વ્યસન
વ્યસન
આ લેખ વિશે મને ૫૫૫ ટકા ખબર છે કે, જે લોકો વ્યસન કરતા હશે એ લોકો આ લેખ તો ખોલશે પણ નહિ એટલે વાંચવાની વાત તો દૂર જ રહી. પણ આ લેખ હું ખાસ એટલા માટે લખી રહ્યો છું કે ,જે લોકો વ્યસન નથી કરતા એ બધાને મહેરબાની કરું છું કે તમે આ નર્કમાં ન પડતા પ્લીઝ.. વિનંતી કરું બે હાથ જોડી ને , મારો આ લેખ વાંચી ને કોઈ વ્યસન કરતો હોય એ માણસ વ્યસન છોડશે તો ખુશી થશે જ ,પણ વ્યસન નહિ કરનારા માણસો જિંદગીમાં વ્યસન નહિ કરે તો એ મારા માટે વધારે ખુશી ની વાત છે.........
વ્યસન શબ્દ આમ જોવા જઈએ તો બઉ જ સારો શબ્દ છે પરંતુ એ તમારા પર આધાર રાખે છે કે, તમે કેવુ વ્યસન કરો છો,કેવી ટેવ પાડો છો. દરેક વસ્તુ ને આપણે હકારાત્મક અને નકારાત્મક આમ બે પાસા થી જોઈ શકીયે છીએ.
વ્યસન એટલે ખરાબ ટેવો, જે આપણને જ્યારે કરતા હોય ત્યારે સુખ-મજા-એશ આપે છે , પરંતુ લાંબા ગાળે બહુ જ નુકશાન કરે છે અને આવા સરસ અમૂલ્ય શરીરની પથારી ફેરવી નાખે. એવા એવા લોકો ને મેં જોયા છે કે એમના મોઢા માં વ્યસનના કારણે જીવડાં ખદબદતા હોય.
વ્યસન વિશે હૂં એક નાની સ્ટોરી કઈને સમજવાનો પ્રયત્ન કરૂ. મને સ્ટોરી કહેવાનો બઉ જ શોખ છે... હા હા હા
તમે પાંચ-દશની ગાડીમાં ક્યારેય કેરોસીન નાખો છો??? ના, અરે ગાડી છોડો!! બાઈકની વાત કરો, ક્યારેય બાઈકમાં કેરોસીન નાખો છો??
ના!!.. કેમ?? તમને ખબર જ છે કે કારણ કે જો આપણે ગાડી કે બાઈકમાં કેરોસીન નાખીને ચલાવીએ તો એન્જિનની પત્તર ઠોકાય જાય.
જો તમને પેલા પાંચ કે દશ લાખના ભૌતિક સાધનની આટલી બધી ઉપાધિ છે તો તમને તમારા આવા સરસ અમૂલ્ય શરીરની સંભાળ કેમ નથી??
ક્યારેય મોઢામાં તમાકુ,બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે?? કે , કિડની,લીવર,ફેફસા,પેટની શું હાલત થતી હશે ??? તમને પેલા પાંચ કે દશ લાખના ભૌતિક સાધનની આટલી ચિંતા છે, તો થોડીક આ અમૂલ્ય શરીરની તો કરો , તમારા પોતાના માટે ના કરો તો વાંધો નહિ ,પણ તમારા છોકરા,પત્ની ,માં ,બાપ માટે તો જરા વિચારો યાર!!!!!!!!!!!!!!! વિચારજો હો
દુનિયા માટે તમે ફક્ત એક જ વ્યક્તિ છો , પણ તમારાં પરિવાર માટે તો તમે જ આખી દુનિયા,બ્રમ્હાંડ,પાતાળ(તમે જે હદ સુધી વિચારી શકતા હોય એ) છો.
અને અબ આયા ઉંટ પહાડ કે નીચે અત્યારે અમુક ધુરંધરો(માણસો) એવા પણ છે જેને કઈ સ્વીકારવું પસંદ જ હોતું નથી. જયારે આપણે તેને કહીયે કે અરે ભાઈ આ તમાકુ,બીડી, ગુટખા, દારૂ (વ્યસન) છોડી દે એનાથી કેન્સર થાય,,,, તો તરત જ એ ધુરંધર આપણને સામો જવાબ આપે જાણે એણે ગોખી ને જ રાખ્યો હોય એમ "કેન્સર તો વ્યસન નથી કરતા એનેય થાય છે". હવે તમે જ વિચારો કે આ ધુરંધરો ને કેમ સમજાવવા??!!!!!
તો એ ધુરંધરોને એક જવાબ આપી દઉં કે, ૨૦૧૬મા કેન્સર ડીપાર્ટમેન્ટનો રિપોર્ટ આવ્યો હતો કે ઇન્ડિયામાં કેન્સરના દર્દીમાં ફક્ત ૨૦% કેશ જ એવા હોય છે કે જે વ્યસન નથી કરતા એમને થાય છે(એના કોઈ કુદરતી કારણ છે) , અને કેન્સરના દર્દીમાં ૮૦ % કેશ તો વ્યસન કરતા લોકો જ હોય છે...
અને તમને ખબર હશે કે ઇન્ડિયા માં બધા જ તમાકુ,બીડી, ગુટખા ના પેકેટ પર "કેન્સર થાય છે" એવું લખ્યું હોય છે અને સાથે કેન્સર થયેલું મોઢું પણ દોરેલું હોય છે , પણ ઇન્ડિયાવાળા તો ખતરો કે ખિલાડી છે.
હવે તમને એમ થશે કે મૌત ને કોઈ રોકી શકતું નથી. હા તમારી વાત ૧૦૦% સાચી છે પણ આપણે આપણી રીતે થોડી સાવચેતી તો રાખવી જોઈએ ને..મૌતની એક અલગ ફિલોસોફી છે, એ એ છે કે એ ફિલોસોફી ખુદ ખુદા ને પણ સમજ પડી નથી અને કોઈ ને પડશે પણ નહિ...
અને આજકાલના કોલેજિયન એની જાતે કોઈ વ્યસન ચાલુ કરતો નથી , એનું ફ્રેંડસર્કલ માંથી જે વ્યસન કરતો હોય એ ફક્ત એક વાર રેક્વેસ્ટ કરે એટલે જે વ્યસન ના કોલેજિયન પણ એની સાથે વ્યસનના રવાડે ચડી જતો હોય છે ત્યારે આ ગુજરાતી કહેવત સાચી પડે કે "સંગ એવો રંગ"
અને છેલ્લે મને આશા છે કે મારો આ નાનકડો લેખ વાંચી ને જે લોકો વ્યસન નથી કરતા એ લોકો વ્યસન ચાલુ નહિ જ કરે. એ જ આશા સાથે વિમુ છું, હું બઉ જ આશાવાદી માણસ છું અને કદાચ તમે પણ હશો જ
આપણને જિંદગીનો અસલી નશો નથી ચડતો,એટલે આપણે તકલાદી નશા શોધીયે છીએ.(અને પછી જિંદગીભર કરીયે છીએ)
-હાર્દિક કુંભાણીના પ્રણામ
Comments
Post a Comment