એક ઇતવાર ગાયત્રી હવન કે નામ

તારીખ : ૨૫/૦૩/૨૦૧૮ સમય : ૨૬/૦૩ ના ૨ : ૦૮ પી એમ ચોઘડિયું : ખબર નથ.
એક ઇતવાર ગાયત્રી હવન કે નામ

હમણા છેલ્લા બે ત્રણ દિવસ થી તો ડાયરી ને યાદ કરવાનું જ ભૂલી જવાય છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે આપણે આપણી ડાયરી તો લખીએ છીએ પણ ક્યારેક ક્યારેક તો પરાણે પરાણે ડાયરી લખતા હોય ને એવું લાગે. પણ કરીએ પણ શુ? પોતાના મન ને જ વચન આપી ને બેઠા હોય શોભા ના ગાઠીયા ની જેમ.પેલા બાલમંદિર ના છોકરા ને હાથ પકડીને પરાણે પરાણે કક્કો અને એકડા ઘુટાવતા હોય ને એમ જ ડાયરી અને મન બંને ભેગા થઇ ને આપણી માથે ચડી જાય. અને જો કદાચ એકાદું દિવસ પણ લખાવાનુ રહી જાય તો મોઢું ચડાવીને કપડા(એ પાનું કોરું હોય એટલે)  પહેર્યા વગરની બેઠી હોય .

આજે તો સવારે ઉઠી ને નાવા માટે બાથરૂમ માં ગયો ત્યારે નાતા નાતા જ વિચાર આવ્યો કે અત્યારે હમણા એસ પી ના ઢોસા ખાવા જવું છે. અને આજે રામ નવમી નો પર્વ હતો. એટલે ઘણા (ખરા) લોકો રામ નવમી રહ્યા હશે. (આપણે તો નકામા કામ વગર ના હા હા હા) તૈયાર થઇને સોફા પર બેઠો ત્યાં જ મોહિત નો કોલ આવ્યો કે સામે આવ સામે બેઠો છું. તરત જ મમ્મી એ પૂછ્યું “હાર્દિક કોફી પીવી છે ?” મેં કહ્યું “ના મારે ઢોસા ખાવા જવાનું છે તો કોફી અને ઢોસા બંને મેચ ના થાય” હું પછી સામે ગયો ત્યાં થોડી વાર કલ્પ(ઉર્ફે ટપુડો, મારા માટે ડી જે ) સાથે મસ્તી કરી. થોડીક વાર હું અને મોહિત નીચે જવા બહાર આવ્યા. પછી મેં એને પૂછ્યું “કે તારે આવવું છે ઢોસો ખાવા” એને કીધું “રામનોમ છે મારે તમે જઈ આવો”

હું ઘરે જઈ ને કુલદીપ ને કોલ કર્યો “ એને કહ્યું મારે અત્યારે કલાક નું કામ છે જો તમે કલાક પછી જતા હોયતો હું આવું એમ” મેં કહ્યું “ તારે દર રવિવારે જ કઈક ભૂસું કાઢી ને બેઠો હોય ગયા રવિવારે વડોદરા , એના આગળ ના રવિવારે ગાંધી આશ્રમ માં પણ”
પછી એને કહ્યું “હું અડધો કલાક માં ફ્રી થઈ જઈશ તો તને કોલ કરીશ”
અને હું પણ આકાશ નાવા ગયો હતો એટલે એના કોલની રાહ જોતો હતો અને જો બંને ના કોલ આવી જાય તો સાથે અમે ત્રણેય જઈયે. અને થયું પણ એવું થોડી વાર પછી બંને નો કોલ એક પછી એક આવ્યો. પેલું વાક્ય છે ને “અગર આપ કિસી ચીજ કો તહે દિલ શે ચાહતે હો તો પૂરી કાયનાથ ઉસે ઔર આપકો જોડ ને મેં લગ જતી હે” અત્યારે કદાચ આખી કય્નાથ અલગ કરવામાં લાગી જાય.

અંજલી એ થી અમે બધા જોડે એસ પી ઢોસાની લારી પર ગયા. ત્રણ ઢોસા ઓડર કર્યો અને લાસ્ટ માં એક એક મેંદુવડું તો જોઈએ જ તો જ તમે ઢોસા ખાધા કહેવાય. ત્યાં થોડી વાર ઉભા રહ્યા. પાણી ના બે પાઉંચ પીધા. આર્યુવેદિક માસ્તરો કહેતા હોય છે કે જમ્યા પછી તરત પાણી ના પીવાય. પણ જમ્યા પછી જે પાણી પીવામાં સુખ આવે એ બીજે ક્યાં આવે !!!!!!!!!!

ત્યાં થી હું અને આકાશ અમે એના ઘરે ગયા. એના ઘરે આજે ગાયત્રી હવન હતો. પછી થોડીક વાર જેવું અમે બેઠા. અને પછી અમે બધા એ હવન કુંડની ફરતે કુંડાળું વળી ને બેસી ગયા. હવન માં જયારે કોઈ બેઠું હોય ત્યારે એ જયારે સ્વાહા: આવે અને આહુતિ આપે એની જ રાહ જોતો હોય. બીજા ની ખબર નહિ પણ મને તો એવું જ ગમે. હા તાપ ગરમી લાગે. પણ હવન માં બેઠા હોય તો થોડું ચિત તાકાડવું પડે. અને ત્યાં મને એક વાત બવું જ  ગમી કે જાતે જ હવન કરી લેવાનો. બ્રામ્હણને શું બોલવાનો!! ખોટા એ ધન લઇ જાય. એના કરતા એ જે મંત્ર બોલે એ જ આપણે જપ કરવાના યાદ તો રહે. પુરા એક સો ને આઠ મંત્ર ના જાપ કર્યા. પછી મેં તીન્કોરી વગાડી અને બધાએ આરતી ઉતારી. લાસ્ટ માં પ્રસાદ  પણ આવે. એટલું પત્યાં પછી બધા જમવા માટે બેઠા. પણ હું તો ઢોસો ખાઈ ને આવ્યો હતો એટલે એક ટાઈમ નું ખાવાનું આવી ગયું સમજો. પછી તો પણ મેં એમણે બપોરે જમવા રવાનો સિરો બનાવ્યો હતો તો એ થોડોક ખાધો. મજા આવી ગઈ. દેસ્પાસીટો રવાનોસીરો મને ભાવે બહુ તને ભાવે ....... હા હા હા

જમી ને પછી અમે બીગ ગેમ મુવી જોવા બેઠા. પણ હું ખબર નહિ ક્યારે સુઈ ગયો. જયારે મુવી માં થોડોક ફાઈટ કે વધારે અવાજ આવે ત્યારે આંખો ખુલે. આશરે એક કલાક પછી આકાશ ની બેન પૂજા અને કિરણ બંને આવી હતી. અને મુવી માં પણ જોરદાર રસાકસી જામેલી તો પછી અડધે થી જ મુવી માં રસ પડ્યો પછી છેક છેલે સુધી જોયું. મુવી પત્યા પછી અમે અમારી બીગ ગેમ ચાલુ કરી. કઈ ખબર છે ? ludo એમાં ચાર મહાન રમતવીરો રમવા માટે જોઈએ. એ ત્યાં પ્રયાપ્ત હતા. પછી અમે ચાલુ કરી. પણ કઈક ખેદ આવવાને કારણે રમત અધવચે જ મોકૂફ કરવામાં આવી. કોઈ હારવાની અણી પર હતું એટલે. અત્યારે કદાચ પાંચેક વાગ્યા હશે. અને હવે મને ઘરે જવાની ઈચ્છા જાગી. અને પકોડી ખાવાની પણ. પછી હું અને આકાશ પકોડી ખાવા ગયા. અને એ પણ અલગ અલગ પાચ પાણી માં કેટલા? પાંચ પાણી કયું કયું ખબર છે ? ૧ જીરા ૨ લસણ ૩હજમાં હજમ(ફેવરીટ) ૪.લીંબુ  ૫ રેગ્યુલર પણ આપણે તો ત્રીજા નંબર માં જ ખાધી હતી. એ ખાઈ ને પછી શેરડી નો રસ પીવા ગયા. એક એક ગ્લાસ પીધો. મજા આવી થોડીક. અને એ પીય ને શાંતિ થી ગણપતિની જેમ મેં જ્યાં બાઈક પાર્ક કરી હતી ત્યાં જઈ ને બેઠા. થોડીક વાર પછી ત્યાં સામે હર્ષ આવ્યો. પછી એ જ્યાં જોબ કરે છે એ શોપ માં ગયા. ત્યાં ઓપો નો એક ફોન જોયો.(પછી લેવાનો છે એમ કરી ને) ત્યાં એક કાકા સારા ગીત ગાતા હતા. તો ફોન પર થી ધ્યાન તો હટી જ ગયું. ગીત હતું “એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી જરા પીછે ભી...”

ત્યાંથી પછી બહાર આવી ને પાછા અમારા પાર્ક કરેલી બાઈક વાળી જગ્યા પર બેઠા. અને થોડીક વાર પછી સાતેક વાગે હું ઘરે જવા નિકળ્યો. અને હા હજી એ આ દૂરબીન ના નંબર નથી કઢાવ્યા બોલો લ્યો. હવે કરાવીશ. ઘરે જઈ ને સોફા પર જય સુતો હતો ત્યાં શાંતિ થી જઈ ને બેસી ગયો. પછી ભાખરી ને ચા ખાઈ ને બેડરૂમ માં જઈ ને ડાયરી લખવા માટે લેપટોપ ચાલુ કર્યું. મસ્ત નું રીફ્રેશ કરી ને રાખ્યું. પણ સાલું અચાનક દગો કરી ગયું. અચાનક જ માઉસ એરો કામ કરતો બંધ થઇ ગયો. પછી પાવર બટન એકધારું દબાવી રાખ્યું અને બંધ કરી ને બાજુ માં મૂકી દીધું. અને પછી ફોન ઘુમેડવા લાગ્યો. પછી થોડીક વાર નીચે સતીશ(ચોપર વાલા સાહેબ) જોડે બેઠો. એ પણ અચાનક થોડી વાર ભાગ્યો. કોઈક મહેમાન એના આવ્યું હતું ઘરે. અને હું પછી કોલ પર સંવાદ કરવા લાગ્યો. અને પછી ઘરે આવી ને સુઈ જ ગયો. એક ફાટેલું ગોદડું લઇ ને. એ ગોદડું હું ત્રણેય સીજન માં યુજ કરું છું. આપનું ફેવરીટ છે હો..

આવજો તાતા બાય બાય


સમય : ૧૪:૫૮ પી એમ ૨૬ – ૦૩ – ૧૮   

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર