તમારી જાતમાં માનો(આજુ બાજુ ધોકા નહિ મારવાના)

 તમારી જાતમાં માનો(આજુ બાજુ ધોકા નહિ મારવાના)
એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું
"તું શું ઈચ્છે છે? ભાઈ કે બહેન?"

દીકરી : ભાઈ
માતા : તું કોના જેવો ભાઈ ઈચ્છે છે?
દીકરી : રાવણ ની જેવો
માતા : તું શું કહે છે ? શું તારું દીમાક ચશકી ગયું છે??
દીકરી : કેમ શા માટે મમ્મી? તેમણે તેમની તમામ મિલકત,રજવાડા અને સ્થાવર તેમજ જંગમ સંપતિ અને રાજ્યો છોડી દીધા,કારણ કે તેમની બહેનને અપમાનિત કરવામાં આવી હતી
આટલું થયા પછી પણ જયારે પોતાના દુશમનની પત્નીનું અપહરણ કર્યા પછી પણ , તેમણે ક્યારેય તે સ્ત્રીને સ્પર્શ કર્યો નોહ્તો.
તો શા માટે હું તેમના જેવા ભાઈની અપેક્ષા ન રાખું??????????????

રામ જેવા ભાઈની અપેક્ષા રાખી હું શું કરીશ? જેણે એક ધોબી ની વાત સાંભળીને તેની ગર્ભવતી પત્નીને છોડી દીધી , કે જેણે હંમેશા તેની સાથે પડછાયાની જેમ રહેતી હતી કે જેણે "અગ્નિ પરીક્ષા" આપ્યા બાદ અને ૧૪ વરહ "વનવાસ" ભોગવ્યા બાદ પણ રામ સાથે હતી.

અને રામનું મગજ પેલા હરણએ વશ કરી લીધું હતું એ રામ એમાં લલચાય જાય છે અને ત્યાં પાછળ પાછળ એનો શિકાર કરવા જાય છે ,એક સુંદર પત્ની હોવા છતાં. આમાં રાવણનો વાંક નથી પણ રામ નો જ ક્યાંક વાંધો છે કે પેલા હરણની પાછળ ગયા... ઓશો આ વાત "જીવન જીવવાની કળા" માં આ વાત વણર્વે છે.
મમ્મી તમે પણ કોઈની પત્ની અને બહેન છો. ક્યાં સુધી તમે તમારા પુત્ર તરીકે રામ જેવા બનવાની આશા રાખશો? ?????
માતા રડી રહી હતી.

વિશ્વમાં કોઈ પણ સારા કે ખરાબ નથી. કોઈના વિશે ખોટું અર્થઘટન ના કરો. તમારો દ્રષ્ટિકોણ બદલો.
જે માણસ ક્લબમા જાય છે તે દરેક માણસ ખોટો નથી હોતો અને જે માણસ મંદિરમાં જાય છે તે દરેક માણસ શુદ્ધ(સાચો) નથી હોતો(કયારેક મંદિરમાંથી જ ચંપલ ચોરાય જાય છે ) તેથી તમે ક્યારેય ન્યાય ન કરો !!!!!

છેલ્લે એક રસપ્રદ વાત કરી લઉ કે
કોઈ એ કોઈના જેવું બનવાનું નથી. તમે જેવા છો એવા સારા જ છો
ફક્ત ગઈકાલ કરતા આપણી આજ ને આપણે બેટર બનાવની છે .
ક્રિષ્ના, રામ, અલ્લાહ , જીસસ ,લિંકન, ગાંધી અને બીજા ઘણા બધા પ્રભાવશાળી વ્યક્તિત્વ જેમણે પોતાના અનુભવો પોતાની જાતે કર્યા ,કહ્યા અને લખ્યા.......માટે તે એમના પોતાના કરેલા કાર્યોના અનુભવો છે માટે
કોઈએ કોઈના જેવું બનવાનું નથી .
કદાચ તમે પણ તમારા સાથથી સારા/નરશા અનુભવો આ જગતને આપી શકો.
હું રાહ જોવ છું તમારા સારા કે નરસા અનુભવો વાંચવાની

કીપ ઈટ અપ એન્ડ ગ્રો (અહેડ)-> અને <- 

Comments

Popular posts from this blog

એકલતા

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ