્કી નહોતું. પણ
મારે જવું હતું એ તો કાલે સાંજ ની ઘૂરી ચડી હતી.
પેટ્રોલ પુરાવીને આવીને નીચે બાંકડે બેઠા બેઠા બધાને ફોન
કરતો હતો કે “આપણે ગાંધી આશ્રમ જવું છે તારે આવવું છે ?” કોઈએ હા પડી કોઈએ ના પડી.
અનીશ,જૈમીન, આકાશ, રવિ, ગોપાલ,સતીશ,અશોક, જય આ બધા ને વારા ફરતી કોલ કર્યો હતો. આ
પ્રોસ્પેક્ટ લીસ્ટ માંથી ત્રણ જણા આવવા માટે તૈયાર થયા. કડિયા,કરલી, સાવલિયા,
કુંભાણી. પછી એમ થયું કે ચાલો આટલા તો આવે છે હાસ. હવે અમે બધા બપોરે ભોજન ગ્રહણ
કરી ને બાપુ સાથે સંવાદ કરવા જવાના હતા. બપોરે ચાઈનીઝ ચમોસા, પાત્રા, ખાંડવી અને
શાક રોટલી જમી ને અમે બધા નીકળ્યા સફર કરવા.
તડકો તો વધારે હતો નહિ એટલે મજા આવી બાઈક ચલાવાની. અને આમ
પણ જે માણસ અમદાવાદ માં રહેતો હોય એને તડકા જોડે મનમેળ કે છેડાછેડી બાંધવી જ પડે.
એના સિવાય છૂટકો નથી. નીકળતી વખતે બાઈકની હુક ને એક હેલ્મેટ પહેરાવ્યું હતું.
આપણને તો નાખવું જ ગમે નહિ. આતો શું કે ગાંધી ને મળવા જઈએ છીએ ને રસ્તા માં ગાંધી જ
જતા રહે તો ડખો થઇ થાય. એટલે આ પગલા લેવા પડ્યા. તમારે કોઈને આવું કરવું નહિ હો.
આપણે ગણપતિ ની જેમ બે મોઢાનો વિકલ્પ નથી બાઈ ગુજરાત સરકાર. ગાંધી આશ્રમ પોહચી ને
અશોકભાઈ સિસ્કો વાળા ની વાટ જોઈ રહ્યા હતા. એ સાહેબ ચાલતા ચાલતા આર ટી ઓ થી બાપુ
ને મળવા આવતા હતા. પેલું વાક્ય છે ને “હમ ચલતે ગયે કારવા બનતા ગયા, હમારા ઔર કુચ
નહિ હે”.
ત્યાં પોહ્ચ્યા પછી પહેલા તો જેમ આપણે લગ્નમાં વિધિ હોય કે ગણપતિ ને બેસાડવા
પડે એમ જ આપણી નવી વિધિ કે સેલ્ફી (પોત્યું) પડવાનું. હા તો અમે બધા એ ઘણી બધી
સેલ્ફી ગાંધી બાપુ પાસે લીધી. પછી અપલોડ કરી વ્હોત્સપ્પ પર, આમ તો બધા સોસીયલ
મિડિયા પર પોસ્ટ કરી દઈએ પણ એમાં પાછી આળસ આવે. એટલે એકાદું મીડિયા કાફી છે. “અત્યારે
કોઈ માણસ ફરવા ગયો અને પોસ્ટ કે સ્ટેટસ મુકે નહિ તો એ માણસ મહાન કહેવાય*terms and
condition apply”
સેલ્ફી લીધા બાદ ત્યાં ગાંધી બાપુ એ લખેલા પત્રો અને એમના જીવન
ની ડાયરી થોડીક થોડીક વાચી. પણ પ્લેસ સરસ છે. હું તો પહેલી વાર ત્યાં ગયો હતો. એટલે
મજા આવી અને જગ્યા પણ વિશાળ છે. અમે ત્યાં ફરી ને બેઠા હતા ત્યારે એક વિદેશી છોરી
આવી ને અમને કહ્યું “હેલ્લો ફ્રેન્ડસ હાવ આર યુ? ટુડે માય પાપા બર્થડે સો કેન યુ
વિશ તટુ માય પાપા” પછી અમે એણે ડ્રો કરેલું એક ચિત્ર લઇ ને અમે બધા ને હેપ્પી
બર્થડે એમ વિશ કર્યું અને એમણે અમારો શોર્ટ વિડીઓ ઉતાર્યો. પછી મેં થોડાક સવાલ
કર્યા અહિના વેધર(તાપમાન), લોકો(બિહેવિયર ઓફ ઇન્ડિયન પીપલ). એ છોરી એ કહ્યું “વેરી
હોટ વેધર એન્ડ ગૂડ પીપલ. પછી ત્યાં અમે ત્યાની લાઈબ્રેરી માં ગયા. સારી હતી
લાઈબ્રેરી અને એમનો શોપ પણ હતો. અને રવિ ને આજે શક્તિ માં જવાની ઈચ્છા હતી. તો અમે
બધા એ ત્યાંથી બાઈક ડાઈરેકટ લો ગાર્ડન બાજુ લીધી. ત્યાં જઈ ને પહેલા તો અમે બેર્લી
સોડા માં સોડા પીધી ત્યાર બાદ લો ગાર્ડન માં જઈ ને લીલા મહેકતા ઘાસ માં બેઠા. અને
એક વિડીઓ પણ બનાવ્યો. અને ગાર્ડન માં એક ચક્કર પણ લગાવી લીધો.પછી જયારે અમે બધા
અંદર બેઠા હતા ત્યારે બહાર થી એક મોટું ગ્રુપ આવ્યું અને કહેવા લાગ્યા કે “દબાણ
વાળા આવ્યા છે” તો અમે બધા દોડી ને બહાર ગયા અને અમારી બાઈક સહી સલામત જોઈ દિલ ને
હાશકારો મળ્યો. પછી ફટાફટ બાઈક શક્તિ સામે પાર્ક કરી ને શક્તિ સેન્ડવીચ માં ગયા. ત્રણ
ગ્રીલ મેક્સિકન અને એક સાદી સૈજ્વાન ઓડર કરી.
એ સેન્ડવીચ ખાધા પછી રવિ એ પાછી મકાઈનો એક વાટકો લીધો. અને
અમે અંદર પાણી ની બોટલ લેવાને બદલે બહારની પાચ પાણી ના પાઉચ લીધા. હાહાહા. પછી પાછા
લો ગાર્ડન માં બેસવા જતા રહ્યા. બેઠા બેઠા મજા કરી. કોઈ ગીત સાંભળે કોઈ પ્રકૃતિ
નિહાળે. કોઈ વિડીઓ બનાવે. ત્યાં અમે છ વાગે અમે બધા વિખુટા પડ્યા. બધા પોતપોતાને
ઘરે જવા નીકળ્યા. જયારે દોસ્ત ભેગા થયા હોય ને ત્યારે એમ થાય કે આ પળ જવી જ ના
જોઈએ.
ત્યાંથી નીકળ્યા બાદ શ્યામ શિખર પોચ્યા પછી એક સીસોડા પર
શેરડી નો રસ પીધો. મજા આવી ગઈ. આજે તો પેટ પણ ઊંચું મોઢું કરી ને ઉપર આંખો કરી ને
બેઠું હશે કે “આ શું બે બે કલાકે કઈ ને કઈ નાખ નાખ કરે છે, એને તો બસ નાખવું મારે
અહિયાં ઉધાર જમા કરવામાં તકલીફ થાય છે” હા હા હા શેરડી નો રસ પીય ને હું અને આકાશ
એના ઘેરે ગયા. ત્યાં કુલદીપ નો કોલ આવ્યો કે હું આવું છું. પછી અમે ત્રણેય ૧૦
વાગ્યા સુધી એના ઘરે બેઠા. અને શું કર્યું હોય? વાતો હા બસ એ જ વાતો કરી. અગ્યાર
વાગે હું ઘરે જવા નીકળ્યો. ઘરે જઈ ને ફટાફટ હું સુઈ જ ગયો. તને મિસ કરતો હતો યાર
રીયલી મારી જાનું ડાયરી.
* એન્ડ્રોઈડ ફોન જરૂરી છે
-હાર્દિક કુંભાણીના પ્રણામ સમય:૧૨ : ૧૮ એમ
Comments
Post a Comment