દવાની બાટલી અને ઉતારવાની બાટલી
દવાની બાટલી અને ઉતારવાની બાટલી
તમને એમ થતું હશે કે આ વળી શું આવું ગાંડા જેવું ટાઇટલ આપ્યું છે ,પણ આ ટાઇટલ માર્કેટિંગવાળા ખાલી વાંચે ને તોય આખી બુક(ગ્રંથ) લખી નાખે, કેમ કે એ લોકો એ સ્ટ્રગલ જ એટલું કરેલું હોય ઉતારવાની બાટલીમાં....
પણ ઉતારવાની બાટલી અત્યારે એકવીસમી સદીમાં રામબાણરૂપ સાબિત થઈ છે. જેને આ ઉતારવાની બાટલી વિશે આવડી જાય એટલે એને તો પુરે પુરી આઝાદી. અને એમબીએ કરવાની પણ જરૂર ના પડે કેમ કે એમબીએ(મને બધું આવડે).
માણસને દવાની બાટલી પીવડાવવી હોય તો કશાની જરૂર ના પડે ,એ એની જાતે જ ઘૂંટડો ભરી ને પીય જાય ,પણ જો તમારે માણસને બાટલીની અંદર ઉતારવો હોય તો તમારે કોઈ માર્કેટિંગવાળા માસ્ટરને પકડી લાવવો પડે. અને આ માર્કેટિંગવાળા માણસો તો કંપનીઓ માટે હૃદય સમાન છે,એ ના હોય તો કંપની નો બધો માલ એમને એમ જ પડ્યો રહે,,પણ માર્કેટિંગ વાળા એટલે ટાલિયાને પણ કાંસકો વેચી આવે.!!!!
આ બધી વાત હું એટલા માટે કરું છું કારણ કે આ ઊતરવાની બાટલીમાં હું પણ એક વાર વગર પગથિયે પરબારો ઉતરી ગયો હતો. જયારે હું કોલેજમાં ભણતો હતો...સોરી હો ભણતો નહિ(અત્યારે કોલેજમાં કોણ ભણાવે છે!!), જતો હતો ત્યારે એક વાર મને મારો સ્કૂલનો જૂનો મિત્ર મળ્યો.......એની વાતો નથી કરવી આગળના "એએમટીએસની મજા"વાળા લેખમાં આનું વિસ્તૃતમાં વર્ણન કરેલું છે પણ આમાં મારે થોડી મજાક,હકીકત, તડકો, મહેતન આની વાત કરવી છે.
હું એક મલ્ટીલેવલ માર્કેટિંગ કંપનીમાં ભૂલથી જોડાઈ ગયો હતો.આવી કંપનીઓના પ્રેઝન્ટેશન બહુ જ પાવરફુલ હોય,અને એનાથી એ પાવરફુલ એને સમજાવવાવાળા.જેવા તેવાને તો આખોમાંથી આંસુ લાવી દે(ઈમોશનલ રીતે),અને પાછા વાતો એ એવી એવી કરે કે "માં- બાપની રિટાયરમેન્ટ, પર્શનાલીટી,રોયલ લાઈફ ,ચાર વરહ કામ કરી લીધું તો ચાલી વરહ જલસા" આવું બધું કીધા કરતા ત્યારે આપણને એમ કેવાનું મન થાય કે "ઢોસા ના ખાટી ગેલા ખીરા જેવા મોઢા છે બધાના , અને ચાલી લાખ ની વાત કરે છે,પગમાં ચમ્પલના નેઠા નથી , ખારી શીંગ ના ફોતરાં જેવા લાગે છે"
રવિવારે આવી બધી કંપનીઓના સેમિનાર આયોજિત કરેલા હોય છે. એમાં આપણે આપણા મુરઘાઓને લઈને જવાના.મંગળવારથી શનિવાર સુધી આપણે આપણે નવા લોકોને સેમિનાર માટે ભેગા કરવાના(વંઠેલા ઢોરની માફક) . રવિવારે બધા કંપનીમાં જોડાયેલા લોકો સફેદ બુશર્ટ અને કાળું પાટલુન પે'રીને આવતા અને ગળામાં જેમ ગધેડાને ગુલામ બનાવીને મહેતન કરાવતા હોય એમ ગળું ટાઇથી બાંધેલું હોય..અને બધા જે જગ્યાએ સેમિનાર હોય, ત્યાં નવા આવેલા લોકોના નામ-ઠામ લખે..
અમને મંગળવારે પાસ આપી દે અને કહે કે તમારે આ રવિવારે પાંચ લોકો તો ઓછામાં ઓછા આવવા જ જોઈએ(આપણને એમ થાય કે મૌતના કુવામાં સામેથી કોઈ જતું હશે) . એક પાસના ૫૦ રૂપિયા હોય અને જયારે અમે કોઈ માણસને આ પાસ પ્રમોટ કરવા માટે મળીયે ત્યારે કહીયે કે "આમ તો આવા વેન્યુ ૬ મહિનામાં એકાદ વખત જ થતા હોય છે અને તમારુ નસીબ સારું છે કે આ વખતે અમદાવાદમાં આ સેમિનારનું આયોજન થયું છે અને મારી પાસે ફક્ત ૩ જ પાસ છે... એક મારો ,એક મારા ખાસ મિત્રનો, અને આ એક તમારો,પાસ ની બૌ જ તાણ(શોર્ટેજ) છે. આમતો આ પાસની કિંમત ૫૦૦ રૂપિયા છે. પણ તમે સ્ટુડન્ટ છો એટલે ઓફર ચાલે છે કે સ્ટુડન્ટ માટે ફક્ત ૫૦ રૂપિયા"આવી રીતે પાસ પ્રમોટ કરતા. એમાં કોઈક પાસ લઈ લેતું ..તો કોઈ ગાળો પણ આપે..
જયારે સેમિનાર ચાલુ થાય ત્યારે ઓલી કહેવત છે ને કે "ઘરના ભુવા ને ઘરના ડાકલા" બસ એના જેવુંજ કંઈક થતું. એના જેવું નહિ એવું જ જ જ થતું.જયારે અમારી ઉપરના કોઈ સાહેબ આવે ત્યારે(સાહેબ શેના સોરી લફંગા) એ લફંગાના ચેલાઓએ જે લોકોને બાટલીમાં બુચ ખોલ્યા વગર જ ઉતારી દીધા હોય એ લોકો બઘડાસટી બોલાવતા હોય "જબરદસ્ત ફલાણા સર જબરદસ્ત જોરદાર , શાયરીઓની તો રમઝટ બોલતી હોય અને ખાસ વાત એ કે એ પ્રેઝન્ટેશન પતાવતા કે સમજાવતા ફક્ત ૧૦ મિનિટ લાગે એની જગ્યા એ લોકો ૩ કલાકની ઘાણી કાઢી નાખે "
મને યાદ છે કે મારા એક કોલેજના મિત્ર જૈમિન પંચાલ એ ૫૦ રૂપિયા સેમિનારમાં આવવાના અને ૫૦ રૂપિયા સેમિનારમાંથી જવાના(છૂટવા માંગતો હતો એમાંથી) આપ્યા હતા
આ માર્કેટિંગ કરવું હોય તો છાતી ૫૬ની જોઈએ કેમ કે ક્યારેક કોઈક પૈસા પાછા મંગાવા માટે પણ આવે એટલે આમાં જગડા પણ થાય. આમ આ મારા ઉતારવાની બાટલી (માર્કેટિંગ)ના ૬ મહિનાના અનુભવની વાતો લખું તો આખો સ્વામી વિવેકાનંદ જેવો ગ્રંથ બને, પણ હું આટલે રાખું છું.
છેલ્લે સેમિનારને અંતે આવું પણ બોલતા
"જળ તો બહોત હૈ લેકિન ગંગાજળ કુછ ઔર હૈ,
કંપનિયા તો બહોત હૈ લેકિન હમારી કંપની કુછ ઔર હૈ"
મને આશા છે કે તમને મારો આ લેખ વાંચવાની તમને મજા આવી હશે ,કાંઈ ખામી હોય કે કઈ ઉમેરવાની જરૂર હોય તો મને કોમેન્ટમાં જરૂર લખો..
અને લાસ્ટ માં હું મારો એક જ સંદેશ આપીશ કે
"હરામનો એક રૂપિયો લેશો નહિ અને જો હરામ એક રૂપિયો પણ આવી ગયો ને તો, આપણી ઓલાદને પણ એક એક પાઇ વ્યાજ સાથે રોઈ રોઈ ને ચૂકવવી પડશે" આ ઈશ્વર નો નિયમ છે.
ઈશ્વર જેવો દયાળુ કોઈ નથી પણ ઈશ્વર કસાઈ થી પણ ક્રૂર છે...ઈશ્વરને કેવો બનાવવો એ તમારા હાથ માં છે.
-હાર્દિક કુંભાણીના પ્રણામ

Comments
Post a Comment