એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

તારીખ : ૨૪-૬-૧૮ સમય : ૧૦ : ૫૮ પી એમ

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

ફાયનલી અમદાવાદ માં મેઘરાજા એ મોઢું બતાવી જાણ્યું. આજે એક ડાઉટ ક્લીયર થયો કે અમદાવાદ માં પણ પુણ્ય કરતા જીવો રહેતા તો હશે. દર રવિવારે મારું કીબોર્ડ ફરિયાદ કરતુ હોય છે  કે તારા આ દસેય આંગળા દર રવિવારે મારે રાજા હોય ત્યારે મારા પર કેવો ક્રૂર અત્યાચાર આદરી દે છે. કદાચ આવતીકાલે દિવ્ય ભાસ્કર માં હેડ લાઈનમાં પ્રિન્ટ થાય એવા આ ન્યુઝ છે. હા હા હા  

આજે તો વહેલી પરોઢે સારો એવો વરસાદ આવ્યો હતો.પહેલા વરસાદ પછી વારંવાર ભીની માટીની સુગંધ લેવી , ભીના રોડ જોવા , કોયલના ટહુકા સંભળવા ,અને  ગરમા ગરમ ભજીયા કે ઈડલી નાસ્તામાં મળી જાય એટલે તો બાકી જન્નત હો સાહેબ.

આજે સવારે અગિયારક વાગે ઉઠીને આશ્રમમાં ભીની જમીન જોઈ ને નાહવા ગયો. નાહી ને સવારે છાપું વાચતા વાચતા કોલ્ડ કોફી પીધી. અને આજે રવિવારની રસ રંગ પુરતી માં ગુણવંત શાહ ની વિચારોના વૃંદાવનમાં આ કોલમ બવું જ ઉમદા હોય છે. ખરેખર વાચતા વેળા એ એમ જ લાગે કે આપણે વૃંદાવનમાં જ ટહેલતા હોય. ત્યાર બાદ મોહિત તો કોલ આવ્યો તો હું જય અને મોહિત અમે ત્રણેય ઈડલી વડા ખાવા માટે ગયા. મોસમ સારો હતો એટલે વિચાર આવ્યો કે ગરમા ગરમ સંભાર ખાવાની મજા આવી જશે અને સાથે સાથે સફેદ ટોપરાની ચટણી પણ. અમે ત્રણેય ચાલતા ચાલતા શુકન ચોકડી એ પોહ્ચ્યા. પણ એ લોકો ક્યાંક પેલી બાજુ રતિલાલને ત્યાં ગયા અને હું બકાલાલ ને ત્યાં ગયો. પોતપોતાની પસંદ ભાઈ. પછી ખાઈ પીય ને પાછા ચોકડી પર મળ્યા. ખાઈ ને પાણી તો મળ્યું નહિ. અમદાવાદમાં પ્લાસ્ટિક પર ભારે પ્રતિબંધ લાદવામાં આવેલ છે. પછી ઘરે આવતી વખતે રોડ પર થયેલ ગારાનું થોડુક પેન્ટ છાટા ઉડી ને બગડી ગયું. પછી ફ્લેટ પર જઈ ને બાંકડે બેસીને એ બધું ખેરયું. વરસાદ માં એક આ બવું મોટી સમસ્યા છે. પણ એનીવે મજા બવું જ આવે. પછી કાળુભાઈના ઘરે જઈને એમના પપ્પાની પુણ્યતિથીનું આમત્રણ તસ્વીર બનાવી. પછી ઘરે જઈ ને બપોરે ચલ મન જીતવા જઈએ ગુજરાતી ફિલ્મ જોયું. નીતિ એ નારાયણ વસે એની પર સારું કાસ્ટ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ બધા ઉઠ્યા એટલે હું સુઈ ગયો. થોડીક ભૂખ લાગી હતી. કેમ કે સવારે ઈડલી ખાધી એ ખાધી બીજું કઈ ખાધું જ નોહતું.


બપોર પછી ઉઠીને લીલી સિંગ શેકી હતી તો એ ખાધી, પછી બપોરનું શાક પડ્યું હતું તો રોટલી શાક અને કેરી નો રસ ખાધો. પછી કઈક નિરાંત થઈ.ત્યાર બાદ મમ્મી પપ્પા અને જય પ્રકાશકાકા ને ત્યાં મહેમાનગતિ કરવા ગયા. અને હું ઘરે બેઠો બેઠો હિટ રીફ્રેશ બૂક રીડ કરતો હતો. પછી થોડીક વાર રહી ને લેપટોપ ચાલુ કરી બ્લુટૂથ સ્પીકર કન્નેટ કરી એક ૩ડી સોંગ ચાલુ કર્યું તો સ્પીકરમાં ટુન ચાલુ થઇ ગયું તો બંધ જ ના થાય. પછી સ્પીકર ને એક કબાટ માં  એક ગાદલાની નીચે દબાવી દીધું જેથી કરી ને અવાજ ઓછો બહાર નીકળે. અને હું બાલ્કનીમાં જઈને સૌરાષ્ટ્રની રસધારમાં ટહેલવા લાગ્યો. એક બાજુ ઠંડુ વાતાવરણ અને એમાય એટલું સરસ સાહિત્ય. બીજું શું ઘટે અને એમાય સુંદરતામાં વધારો કરતા કોયલના ટહુકા. હુ શાંતિથી વાંચતો હતો. પછી એક ઘોડો અને ઘોડેસવાર વાળી વાર્તા પૂરી થયા બાદ ધ્યાન કરવા બેઠો ત્યાજ ૫ મિનીટ માં દરવાજે ટકોરો વાગ્યો. અને ખોલતા જ બાજુ વાળી હનીશા ગરમા ગરમ ડુંગળી વાળા ભજીયા અને આંબલીની ખટ્ટી મીઠ્ઠી ચટણી લઇને આવી. હવે તમે કહો બીજું કઈ ઘટે ખરી. પછી શાંતિથી બેઠા બેઠા ભજીયા ખાધા. મોજ પડી ગઈ. અને આ પાખુંવાળા મકોડા પણ અમદાવાદ ફરવા નીકળી પડ્યા છે. પછી થોડીક વાર દરવાજો બધ કરી સંજયકાકા ને ત્યાં બેઠો. અને પછી થોડી વાર ઘરે બઠો અને હવે શાંતિથી આરામ ફરમાવીશું. શુભ રાત્રી ટીસી © 

સમય: ૧૧ : ૩૨ પી એમ       

Comments

Popular posts from this blog

બસ એમ જ

એક ઇતવાર હારમોનિયમ કે નામ