બસ એમ જ

આજે બસ એમ જ અહિયા આવી ચડ્યો છું. મને ખબર નથી કે શું લખવું કે પછી શું લખવાનું છે!!!પણ એક આશા છે કે કંઈક તો થશે ને કે જે મને વાંચવા ક્યારેક તો કામ લાગશે।.

આજે સવારે નવેક વાગે મારી સરસ મજા ની પવિત્ર પથારીમાંથી ઉભો થયો. ત્યાર બાદ તરત જ બાથરૂમ માં જઈ ને મોઢું જોયું. મોસ્ટ અપ બધા લોકો ની એક આ ટેવ તો હોય છે.કે આજે કંઈ મારા મુખારવિંદમાં ફરક પડ્યો કે નહિ. કોઈને વળી ખીલ કે ફોડકી ઓ થઇ હોય એમણે વળી આગલા દિવસે સાંજે કંઈક દવા મોઢા પર લગાવી  હોય કે કદાચ કંઈક ફરક પડે તો. અને અમુક ને બિચારા ને કઈ હોય નહિ ને નવો ખીલ પ્રગટ થયો હોય. પછી મનોમંથન પણ કરવું પડે કે ક્યાંથી આવ્યો આ!!!!

ચાલ્યા કરે આવું તો.જે ઇનપુટ નાખો એ જ આઉટપુટ મળે. સીધો અને સમજાય એવો નિયમ છે.
ફ્રેશ થઇને કપડાં સજાવીને સરસ મજાની ઠંડી ઠંડી કોફી પીધી અને પછી એક રૂપિયાવાળી ભગતની ધાણાદાળ ખાધી. ભગતની કંપની હવે બદલાય ગઈ છે. પેકેટ પર કંઈક  અમૃત નામ લખેલું હતું.

આ મારો આજ નો નાસ્તો હા હા હા એટલું કાર્ય પાર પાડ્યા પછી જાવાનું વાંચવા બેઠો હજી તો લેપટોપ ચાલુ કરી ને વેબ ઓપન કરી  ત્યાં તો પ.પૂ.ધ.ધૂ  શ્રી અશોક સાવલિયા જી નો ફોન આવ્યો કે નિકોલ માં નાસ્તો ક્યાં સારો મળે છે. મને પણ એમ થયું કે આ મહાનુભાવ અમારા નિકોલ માં નાસ્તો કરવા આવ્યા।. નિકોલની ભૂમિ પવિત્ર થઇ જશે. પછી હું લેપટોપ બંધ કરીને નીચે ગયો. અને થોડુંક ડિસ્કશન કરી ને શુકન ચોકડી રતિલાલને ત્યાં ઈડલી ખાવા ગયા. એમણે સરસ રીતે ઈડલીના નાસ્તા ને દિલ થી આરોગ્યો. નાસ્તો કરી લીધા પછી અમારા વિશ્વ રેસિડેંસીના બેજુબાં બાંકડા ને પણ બોલતા કરી દીધા. આ જ તો નિખાલસતા હોય છે પવિત્ર માણસો ની. રોજે કંઈક ને કંઈક સામાન્ય માણસો માટે વિચારવું.

અને આજ કલ તો શું કરવું એ જ સમજાતું નથી. બસ જિંદગી એમનમ ચાલતી હોય એવું છે. મોટર બંધ થઇ ગયા પછી પણ થોડીક વાર ધીમે ધીમે મોટર ફરે. બસ એવી રીતે ધીમે ધીમે બધું ચાલે છે.
પણ આમ ને આમ નહિ ચાલે કંઈક તો નિર્ણય લેવો પડશે. સાવ કઈ ના કરવા કરતા સાચુ  કે ખોટુ  પણ કંઈક કરવું એ વધારે હિતાવહ છે.   

"Hitler says that if you cannot create war then at least continue to propagate the idea that war is coming. Never leave people in peace, because when they are in peace, you are nobody. They don't need you; your very purpose is not there. They need you when there is a danger. Create danger. If there is not real Danger, at least create the climate of a false danger."

 With Warm Regards
 -Hardik Kumbhani-

Comments

Popular posts from this blog

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

એક ઇતવાર હારમોનિયમ કે નામ