અંદર રહેલું એક બચપણ


અંદર રહેલું એક બચપણ 
તારીખ : ૦૪/૦૨/૨૦૧૮ સમય : ૧૧ : ૩૪ પી એમ વાર લખવાની જરૂર નથી.
હેલ્લો માય ડીયર ડીજીટલ  ડાયરી, આશા છે કે મજા માં જ હોઇસ. તારા સાથે મારે બવું જ ઓછુ મળવાનું થાય.પણ જયારે તને મળવા નું હોય ત્યારે રોજ કરતા કઈક વધારે જ ચર્ચા ચાલે. તારા અને મારા વચ્ચે..........

તો ચલ હું મારી ગતિ વિધિ ચાલુ કરું વગર બ્રાહ્મણે, કાલે સાંજે તો હું અને સતીશ બારિયા રાત્રે મોડા સુધી મારા ઘરની નીચે રહેલા બાકડા પર બેઠા હતા. આશરે દોઢ વાગી ગયો હશે. બધી વાતચિતો કરતા હતા. “રહસ્ય કો દફનાયા ગયા થા” મને લાગે છે કે મારી જિંદગીની આ સૌથી મહત્વની લાઈન બની ગઈ છે અને ટકી રહશે. રાત્રે મોડા પોણા બે વાગે મારી રોજની ડાયરી લખી. પછી કઈક કરી ને સુઈ ગયો. આજે સવારે મમ્મી એ સવારે સાડા આઠ વાગે ઉઠ્ડ્યો હશે પણ મેં કહ્યું “માથું દુખે છે એમ કહી ને બેડ રૂમ માં સુવા જતો રહ્યો અને ઓશીકું જોડે લઇ ને સુઈ ગયો” ઘણા લોકો ને ખબર છે કઈક વસ્તુ સાથે લઇ ને સુવાની ટેવ હોય છે, એના વગર તો એને ઊંઘ ના આવે. એવી પણ જોરદાર અને ગંભીર બીમારી અમુક ને હોય છે.

પપ્પા નાહી ને બહાર આવ્યા પછી ઇન્સ્તાગ્રામ માં હાર્દિકકુંભાણીક્વોટ માં એક સુવિચાર અપલોડ કરી ને પછી હું બાથરૂમમાં ગયો.  આપણા ઘર નું બાથરૂમ એ એક એવી જગ્યા છે ને કે ત્યાં સૌથી સારા વિચાર આવે , પણ પેન પેપર ત્યા હોતા નથી. ભવિષ્યમાં એવી સેવા પણ સાકાર થશે એવું લાગે છે. ફ્રેશ થઇ ને કપડા પહેરીને બધા ચા-ખારી,સેવ મમરા, ખાખરા એવો બધો નાસ્તો કર્યો. અને આજ સવારે ઉઠ્યો ત્યારે ભુપતભાઈ ના અક્તીવાની ચાવી મારી પાસે હતી એ યાદ આવ્યું અને મને થયું કે જય ને આપું એટલે એ એમના ઘરે આપી આવે. પણ બન્યું એવું કે ચાવી ઘર માં ગોતી તો બવુજ પણ મળી નઈ. થોડીક વાર પછી મને થયું કે કદાચ ચાવી નીચે બાંકડે પડી હશે નહિ તો ઓફીસ વાલા બાકડા પર હશે. હું થોડો દુખી થઇ ગયો હતો, કારણ કે મારાથી કોઈક ની ચાવી ખોવાઈ ગઈ હતી. થોડીક વાર પછી જય નીચે ચાવી શોધવા માટે ગયો પછી એ ઓફીસ વાળા બાકડા પાસે થી ચાવી લઈને આવ્યો. અને તોય પાછો ક્યાય ના મળી એમ નખરા કરતો હતો. પછી ચાવી મળી પછી કઈક મૂડ ઠેકાણે આવ્યો. પછી બેઠો બેઠો લેપટોપમાં સોંગ સંભાળતો હતો. અને ઇતવાર કા દિન એટલે લિટ્ટલ બીટ ઓફ રીડીંગ, ઈટીંગ, સ્લીપિંગ,જોકિંગ એન્ડ લોટસ ઓફ લેઝીનેસ.

સવારે મોહિત મુવી લેવા માટે આવ્યો હતો. એટલે એને મુવી આપ્યા. એના પાસે આઠેક જી બી ની પેન ડ્રાઈવ હતી પછી એમાં તો માંડ ત્રણ મુવી આવ્યા. અને આજે તો બપોરે જમવામાં નવતાડ ના સમોસા, સુરતી લોચો, ટેસ્ટી ના ખમણ, મીઠી મધુર ખીર, રોટલી અને શાક આટલી બધી વસ્તુ ઓ હતી. ખબર નહિ આજે પપ્પા કેમ એક સાથે આટલી બધી વાનગી લાવવા ખુશ થઇ ગયા. હશે હવે કઈક મલકાય એવું રહસ્ય.
બપોરે રાજાશાહી જેવું લન્ચ લઇ ને બૂક વાંચવાનો પ્રયત્ન કર્યો. પણ થોડીક વાર વાચી ત્યાં તો આળશ આવવા લાગી. મેં કીધું ને હમણાં લિટ્ટલ બીટ ઓફ રીડીંગ એટલે મેં થોડીક જ વાચી કદાચ બે જ પન્ના, પછી એકાદ બે કલાક સુઈ ગયો. લિટ્ટલ બીટ ઓફ સ્લીપિંગ

બપોર પછી ઉઠ્યા પછી પાછો ગરમા ગરમા મમ્મી ના હાથ નો ચા ને ખાખરા ખાધા. ઘણા ટાઈમ પછી મેં આજે સમયસર પરીવાર સાથે ત્રણ ટાઈમ નું ભોજન લીધું હતું. આ જિંદગી નું એક લોજિક કેવું છે!! “સાંજે પથારીમાં પડીએ ને ત્યારે એમ થાય કે શાંતિ જોઈએ, અને સવારે એ જ પાથરી માંથી ઉઠીએ ને ત્યારે એમ થાય કે પૈસા, સુવિધા, ભૌતિક જીવન જોઈએ”. ઘણા બધા કહેતા હોય છે કે પૈસા નો પાવર બવુજ જ હોય છે એમ વાત પણ સાચી છે. પણ જો ખાલી પૈસા અને સેકસમાં જ પાવર હોત ને તો મહાવીર અને બુદ્ધે છોડ્યા જ ના હોત.

સાંજે પાછા મોહિત ને બીજા ચારેક મુવી નાખી આપ્યા. અને આજે તો પેલા બ્લુટુથ સ્પિકર માં બધા સોંગ ધીમે ધીમે મંદ મંદ વગાડતો હતો. અને થોડીક વાર કલ્પ ને રમાડ્યો. એના રમકડા જોઇને મજા આવે. એક વસ્તુ માર્ક કરવાની બવું જ મજા આવે તમે પણ જોજો કે “જ્યાં નાનું છોકરું હોય ને ત્યાં આજુ બાજુ પણ નાના છોકરા જેવો વર્તાવ કરતા હોય છે” પછી એ જાણે કોઈ પણ હોય.” નાના બાળકો એ ભગવાન નું  જ સ્વરૂપ છે. અને આજે સાંજે તો ભાજી પાવ નો પ્રોગ્રામ હતો. ભાવતી નહોતી પણ આજે આખો દિવસ ખુસી નો માહોલ હતો એટલે એ વિસ્મય કર્યા વગર થોડીક બધા જોડે જમી લીધી. પછી સાંજે ચક્કર મારવા ગયા. પ્રકૃતિ જોવાનો આનંદ આવે. અને આજે તો પાપ અને પુણ્ય વચ્ચે પણ ઘણી બધી ચર્ચા થઇ. હા હા હા

આજે બચપણ થોડા સા નિખાર કે બહાર આયા હે.
એ પણ શું દિવસો હતા જયારે કોઈની રેતી આવે ત્યારે એમાંથી ફટાફટ બધા શંખલા ભેગા કરી ને રાખતા.
ક્યારેક ક્રિકેટ રમતા રમતા ભૂલથી કોઈકની બારી નો કાચ ફૂટી જતો.
વિડીઓ ગેમ માં કોન્ટ્રા અને મારીઓ ગેમ રમી રમી ને હાથ ને પણ ટ્રેન કરી ધીધા હતા.
નવો વેપાર અને પિક્નિક રમી ને જ બિજનેસમેન હોવાનું અનુભવતા
ક્યારેક કોઈ સાથે જગાડો કરી ને ઘરે પછી પપ્પાની એક થપ્પડ ખાવાની
નવરાત્રી માં મહિનો અગાવ માતાજી ના પાવાગઢ માટે માટી ભેગી કરવાની તૈયારી કરતા, તોય કંટાળો આવતો નહિ અને એમાં પણ એક મેનેજમેન્ટ ગુરુ
બીસીસીઆઈ ક્રીકેટ ના પણ આવા રુલ ના હોય. ડબલ ટપ્પી એક હાથે અને ડાઈરેક્ટ એક હાથે આઉટ , અને કોઈ ના ઘરે બોલ જાય તો એ આઉટ અને બોલ એણે જ્યાં નાખ્યો હોય ત્યાંથી લઇ આવવાનો, દર ત્રણ ઈનીન્ગે ટીમ બદલાસે.
પેન્સિલ ના સોલથી  ચેકરબર બનાવાની રેસીપી શોધી કાઢતા.
અપલમ ચપલમ અને ચીરાનીયા ખાઈ ને મજા કરતા અને કરાવતા.
ચાલુ ક્લાસમાં સુર્યમુખી ના બીયા ફોલી ફોલી ને ખાતા.
એક જગ્યા એ સૂર્ય પ્રકાસ નું નિશાન કરેલું હોય કે જયારે સૂર્ય પ્રકાસ અહિયાં પહોચે એટલે  બેલ વાગશે.
છોકરી ની બાજુ માં બેસવા માત્રથી સજા ભોગવતા ત્યારે જેલ માં હોય એવું લાગતું. જેલ જોઈ નથી હો(પાછા અમુક તો કહે એમ છે જેલ જેવું એટલે ગયો લાગે છે એમ)
વરસાદના પાણી માં છબછબીયા કરવાની મજા.
સ્કૂલ જતી વખતે જોર જોર થી  રાગડા તાણવાની પ્રથા  “હેલો મારો સાંભળો ને રણુજાના રાજા”
નાના હોય ત્યારે મોંઘા મોંઘા કપડા લેવાની પણ જીદ હોય કારણ કે આપણા ભાઈબંધો ને કહેવા થાય કે જો આ હું ફલાણી જગ્યા એ થી ૧૦૦૦ નું પેન્ટ લાવ્યો.
હવે હું પણ એક બાળક બની ને નીની કરી જાવ
૧૨:૪૦ એ એમ

-દરેકની અંદર રહેલા બાળક ને હાર્દિક કુંભાણીના નમસ્કાર.  

Comments

Popular posts from this blog

એકલતા

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ