એક ઇતવાર હારમોનિયમ કે નામ

તારીખ:૨૨/૦૭/૨૦૧૭ સમય:૨૩/૦૭ ૧૦:૧૯ એ એમ

એક ઇતવાર હારમોનિયમ કે નામ

આજે સવારે ઉઠીને નાહી ને વાળ ઓળી ને ગલેરીમાં જઈ ને નખ કાપવા બેઠો. હજી તો એક ડાબા હાથ ના નખ કાપી રહ્યો ત્યાંજ ગૌરાંગ ભાઈ(ફઈ નો છોરો)  આવ્યા. પછી અમે બેઠા. એ કઈક કવર આપવા આવેલો હતો. મારા મમ્મી કોઈક પ્રસંગ માં જવાના હશે તો એ કવર ફઈ વતી આપી દેવા વિનતી. ત્યાર બાદ અમે સોફા પર શાંતિથી બેઠા. મારે હજી કોફી પીવાની બાકી જ હતી. પછી અમે કોલ્ડ કોફી પીધી. મમ્મી જમવાનું બનાવીને મારા કાકી સાથે પ્રસંગ માં જવા નીકળી ગયા.અમે અગિયાર વાગ્યા સુધી બેઠા. કાચ પર બૂક રાખી ને જય લેસેન કરતો હતો. એ પડતું મૂકી ને એ ગૌરાંગ ને બતાવવા પેટી(હારમોનિયમ) લઇ આવ્યો. અને સુર રેલાવવાના ચાલુ કરી દીધા. થોડીક વાર વગાડી. ત્યાં પપ્પા ઘરે આવ્યા.મેં કીધું “પપ્પા અમદાવાદી માંથી ખમણ લઇ આવો ને” એમણે કહ્યું “બવું જ મોટી મોટી લાઈન છે” તો પણ આટો મારતો આવું ઓછી લાઈન હોય તો લેતો આવીશ.

ત્યાર બાદ હું તો વિશ્વમાનવ વાંચતો હતો. પપ્પા નવરંગમાંથી ખમણ લઇ ને આવ્યા.પછી કેળાનું શાક, રોટલી,વાટેલી દાળ ના ખમણ અને ઘાટી ઘાટી છાઈસ પીધી. મજા આવી ગઈ હો. જમી ને મેં પોતું માર્યું. ઠામડા એમનમ જ ગેલેરીમાં મૂકી દીધા. મમ્મી વગર આવું થાય જોવો..... ત્યાં જ થોડીક વાર માં હજી જમી ને બેઠા ત્યાં જ પરભામાસી આવ્યા. થોડીક વાર સોફા પર બેઠા. પ્રકાશમાસાની રાહ જોતા હતા. પછી મેં પ્રકાશમાસા સાથે સંવાદ કર્યો તો એમણે કહ્યું હું પાચ-છ વાગતા આવીશ. પછી માસી એ પેલા ઠામડા ધોઈ નાખ્યા. પપ્પા એ એક વાર ના કહ્યું છતાં પણ ધોઈ નાખ્યા. પછી બેડરૂમ માં જઈ ને સુઈ ગયા. હું પણ લેપટોપ ને સૂવડાવીને  થોડીક વાર સુઈ ગયો. રોન્ઢે ઉઠી ને મસ્ત અદરખ વાળી ચાય પીધી. મજા આવી ગઈ. આપણે ટેવ નથી પણ ઈચ્છા થઇ ગઈ. પછી હું લેપટોપમાં ફ્રેન્ડસની સીરીજ ચાલુ કરી. મજા આવી ગઈ. ત્યાં મારા પુલીનપાર્ક માં વસતા માસી આવ્યા. થોડીક વાર એ પણ બેઠા. થોડીક વાર પછી પ્રકાશમાસા પણ માસી ને લેવા આવ્યા. લાલુને આપેલી મુસાફિર કાફે બૂક પણ લઇ ને આવ્યા હતા. એ બૂક જમા કરી ને બીજી બે બૂક માસા ને આપી ૧ નાગવંશ ૨ વાયુપુત્રોકી સપથ.

કહેવાય છે ને સામાન્ય માણસ કરતા રીડરો ઘણી બધી જીંદગી જીવતા હોય છે. જેવી રીતે મુસ્કાન અને રામ ની સ્ટોરીમાં આવતા પેલા પ્યારા દાદાજી. બોસ જોરદાર હો. ત્યાર બાદ મહેમાન ગયા પછી જમવાની રામાયણ ચાલુ થઇ. રવિવારે બધાને ઘરે આ કોમન પ્રોબ્લમ હોય. હા હા હા . છેલ્લે બેકરી જંકસન માંથી પફ, ખારી લીધી, ડે નાઈટ માથી મસાલા પાવ, સર્વોતમ માંથી સમોસા. અને ઘરે મમ્મી ને પાછુ અદરખ વળી ચાય બનાવવાનું કઈ દીધું. પછી શાંતિ થી એ જામ્યું. મજા આવી ગઈ.


જમી ને મમ્મી-પપ્પા કોઈક ઘરે બેસવા ગયા. અમે ત્રીપાય પર હારમોનિયમ મૂકી સુર રેલાવવાનું શરું કર્યું. જેમ કે “મેં તેનું સમજાવાકી......, ઓઓઓઓ ખઈ કે પાન બનારસ વાલા, ખુલ જાયે બંધ અક્કલ કા તાલા ” મજા આવી ગઈ. અગિયાર વાગ્યા સુધી એ જ દોર ચાલુ રાખ્યો. પછી મમ્મી-પપ્પા આવ્યા બાદ એમણે પથારી કરી ને અમે 
સુતા.......... સારી રાત્રી,ગળ્યું સપનું   

સમય:૧૦ : ૪૫ 

Comments

Popular posts from this blog

બસ એમ જ

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ