એક ઇતવાર પિતાજી કે જન્મદિન કે નામ

તારીખ :૧૩-૫-૧૯૭૫ સમય :૧૪-૫ એ ૧૧:૪૭ પી એમ

એક ઇતવાર પિતાજી કે જન્મદિન કે નામ

આજે તો પિતાજીનો જન્મદિન હતો. અને પપ્પા પણ આટકોટ થી આજે સવારે જ બસ માં આવવાના હતા. અને યાર ડાયરી તને તો ગયા રવિવારે પણ નહોતો મળ્યો. મહેમાન બવું જ છે ઘર માં અને એકલતા મળતી નથી.આજે મળી છે તો અહિયાં આવી ગયો છું. મારા વેળાવદર વાળા ફોઈ, ખીજડીયા થી વૈશાલી અને જલ્પા અહિયાં રોકવા આવેલી છે. આજે સવારે ઉઠી ને ચોપડા લઇ ને વાચવા બેઠો. થોડીક વાર વાચ્યું પછી થોડીક વાર ફોન ઘુમેડ્યો.ત્યાં બપોર થઈ ગયા. અને કાલે કુલદીપ મેવાડા ને કોલ કરેલો કે આપણે કાલે મલીશું એટલે કે આજે રવિવારે મળીશું. પણ પછી મેં જમી ને  એને મેસેજ કર્યો કે હું આજે આવી શકીશ નહિ કારણ કે મારે ઘરે થોડુક કામ છે. અને એકઝામ પણ હતી.

પણ પછી થયું એવું કે આકાશ એ મને કુલદીપ મેવાડા નો પિક એના ઘરે બેઠો હોય એવો મોકલ્યો. પછી હું પણ એના ઘરે જવા રેડી થઈ ગયો. તડકો હતો તો પણ હું બાઈક લઇ ને પગમાં બૂટ પહેરીને આકાશના ઘરે જવા નીકળ્યો. પછી મન માં હતું કે ભલે ને તડકો હોય પણ જુના મિત્રો મળવાનું જ છે ને. મિત્રો ક્યારેય જુના નવા હોતા જ નથી. મિત્રો તો  મિત્રો હોય છે. જે પળો આપણે ભેગા મળી ને માણી હોય બસ એ યાદ કરવાની પણ કેવી મજા પડે યાર. બેઠા બેઠા એ જ વાતો થતી રહેતી હોય છે અને એમાય પહેલા કોલેજના ત્રણ વરસ તો ખાસ બની જતા હોય છે . અમારે તો બન્યા બીજાની કોઈ ખબર નથી.

ત્યાં જઈ ને ઘણી વાતો કરી,અને પછી કુલદીપ માંગરોલાને કોલ કર્યો કે આકાશ ના ઘરે આવ અહિયાં બધા ભેગા થયા છે. એ કુલદીપ પાચ જ મિનીટ માં આવી ગયો પછી અમે બધા બેઠા. કુલદીપ મેવાડા આઠમાં મહિના માં કેનેડા જવાનો છે અને પછી થોડાક એને ગમતા અંગ્રેજી ગીતો પણ સાંભળ્યા. ભલે ખબર ના પડે એ વાત અલગ છે. પણ સાંભળ્યા ખરી. એક વાર લીરીક્સ જોવા પડે, શું એક વાર ?માં  તંબુરો ખબર પડે........ બે ચાર વાર તો જોવા જ પડે.

પછી ચારેક વાગે કુલદીપ ને એની સખી સાથે ક્યાંક ફરવા જવાનું હતું તો હું એને મારી બાઈક લઇ ને શ્યામ શિખર વાલા પુલ આગળ મૂકી આવ્યો. એની બાઈક પુલ નીચે પડી હતી. પછી એને મને સિંગોડા પાન અપાવ્યું. મેં ખાઈ લીધું પછી અમે છુટા પડ્યા અને ત્યાર બાદ હું પાછો આકાશના ઘરે ગયો. ત્યાં પાર્કિંગ માં થોડી વાર બેઠા. ત્યાં પણ વાતોની બહબહાટી બોલાવી. પછી થોડીક વાર પછી અમે બધા છુટા પડ્યા, હું ઘરે જવા નીકળ્યો. ઘરે પોહ્ચ્યો તો ઘરે ભરત કાકા ને એ બધા બેઠા હતા.અને રામામંડળ યુટ્યુબ માં ચાલતું હતું.પપ્પા ને યુટ્યુબ ફાવી ગયું છે. આમ તો એમને ફાવે જ છે. પણ ટી વી માં રીમોટ થી લખવું પડે એટલે થોડું ઓકવરડ પડે. થોડીક વાર પછી ઘરે મારા ભાનુફોઈ,હિનલ અને જય ને ગૌરાંગ મુકવા આવ્યો હતો. બધા બેઠા શાંતિ થી. બધા બેઠા હોય ત્યાં શાંતિ હોય હા હા હા.. પછી થોડીક વાર પછી ભરતકાકા ઘરે જવા નીકળ્યા. અને ગૌરાંગ ને મેં ઘરે જ રોકાઈ જવા કહ્યું અમારે કદાચ ક્યાંક બહાર જવાનું હતું.ક્યાં જવાનું હતું એ નક્કી નહોતું. પછી દેવી ઢોસામાં જવાનું નક્કી કર્યું પછી બધા ત્યાં જવા નીકળ્યા. બોલો અજીબો સાન સહેન્સાહભારત માતરમ.......હા હા હા

ત્યાં જઈ ને નવ જણા નો મસાલા ઢોસા અને છાસ નો ઓડર આપ્યો. બધા એ જામી લીધું. વૈશાલી અને જીગ્નેશ તેઓ બંને એમના ફઈજિ ને ત્યાં જમવા માટે ગયેલા તો એ લોકો નોહતા. પછી છેલ્લે એક સ્પેસીયલ દેવી ઢોસો મંગાવ્યો અને એ પણ એક ખૂણા ના ટેબલ વાળા નો જોઈ ને હા હા હા. બધું ચેરી ને તૂટી ફૂટી નાખેલી હતી એટલે દેખાવ માં સેક્સી લાગતો હતો એટલે એક એ ઢોસો અને બે છાસ મંગાવી અને તબિયત ખાધો. મસ્ત ઢોસો હતો. પછી થોડી વાર ઘર ના નીચેના બાંકડે બેસી ને હું અને ગૌરાંગ માણેકચોક માં જામ્બુન શોટ પીવા માટે ગયા. મેં શોટ ના ઘણા ટાઈમ થી ઘણા પિક જોયેલા. પણ પીધેલા નહિ. એટલે એ ઘડી નજદીક હતી. ત્યાં જઈ ને એ શોધ્યું પછી ત્યાં ઓર્ડર આપી ને બેઠા. પહેલી વાર માં બે જાંબુન અને બે કીવી શોટ મગાવ્યા અને ચાર શોટ સાથે એક ફ્રી હતો એમાં પાઈનેપલ શોટ મગાવ્યો. પછી પાછુ બીજી વાર પીવાની ઈચ્છા થઇ તો ફાલસા અને કીવી સાથે એક જામફળ ફ્રી મગાવ્યો. પછી ગૌરાંગ એ ઘર માટે ત્રણ જાંબુન અને બે કીવી પાર્સલ લીધા. પછી અમે ઘરે ગયા. હું ઘરે જઈને એ પિક સ્ટેટસ માં મુક્યા. ફોન તો મારો હું લઇ ગયો નહોતો. ચાર્જ માં હતો એટલે. પછી નાહી ને સુઈ ગયો. ગુડ નાઇટ

સમય : ૧૨:૨૬ એ એમ 

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર