સર્વર ડાઉન
હા ,તો આપણે ક્યાં હતા .... અરે હા યાદ આવી ગયું હજી તો ગણેશ બેસાડવાના છે, હા તો બેન્કનું(સરકારી) પાસબુક પ્રિન્ટર .......
જો આપણે બેન્કનું(સરકારી) નામ લઈએ તોય એવા એવા દ્રશ્યો મગજમાં યાદ આવવા માંડે જેવા કે, લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવાનું , ત્યાં જઈને કોઈની આગળ એક્યુસ મી બોલીને પેન માંગવાની મજા અને પછી જેને આપણને પેન આપી હોય એ ભાઈ તો બેન્કમાંથી જતા રહ્યા હોય એટલે એક પેનનો પ્રોફિટ થઇ જાય.
ગમે તે બેન્કનું કામ હોય એ એક ધક્કે તો પૂરું થાય જ નહિ એના માટે ત્રણ ધક્કા તો ઓછા માં ઓછા ખાવા જ પડે અને અત્યારે આ શબ્દ તો મગજ માં એવો કંડારાય ગયો છે કે "પ્રિન્ટર બંધ છે , અત્યારે પાસબુક પ્રિન્ટ નહિ થાય". આવા બધા શબ્દો સાંભળીને એવો ગુસ્સો આવે ને કે એને બે-ચાર લાફા લગાવી દઈએ પણ મજબૂરી કે સરકારી ગધેડા પર હાથ ના ઉપાડાય !!!!
આ બધા શબ્દો સાંભળીને મને એમ થાય કે આ બેંકવાળા બેંકને ઝેરોક્સની દુકાન સમજે છે કે શું??
કોઈ એકાઉન્ટહોલ્ડર આવે તો બેંકવાળા પાછા વટથી ના પડે અને બોલે કે "તમને અહીંયા લખેલું દેખાતું નથી.. લખ્યું તો છે કે પ્રિન્ટર બંધ છે તો વારાઘડીએ શું કરવા પૂછો છો?" ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે અરે મારા ભાઈ આ ઇન્ડિયા છે ,અહીંયા જે લખેલું હોય એતો થાય જ નહિ. તમે કદાચ જોયું જ હશે કે જ્યાં એવું લખ્યું હોય કે અહીંયા પાન-મસાલા ખાઈ ને પિચકારીઓ મારવી નહિ ત્યાંજ સૌથી વધારે પિચકારીઓ (ગંદકી) જોવા મળે......
અને હા એક બઉ જ મહત્વ ની વાત કરી દઉં કે એકાદ- બે વર્ષ પેલા પેલું સ્વચ્છ ભારત અભિયાન ચાલુ થયું હતું અને એનો સિમ્બોલ કંઈક એવો હતો કે ગાંધીજી ના ચશ્માંમાં ડાબીબાજુના કાચ માં સ્વચ્છ અને જમણીબાજુના કાચ માં ભારત લખ્યું હોય એવું કંઈક છે ત્યાં સુધી મને યાદ છે
તો આ સિમ્બોલ હું જયારે પણ જોવ ત્યારે એક જ વિચાર આવે કે "જ્યાં સ્વચ્છ હોય ત્યાં ભારત ના હોય અને જ્યાં ભારત હોય ત્યાં સ્વચ્છ ના હોય"
આ એક જોવાનો દ્રષ્ટિકોણ છે. સુંદરતા દરેક વસ્તુમાં છે પણ દરેક માણસ તેને શોધી શકતો નથી.
અરે પાછા આપણે આપણા ટોપિક ઉપર આવીયે ક્યાં પહોંચ્યાતા..........
હા કે પ્રિન્ટર બંધ છે પાસબુક પ્રિન્ટ નહિ થાય , અને હવે તમને એક સાચી હકીકત સમજવું કે ,તમે ગમેત્યારે પૈસા ભરવા માટે બેંક માં જાવ તો તમને ક્યારેય બેન્કવાળા એમ ના બોલે કે "સર્વર ડાઉન છે" ,ગમે તેમ કરી ને મારી મચડીને તમારા પૈસા તમારા એકાઉન્ટ માં જમા તો કરાવી જ દે ......
અને "અબ આયા ઊંટ પહાડ કે નીચે" બેંકવાળાનો રીશેષટાઈમ એટલે તો જાણે આમ સ્વીટરલેન્ડમાં વેકશન એન્જોય કરતા હોય એમ હોય. આ રીશેષ એક એવી કામગીરી છે કે જેમાં બેન્કવાળાની નિષ્ઠા,સમયપાબંધી બેજોડ જ હોય. એકાઉન્ટહોલ્ડરોની લાઈન ઝાંપો વટાવીને બજારના છેડે પહોંચી જાય તો પણ રીશેષ પાડવાના ટાઇમએ ક્યારેય ભૂલ -ચૂક તો થાય જ નહિ . અને એ ખાસ યાદ રાખવું કે ગમે તેવા અણુબોમ્બનું પડવું પણ રીશેષ નું પડવું ટાળી શકતો નથી. બેન્કવાળા તો બેન્કવાળા કહેવાય
અને હવે વાત કરું પરિપત્ર શબ્દની... માણસ માત્ર ભૂલ ને પાત્ર કહેવાય છે ,પણ જો માણસ બેન્કવાળા હોય તો એ પરિપત્ર ને પાત્ર કહેવાય!! તાપમાનનો પારો ગમે તેટલો ઊંચો જાય પણ જ્યાં સુધી ગાંધીનગરથી પરિપત્ર(સરકારી ફરફડીયું , કાગળ) બહાર પડે નહિ ત્યાં સુધી બેન્કવાળા માણસો ને ગરમી છે એવું સ્વીકારશે જ નહિને અને એ.સી(એર કન્ડિશર) પણ ચાલુ નહિ કરે.......કેમ કે બેન્કવાળા માણસોને આમ જોવા જઈએ તો માણસ કેવાય જ નહિ , એને કમ્પ્યુટર જ કેવાય એનું એક કારણ બતાવું કે જ્યાં ગાંધીનગર(હેડ ઓફિસે) માંથી કંઈક ઇનપુટ ના આવે ત્યાં સુધી બેન્કવાળા માણસો માંથી (કમ્પ્યુટર) કઈજ આઉટપુટ ના મળે .............
અને હવે આ છેલ્લો અને બેન્કવાળા માટે મહત્વ નો શબ્દ જે બેન્કવાળા માટે તો સુદર્શનચક્ર સમાન છે, એ શબ્દ બોલે એટલે માણસને અડ્યા વગર જ એમનેમ સીધે-સીધો ચીરી નાખે અને એ મહત્વ નો શબ્દ છે
" સર્વર ડાઉન ".
અત્યારે જેમ ઈન્ટરનેટ જોડે રાઉટર , માણસ જોડે મોબાઈલ , લેપટોપ જોડે ચાર્જર અને છોકરી જોડે બોયફ્રેન્ડ શબ્દો જોડાયેલા છે એમ અત્યારના ડિજિટલયા યુગ માં સર્વર જોડે ડાઉન શબ્દ જોડાયેલો છે, એને ફેવિકિવિક થી ચોંટાડ્યો હોય આમ જ લાગે.....
પહેલા દસ વર્ષ પહેલા બેન્કવાળાને કામ ના કરવું હોય તો એમ કહેતા કે સાહેબ(ગધેડો) હાજર નથી અને અત્યારે તો બધા બેન્કવાળા કે ના હોય જેને કામ ના કરવું હોય તો અથવા તો આળસુના પીર હોય એ એકજ શબ્દ નો બઉ જ ઉપયોગ કરે છે જાણે કે કૃષ્ણ એ આપ્યો હોય આમ " સર્વર ડાઉન"
આમાં બેન્કવાળા માણસોનો સહેજય વાંક નથી , જે ગધેડાઓ સરકાર ચલાવે છે એમનો વાંક છે
આપણી સિસ્ટમ જ એકદમ બકવાસ છે
એનું એક ઉદાહરણ આપું કે અહીંયા એક પટાવાળા ની નોકરી જોઈતી હોય તો ૧૨ પાસ કે ૧૦ પાસ જોઈએ ,પણ કમનસીબી એ છે કે રાજકારણમાં કોઈ શિક્ષણ લાયકાત ની જરૂર નથી
અત્યારે બધા ૪ ચોપડી પાસ અને ૫ ચોપડી પાસ અને અડધા તો અંગુઠા છાપ માણસો બેઠા છે રાજકારણમા...........(ગધેડાઓ પણ સારા હોય આ રાજકારણી કરતા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે. લોકો તો ધીરે ધીરે ડિજિટલ બની રહ્યા છે , પણ સરકારી કર્મચારી , સરકારી ઓફિસો હાજી તંબુરો એ ડિજિટલ બની નથી અને આરટીઓ મા મહિનામાં ૧૦ વાર સર્વર ડાઉન હોય છે અને લોકો ને ઉલ્લુ બનાવવા ડિજિટલ ઇન્ડિયા ની મધર-સિસ્ટર એક કરે છે
હું એક વાત હંમેશા યાદ રાખું છું અને લોકો ને કઉં છું કે
"એક રૂપિયો હરામ નો લેશો નહિ ,અને જો હરામના રૂપિયા લેશો ને ,તો તમારી ઓલાદો ને રોઈ રોઈ ને એક એક પાઇ ચૂકવવી પડશે યાદ રાખજો"
"ભગવાન જેવો દયાળુ કોઈ નથી પણ એ યાદ રાખજો કે એ કસાઈ કરતા પણ ક્રૂર છે" અને એ તમારા હાથ માં છે કે ભગવાન ને કેવો બનાવવો છે
આળસુ માણસોનું વર્તમાન કે ભવિષ્ય હોતું જ નથી
-હાર્દિક કુંભાણીના પ્રણામ
જો આપણે બેન્કનું(સરકારી) નામ લઈએ તોય એવા એવા દ્રશ્યો મગજમાં યાદ આવવા માંડે જેવા કે, લાંબી લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવાનું , ત્યાં જઈને કોઈની આગળ એક્યુસ મી બોલીને પેન માંગવાની મજા અને પછી જેને આપણને પેન આપી હોય એ ભાઈ તો બેન્કમાંથી જતા રહ્યા હોય એટલે એક પેનનો પ્રોફિટ થઇ જાય.
ગમે તે બેન્કનું કામ હોય એ એક ધક્કે તો પૂરું થાય જ નહિ એના માટે ત્રણ ધક્કા તો ઓછા માં ઓછા ખાવા જ પડે અને અત્યારે આ શબ્દ તો મગજ માં એવો કંડારાય ગયો છે કે "પ્રિન્ટર બંધ છે , અત્યારે પાસબુક પ્રિન્ટ નહિ થાય". આવા બધા શબ્દો સાંભળીને એવો ગુસ્સો આવે ને કે એને બે-ચાર લાફા લગાવી દઈએ પણ મજબૂરી કે સરકારી ગધેડા પર હાથ ના ઉપાડાય !!!!
આ બધા શબ્દો સાંભળીને મને એમ થાય કે આ બેંકવાળા બેંકને ઝેરોક્સની દુકાન સમજે છે કે શું??
કોઈ એકાઉન્ટહોલ્ડર આવે તો બેંકવાળા પાછા વટથી ના પડે અને બોલે કે "તમને અહીંયા લખેલું દેખાતું નથી.. લખ્યું તો છે કે પ્રિન્ટર બંધ છે તો વારાઘડીએ શું કરવા પૂછો છો?" ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે અરે મારા ભાઈ આ ઇન્ડિયા છે ,અહીંયા જે લખેલું હોય એતો થાય જ નહિ. તમે કદાચ જોયું જ હશે કે જ્યાં એવું લખ્યું હોય કે અહીંયા પાન-મસાલા ખાઈ ને પિચકારીઓ મારવી નહિ ત્યાંજ સૌથી વધારે પિચકારીઓ (ગંદકી) જોવા મળે......
અને હા એક બઉ જ મહત્વ ની વાત કરી દઉં કે એકાદ- બે વર્ષ પેલા પેલું સ્વચ્છ ભારત અભિયાન ચાલુ થયું હતું અને એનો સિમ્બોલ કંઈક એવો હતો કે ગાંધીજી ના ચશ્માંમાં ડાબીબાજુના કાચ માં સ્વચ્છ અને જમણીબાજુના કાચ માં ભારત લખ્યું હોય એવું કંઈક છે ત્યાં સુધી મને યાદ છે
તો આ સિમ્બોલ હું જયારે પણ જોવ ત્યારે એક જ વિચાર આવે કે "જ્યાં સ્વચ્છ હોય ત્યાં ભારત ના હોય અને જ્યાં ભારત હોય ત્યાં સ્વચ્છ ના હોય"
આ એક જોવાનો દ્રષ્ટિકોણ છે. સુંદરતા દરેક વસ્તુમાં છે પણ દરેક માણસ તેને શોધી શકતો નથી.
અરે પાછા આપણે આપણા ટોપિક ઉપર આવીયે ક્યાં પહોંચ્યાતા..........
હા કે પ્રિન્ટર બંધ છે પાસબુક પ્રિન્ટ નહિ થાય , અને હવે તમને એક સાચી હકીકત સમજવું કે ,તમે ગમેત્યારે પૈસા ભરવા માટે બેંક માં જાવ તો તમને ક્યારેય બેન્કવાળા એમ ના બોલે કે "સર્વર ડાઉન છે" ,ગમે તેમ કરી ને મારી મચડીને તમારા પૈસા તમારા એકાઉન્ટ માં જમા તો કરાવી જ દે ......
અને "અબ આયા ઊંટ પહાડ કે નીચે" બેંકવાળાનો રીશેષટાઈમ એટલે તો જાણે આમ સ્વીટરલેન્ડમાં વેકશન એન્જોય કરતા હોય એમ હોય. આ રીશેષ એક એવી કામગીરી છે કે જેમાં બેન્કવાળાની નિષ્ઠા,સમયપાબંધી બેજોડ જ હોય. એકાઉન્ટહોલ્ડરોની લાઈન ઝાંપો વટાવીને બજારના છેડે પહોંચી જાય તો પણ રીશેષ પાડવાના ટાઇમએ ક્યારેય ભૂલ -ચૂક તો થાય જ નહિ . અને એ ખાસ યાદ રાખવું કે ગમે તેવા અણુબોમ્બનું પડવું પણ રીશેષ નું પડવું ટાળી શકતો નથી. બેન્કવાળા તો બેન્કવાળા કહેવાય
અને હવે આ છેલ્લો અને બેન્કવાળા માટે મહત્વ નો શબ્દ જે બેન્કવાળા માટે તો સુદર્શનચક્ર સમાન છે, એ શબ્દ બોલે એટલે માણસને અડ્યા વગર જ એમનેમ સીધે-સીધો ચીરી નાખે અને એ મહત્વ નો શબ્દ છે
" સર્વર ડાઉન ".
અત્યારે જેમ ઈન્ટરનેટ જોડે રાઉટર , માણસ જોડે મોબાઈલ , લેપટોપ જોડે ચાર્જર અને છોકરી જોડે બોયફ્રેન્ડ શબ્દો જોડાયેલા છે એમ અત્યારના ડિજિટલયા યુગ માં સર્વર જોડે ડાઉન શબ્દ જોડાયેલો છે, એને ફેવિકિવિક થી ચોંટાડ્યો હોય આમ જ લાગે.....
પહેલા દસ વર્ષ પહેલા બેન્કવાળાને કામ ના કરવું હોય તો એમ કહેતા કે સાહેબ(ગધેડો) હાજર નથી અને અત્યારે તો બધા બેન્કવાળા કે ના હોય જેને કામ ના કરવું હોય તો અથવા તો આળસુના પીર હોય એ એકજ શબ્દ નો બઉ જ ઉપયોગ કરે છે જાણે કે કૃષ્ણ એ આપ્યો હોય આમ " સર્વર ડાઉન"
આમાં બેન્કવાળા માણસોનો સહેજય વાંક નથી , જે ગધેડાઓ સરકાર ચલાવે છે એમનો વાંક છે
એનું એક ઉદાહરણ આપું કે અહીંયા એક પટાવાળા ની નોકરી જોઈતી હોય તો ૧૨ પાસ કે ૧૦ પાસ જોઈએ ,પણ કમનસીબી એ છે કે રાજકારણમાં કોઈ શિક્ષણ લાયકાત ની જરૂર નથી
અત્યારે બધા ૪ ચોપડી પાસ અને ૫ ચોપડી પાસ અને અડધા તો અંગુઠા છાપ માણસો બેઠા છે રાજકારણમા...........(ગધેડાઓ પણ સારા હોય આ રાજકારણી કરતા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે. લોકો તો ધીરે ધીરે ડિજિટલ બની રહ્યા છે , પણ સરકારી કર્મચારી , સરકારી ઓફિસો હાજી તંબુરો એ ડિજિટલ બની નથી અને આરટીઓ મા મહિનામાં ૧૦ વાર સર્વર ડાઉન હોય છે અને લોકો ને ઉલ્લુ બનાવવા ડિજિટલ ઇન્ડિયા ની મધર-સિસ્ટર એક કરે છે
હું એક વાત હંમેશા યાદ રાખું છું અને લોકો ને કઉં છું કે
"એક રૂપિયો હરામ નો લેશો નહિ ,અને જો હરામના રૂપિયા લેશો ને ,તો તમારી ઓલાદો ને રોઈ રોઈ ને એક એક પાઇ ચૂકવવી પડશે યાદ રાખજો"
"ભગવાન જેવો દયાળુ કોઈ નથી પણ એ યાદ રાખજો કે એ કસાઈ કરતા પણ ક્રૂર છે" અને એ તમારા હાથ માં છે કે ભગવાન ને કેવો બનાવવો છે
આળસુ માણસોનું વર્તમાન કે ભવિષ્ય હોતું જ નથી
-હાર્દિક કુંભાણીના પ્રણામ
Comments
Post a Comment