સેક્સને બંધન ના બનાવશો

                                                                                સેક્સને બંધન ના બનાવશો

સેક્સ વિશે અહીંયા ઇન્ડિયા માં વાત કરીએ ત્યારે તો બધાને એવું જ થતું હશે કે આ તો જો કેવો  માણસ છે!!, સાવ શરમ વિનાનો છે ,એવો નમૂનો તો મેં ક્યાંય જોયો જ  નથી.... પણ હવે હું મારા રસપ્રદ મીઠા અનુભવ ની વાત કરું તો જયારે મેં ઓશોની "સંભોગથી સમાધિ સુધી" બુક ની ઓનલાઈન બુક(પીડીએફ) ડાઉનલોડ કરી એને ઓપન કરી ત્યારે પહેલા જ પેજ પર  એક કામસૂત્રના સ્ટેપ નો ફોટો આપેલો હતો અને એ બુક ૪૩૮ પેજ ની છે  ,એટલે મને એમ  થયું કે આ તો કેવો ખરાબ ફોટો છે ,એવું બધું થોડી વાંચાય ,કોઈ જોય ગયું હોય તો પણ ખરાબ લાગે  અને આ પીડીએફ કોઈને મોકલાય પણ નહિ કેમ કે પહેલા જ પેજ  પર  કામસૂત્રના સ્ટેપ નો ફોટો , અને મેં કોઈ ને મોકલી પણ  નહિ...!

પરંતુ જયારે મેં એ ઓનલાઈન બુક(પીડીએફ) ના ૪૩૮ પેજમાંથી ફક્ત ૬૫ પેજ વાંચ્યા પછી  સાચી રીતે ખરેખર સેક્સ વિશે થોડું સમજ્યો ત્યારે મેં એ ઓનલાઈન બુક(પીડીએફ) મારા વૉટ્સએપ , ફેસબુક ના ફ્રેન્ડ સર્કલ , ફેમિલી સર્કલ , બીજી ઘણી વ્યક્તિ ને આ બુક શેર(મોકલવું, વહેંચવું) કરી દીધી..અને મારા લેપટોપના વોલપેપરમાં ખજુરાહોના મંદિરનો એક સ્ટેપનો ફોટો સેટ કરી દીધો. અને પછી ઘણા લોકો જયારે હું લેપટોપનો ઉપયોગ કરતો હોય ત્યારે મને કહેતા આ "શું આવો ગંદો(ખરાબ) ફોટો વોલપેપર પર મુક્યો   છે?"
ત્યારે હું એટલું જ કહેતો કે જો આ સેક્સ,સંભોગ,કામ ખરાબ હોત  ને તો તમે અને હું અહીંયા આવ્યા જ ના હોત... અને આપણને શરમ આવવી જોઈએ કે જે ભગવાને બનાવેલી ઇન્દ્રિયોના(શિશ્ન,યોની ) નામ બોલતા જ આપણને  ડર  લાગે છે.... એવા દરેક લોકોને ધિક્કાર છે જેઓ સેક્સને ખરાબ કહે છે ,અને અત્યારે  સૌથી વધારે જોવાતા  વિડિઓ પોર્ન વિડિઓ છે અને જો એની તમે વાતો કરો તો તમને  એવું સાંભળવા મળશે કે "આય હાય આતો જો કેવી વાતો કરે છે "

આપણી એડયુકેશન સિસ્ટમ જ એકદમ બકવાસ છે, તમને કદાચ ખબર જ હશે કે ઇન્ડિયા ની દરેક સરકારી  પાઠ્યપુસ્તકમાં પહેલા પેજ પર પ્રતિજ્ઞા છાપવામાં આવે છે. એમાં લખ્યું લખ્યું હોય કે "ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે " હું આ જયારે વાંચું ને સાંભળું ત્યારે બઉ જ હસવું આવે કે "જો બધા ભારતીયો મારા ભાઈ બહેન હોય તો લગ્ન કરવા પાકીસ્થાન જવાનું!!!" અને ત્યારે બઉ જ દુઃખ થાય આ લોકો  શું ને શું શીખવાડે છે?!  અને પાછા સ્કૂલ માં છોકરા- છોકરીઓને પૂછે  કે સૂર્ય કઈ બાજુ ઉગે? ત્યારે છોકરા- છોકરીઓ બોલે પૂર્વમાં , પછી પાછું પૂછે કઈ બાજુ આથમે? ત્યારે છોકરા- છોકરીઓ બોલે પશ્ચિમમાં......
એવું ને એવું શીખવાડે છે સાહેબ!! સૂર્ય ક્યારેય ઉગતો જ નથી ને અને સૂર્ય ક્યારેય આથમતો જ  નથી , આ પૃથ્વી(ડામચ્યો) ફરે છે.. આપણી  એડયુકેશન સિસ્ટમ જ બકવાસ છે  "જે ફરતું હોય એ સ્થિર બતાવે અને જે સ્થિર હોય એ ફરતું બતાવે"

અરે પાટો ઉતારી ગઈ ગાડી, પાછા આપણા વિષય પર આવીયે, ક્યાં પોગયા તા ??
હા યાદ આવ્યું કે લેપટોપના વોલપેપરમાં ફોટો મુક્યો હતો , હા તો મને આ બધી જ શક્તિ એ બુક માંથી હકીકત જાણવાથી મળી હતી. બે હાથ જોડીને  વંદન છે ઓશો ને ,ચંદેલવંશ ને કે જેમણે મધ્યપ્રદેશમાં ખજુરાહોનું મંદિર બનાવ્યું(સમય મળે તો ક્યારેક મુલાકાત લઇ આવજો) ,અને ‎વાત્સ્યાયાન ને જેમણે કામશુત્ર  આ ભારતને આપ્યું છે. હું એવું માનું છું કે જેવી રીતે શ્રી પ્રમુખસ્વામીએ ભારત  અને વિશ્વ માં જેમ સ્વામિનારાયણના  મંદિર બનાવીને  લોકોને ભક્તિના માર્ગે લઇ ગયા ,એવી રીતે  ખજુરાહો જેવા મંદિર આખા ભારતમાં  હોય ને તો આ સેક્સ ને લગતો પ્રશ્ન રહે જ નહિ

અને હવે વાત કરીયે બંધનની....આપણે જે વસ્તુની  જેટલી લિમિટ (સીમા) બનાવીએ , એ લિમિટથી  લોકો બહાર નીકળવાની તનતોડ મહેનત કરશે. અને સેક્સમાં પણ આજે લિમિટ બની રહી છે બઉ જ દુઃખ ની વાત છે

આ બંધનનું સાયન્સ તમને એક ઉદાહરણ આપી સમજાવું , જેવી રીતે આપણે ક્યારેક સાંજે જમ્યા પછી ઘરે આઇસક્રીમ લાવીએ ત્યારે ઘરમાં જેટલા સભ્યો હોય તે પ્રમાણે બધાનો એક એક ગણી ને આઇસક્રીમ લાવવાનો હોય ,પણ મેં આ મારી સગી આખે જોયું છે કે જયારે આઇસક્રીમ લાવીએ ત્યારે બધા શાંતિ થી આઇસક્રીમ ખાઈ ને આનંદ લઇ રહ્યા હોય છે પણ જેવો આઇસક્રીમ પૂરો થાય એટલે બધાને વધારે(હજી એક કપ ) આઇસક્રીમ ખાવાની ઈચ્છા ભીતરથી(અંદરથી)  જ પ્રગટ થઇ જાય કારણ કે એમાં એક બંધન બનાવેલું હતું કે બધાને એક જ કપ  આઇસક્રીમ મળશે. અને ઘરમાં અમુકતો એવા હોય ને  કે "પોતાનો આઇસક્રીમ પતી જાય  એટલે બીજાના આઇસક્રીમ પર નજર નાખજે અને કહે કે "હજી એ હું આવા પાંચ  કપ  આઇસક્રીમ તો આરામથી ખાઈ જાવ"(સેક્સ ની સાથે પણ કંઈક એવું જ છે )
 આપણે અગાવ વાત કરી આમ આપણે જે વસ્તુની  જેટલી લિમિટ (સીમા) બનાવીએ , એ લિમિટથી  લોકો બહાર નીકળવાની તનતોડ મહેનત કરશે.

અને હવે એ જ આઇસક્રીમનો બીજો પ્રસંગ.. જયારે આપણે કોઈ લગ્ન,રિસેપ્શનમાં ગયા હોય ત્યારે ઘણી બધી જગ્યાએ આઇસક્રીમ રાખવામાં આવેલો હોય છે અને ત્યાં કોઈ જ પ્રકારનું બંધન હોતું નથી,તમારે  જેટલો ખાવો હોય એટલો ખાઈ શકો , તેથી આપણે આપણી જાતે જ બે કે ત્રણ કપ ખાઈ ને  એ કાઉન્ટર(જ્યાં આઇસક્રીમ મુકવામાં આવ્યો હોય એ) થી આપણે દૂર(મુક્ત) જતા રહીયે છીએ. અને ત્યારે આઇસક્રીમનો વિચાર શુધ્દ્ધા(પણ)  આવતો નથી ,કારણ કે ત્યાં કોઈ લિમિટ,બંધન,સીમા હોતી નથી અને એટલે જ તો આપણે આપણી જાતે જ  આઇસક્રીમથી સંતૃપ્ત(મુક્ત)  થઇ જસો.

સેક્સનું પણ કંઈક એવું જ છે આઇસક્રીમ જેવું (ઘર અને લગ્ન જેવું )
અત્યારે સમાજ,ધર્મગુરુઓ,રાજકારણીઓ બધા જ સેક્સને એક બંધન બનાવે છે એટલે બધા જ લોકો એ બંધનથી છૂટવાનો ઉપાય કરશે(નત-નવા અખતરા કરશે )
                                                               પણ
જો સેક્સને બંધન,લિમિટ,સીમા માંથી દૂર કરી દઈએ તો તો માણસ પોતાની જાતે જ સેક્સ થી મુક્ત થઇ જશે

                   સેક્સને જે લોકો ખરાબ કહે છે એ લોકો જ આ પૃથ્વી માટે ખરાબ (ખતરનાક) છે.
 
 -હાર્દિક કુંભાણીના  પ્રણામ

Comments

Popular posts from this blog

એકલતા

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ