એકલતા
તારીખ : ૧/ એપ્રિલ / ૨૦૧૮ સમય : ૨ / અપ્રિલ /૨૦૧૮ એ ૧૦ : ૪૩
પી એમ
આજે તો રવિવાર છે. કાલે સાંજે સનિવારે મમ્મી પપ્પા એ પાટડી
વ્રનીદ્રધામ જવાનો વિચાર રજુ કર્યો. અને દાદા અને બા ચિતલ થી આવેલા હતા તો એમણે પણ
એ મંદિર ના દર્શન થઇ જાય એટલે પછી પ્રકાશ કાકા અને અમારૂ ફેમેલી રવિવારે સવારે ૬
વાગે ત્યાં જવા નીકળવાનું હતું. પણ મને જવાની ઈચ્છા નોહતી એટલે હું નહતો ગયો.
સવારે જયારે બધા ગયા ત્યારે દરવાજો બંધ કરવા ઉભો થયો. પછી
પાછો સોફા પર જ સુઈ ગયો. અને પછી જે ત્રણેક સપના આવ્યા તા વાત જવા દો. રોજ સવારે
પોતા મારતી મારી મમ્મી ને જોતો હોય . એટલે સપના માં પાણીની ડોલ નો અવાજ આવતો હતો
અને પોતું નીચોવતી હોય એવો અવાજ આવતો હતો.પછી આખો ખોલી ને જોયું તો કાઈ નહિ. હરી
ઓમ પછી બપોરે દસ વાગ્યા સુધી સુતો રહ્યો.
મજા આવી ગઈ. સુતા જેવું સુખ નહિ ને બેઠા જેવું સખ નહિ.
ત્યાર બાદ નાહી ધોઈ ને નીચે ગયો. થોડીક વાર નીચે ઉભો
રહ્યો.મોહિત,વિરાજ,ગોપી,જય ને એ બધા ઉભા હતા. પછી બપોરે બારેક વાગે જમવા માટે
પ્લેટીયમ હોટલ માં ફિક્ષ લન્ચ જમવા માટે ગયો. પછી એકલા એકલા બેઠા બેઠા કબાબ, બટર
રોટી,પંજાબી શાક, છાસ, પાપડ, દાલ ફ્રાય, જીરા રાઈસ માણ્યા. મજા આવી ગયી. પછી આકાશ
નો એક મેસેજ આવ્યો. પછી મેં કીધું જમવા બેઠો છું. હોટેલ માં વિડીઓ કોલ કર. પછી એને
ડીશ બતાવી.
એક વાત સાચી છે કે આપણને એકલતા નથી ગમતી. જયારે એકલા હોઈએ
ત્યારે કઈક ને કઈક ઊંધું ઊંધું કરતા જ
હોઈએ. કોઈ ને એકલા ગમતું જ નથી. જયારે આપણે અંધારી વાળી રૂમ માં જઈએ ત્યારે પણ
આપણે જતા જતા મોઢે થી સીટી મારતા હોઈએ. કારણ કે આપણને એકલતા ગમતી જ નથી. કઈક ને
કઈક ઉલજનમાં આવીએ એવું કઈક ને કઈક કરતા જ હોઈએ છીએ.
એનો કોલ આવ્યો ત્યારે મેં એને ઘરે આવવા કહ્યું એને કહ્યું
“હું આવું છું” પછી હું જમી ને ઘરે જઈ ને એસી ચાલુ કરી ને જય નો ચડ્ડો પહેરીને રૂમમાં
બેઠો. થોડીક વાર પછી આકાશ આવ્યો. બેઠા બેઠા એક મુવી જોયું. નવેમ્બર મેન. બવું જ
રહસ્ય વાળું મુવી હતું. મગજ નો તો હથોડો કરી નાખ્યો. સાંજ સુધી બેઠા બેઠા કઈક ને
કઈક કર્યું. પણ એકલતા તો આપણે કોરી ખાતી હોય ને એવું લાગે.
સાંજ પડતા પછી અમે ડે નાઈટ માં નાસ્તો કરવા માટે ગયા. ત્યાં
જઈ ને પફ, દાબેલી અને પાઈનેપલ સેન્ડવીચ ખાધી. પછી શેરડી નો રસ પીધો. રસ પીય ને
ત્યાં થોડી વાર બેઠા. ખરેખર એક વાત તો દોસ્તાર માં હશે કે જેટલી વાર એની સાથે
બેસીએ એટલી વાર મજા જ આવ્યા કરે. એનાથી જયારે છુટા પડીએ ત્યારે થોડીક વાર પછી પાછુ
એને મળવાની ઈચ્છા થાય. હશે કઈક લોહી કરતા પણ ઉપર નો સબંધ.
આકાશ ને ઉતારી ને હું ઘરે પાછો આવી ને બેઠો. બસ પછી આઠેક વાગે
બધા ફરી ને પાછા આવી ગયા. પછી બધા થોડી વાર સાથે બેઠા. પછી બધા સુઈ ગયા.
-પ્રણામ ૧૧ : ૧૨ પી એમ
Comments
Post a Comment