એક ઇતવાર પાગલપન કે નામ


તારીખ:૨૭/૦૫/૨૦૧૮ સમય :૨૮/૫/ ૫:૨૨ પી એમ

એક ઇતવાર પાગલપન કે નામ 

ગઈ કાલે ગુજરાતી કીબોર્ડની ક્ષતિને કારણે સમયસર મારી ડીજીટલ ડાયરી ને ભેટી શકાયું નહિ.હા તો આવતી કાલે ૨૮ તારીખે ધોરણ દસમાં નું પરિણામ આવવાનું હતું. તો ઘર માં તો બધા જય ને જ ટાર્ગેટ બનાવીને બેઠા હતા. જેમ પારધી હરણ ને તાકી ને બેઠું હોય એમ જ. આપણે અહિયાં આ પરિસ્થિતિ બદલાવવાની ખુબ જ જરૂર છે. હું એમ નથી કહેતો કે ભણવું ના જોઈએ. પણ કદાચ મહેનત કરવા છતાં પણ ઓછા માર્ક્સ આવે તો કોઈક ના બેસણામાં બેઠા હોય એવો વેહ ધારણ કરી ને ઘરવાળા બેસતા હોય છે.

અને હા જે પરીક્ષા પછી આવે માર્કશીટ છે એ તમારું પરિણામ નથી, એ ફક્ત ને ફક્ત તમારો રીપોર્ટ જ છે. એન્ડ “રીપોર્ટ ઇસ અ ટેમ્પરરી  થિંગ્સ, ઇફ સમ પોઈન્ટ આર એબસન્ટ ઈન પ્રેસેન્ટ રીપોર્ટ  ધેન નેક્સ્ટ ટાઈમ આઈ વિલ સોલ્વ ઈટ. આ જ હોય છે પરીક્ષા. પણ અફસોસ કે સમજાવે કોણ??? બસ દરેક માતા પિતાને એમના સંતાનો પાસેથી  એક જ આશા હોય છે કે મારો બાબો પરીક્ષામાં સારા ટકા મેળવે બસ. આજે મારે પણ આરની એક્ઝામની પ્રીપ્રેરસન કરવાનો અંતિમ દિવસ હતો. પણ આખો દિવસ તો કઈ થયું નહિ. સવારે ઉઠી ને જ એસી માં બેઠો બેઠો ગીતો સંભાળતો હતો. એમાં ને એમાં બપોર થઇ ગઈ. અને સવારે સંજય કાકા સાથે અમારી કેસર કેરી લેવા માટે ઉત્તમનગર ગયો. બે પેટી ખરીદી પછી તુરંત ઘરે આવ્યા અને હું મારા એસી વાલા રૂમ માં આવી ગયો.

બપોરે જમીને પાછો લેપટોપમાં વિડીઓ જોવા લાગી પડ્યો. મને યુ ટ્યુબ માં શીખવું વધારે ગમે. પણ હા નોવેલ એન્ડ ફીલોસોફી વાચવાની તો હાર્ડબૂક માં જ મજા આવે બોસ. આખો દિવસ એસીમાં બેઠો રહ્યો. મારી રૂમની બારી માં નજર પડી તો શરીરની ચામડી દજાડી દે એવા તડકામાં સામે પાંચેક માણસો તૂટાતુટ જીવ ના જોખમે પતરા લગાવવાનું કામ કરતા હતા. ત્યારે આપણને એમ થાય કે કેવા સરસ આપણા નસીબ છે, હું નસીબમાં બવું જ ઓછુ માનું, પણ એમ કહું કે આપણા બાપદાદા અને આપણા પપ્પાની મહેનતના કારણે જ આ સગવડ ભોગવી રહ્યા છીએ.

એક એસી રૂમની અંદર સોફ્ટ સોંગ સાંભળતાં સાંભળતા બહાર નો ફળફળતો તડકો પણ સારો લાગે. પણ એ તો જયારે બહાર જઈએ ત્યારે જ ખબર પડે. આપણે તો શું બસ વાતો કરવી છે,હા...બસ વાતો જ કરવી છે. હા તો પછી હવે અત્યારે સાતેક વાગ્યા હશે ને મમ્મી અને પપ્પા એમના રમીલાફઇને કમરનું ઓપરેસન કરાવેલું, તો ઈ કણે ખબર પૂછવા ગયેલા.

એ કદાચ સાડા સાતેક વાગે ઘરે આવ્યા હશે.પણ ઘરે કઈ જમવાનું બન્યું ન હતું. જલ્પા કઈક ટીવી નિહાળતી, હું વિડીઓ જોતો હતો, અને હા આજે મેં એક મારો ડાન્સ વિડીઓ પણ કમ્પોસ કર્યો છે(ફોર ફોર મી)  જય એક ખૂણા માં તીન પત્ત્તી રમતો રમતો કદાચ આવતી કાલે આવનારા પરિણામની જ ચિંતા કરતો હશે. પછી થોડી વાર ખીચડી માટે દહીં લઇ જવાની માથાકૂટ થઇ કે કોણ દહીં લેવા જાય. એમાં જય કહે કે “કે ચલ મારી સાથે આપણે બાઈક લઇ ને લઇ ને આવીએ”

તો મેં કહ્યું “ના તું અહિયાં બાજુ માથી  લઇ ને આવ, મારે નથી આવવું”
તો જયએ કહ્યું “કે જો હું દહીં લાવીસ તો હું તને આપીશ નહિ”

પછી મેં કહ્યું “અંતે હું ચાલતો ચાલતો ગોકુલ ડેરી માંથી છાસ અને કામધેનું માંથી અમુલ મસ્તી દહીં ની બે ડબ્બી લઇ ને ઘરે આવ્યો. જોડે જોડે નીચેથી હિયાન પણ ઘરે આવ્યો
પણ હજી એ ખીચડી બની ના હતી  અને ઉદર માં ઉંદર બુગાટી દોડાવતા હતા. અંતે એ ઘડી આવી ગઈ કે ખીચડી પાકી ગયી. પછી બધા ભોજન ગ્રહણ કરવા બેઠા. બોસ દહીં અને ખીચડી ખાવાની મોજ પડી ગઈ. એમ થાય કે મજા જ આવ્યા કરે જોડે તાજું તાજું ગોળ કેરી નું અથાણું

જમી ને બધા એસી વાળી રૂમમાં પાછા ભેગા થયા. હિયાન બેઠો બેઠો મસ્તી કરતો હતો.  અને હિયાન એ દ્વારિકાનો નાથ ગીત ગાયુ એ પણ રેકોર્ડ કર્યું અને એના પપ્પાને વ્હાત્સપ્પ કર્યું. પછી હું બધા સુઈ ગયા પછી તુતોરિઅલ પોઈન્ટની આર ની પીડીએફ લઇને ભણવા બેઠો. મને એમ હતું કે અત્યારે આખી પતાવી દઉં.

એક વાત તમને કહી દઉં કે ક્યારેક કોઈ વસ્તુ પતાવા માટે કરવી નહિ.એમાં બવ મજા છે નહિ. મન હોય તો માળવે જવાય, બાકી તો ઘરે ય બધા ખીજાય.......

પણ પછી આખો માંથી પાણી બહાર આવવા લાગ્યું અને ભાષા સેટિંગ વિખાય ગયું હતું એટલે લેપટોપ માં વિન્ડોસ + એલ દબાવીને સુઈ ગયો.

ગૂડ નાઈટ સમય : ૭ : ૩૨ પી એમ        

Comments

Popular posts from this blog

એકલતા

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ