માફી અને ગીતા

તારીખ : ૨૫/૦૨/૨૦૧૮ સમય : ૧૧:૫૦ પી એમ રવિવાર
ગયા રવિવારે અહિયાં તને મળવા માટે આવી ના શકાયું એ બદલ માફી માગું છું. આશા છે કે માફ કરી દઈસ. એવું હોય તો તને રાઈટીંગમાં એપ્પલીકેસન આપી દઉં.
ડીયરડાયરી,                                                                              માઈક્રોસોફ્ટ વર્ડ,
              વિષય : રવિવારે હાજર ન થવા અંગે.
            
            હું હાર્દિક પરેશભાઈ કુંભાણી મને તમને જણાવતા દુઃખ થાય છે. મેં મારી જિંદગી નું એક દિવસની દિનચર્યા તમારી પરમીસન વગર જ બંક મારી હું લખી શક્યો નહિ. હવેથી ફરીથી આવી ભૂલ નહિ થાય એવું હું તમને દિલ થી વચન આપું છું.
            આશા છે કે તમે મને માફ કરી દેશો.
                                                                     -તમારો વિશ્વાસુ
                                                                     હાર્દિક કુંભાણી
આવતી કાલે તમને તમારા અદ્દ્રેસ્સ પર કુરિયર કરાવી દયીસ.
 આજે તો રવિવાર હતો. આમ તો હું રવિવારે જ અહિયાં લખવા ચડી બેસું છું. આજે સવારે સાડા આઠ વાગે મમ્મી એ મારો બ્લેન્કેટ તાણતા માટે જગાડ્યો. પાછી હું મારા બોડી ને લઇ ને બેડરૂમમાં થોડી વાર માટે શિફ્ટ થયો. કેમ કે જે મજા એક વાર ઉઠ્યા પછી સુવાની આવે એ તો આખી રાત સુવો તોય ના આવે.
આજે તો સવારે ઉઠી ને તૈયાર થઇ ને સન્ક્ષેપ વળી નાની ભગવદ ગીતા લઇ ને બેઠો. પહલેથી વાચવાની ચાલુ કરી. વાચવાની મજા આવે પણ ગીતાજી ના શબ્દો સમજતા થોડુ મગજ ને તસ્દી આપવી પડે. સ્થિતપ્રજ્ઞ, સાંખ્યયોગ, વિષાદયોગ, કર્મ યોગ, જ્ઞાનયોગ.......વગેરે વગેરે વગેરે
બપોર સુધી માં બે ક અધ્યાય પુરા થઇ ગયા હતા. એક વાત હમેશા યાદ રાખવી કે કોઈ પુસ્તક પૂરું કરવા માટે વાંચવું નહી, મજા આવે તો જ વાચવાનું, નહિ તો અડધે થી જ મૂકી દેવાનું. પરાણે પરાણે મન બિચારું ગભરાય જાય.ઘણાય લોકો રેકોર્ડ બનાવવા માટે વાચતા હોય છે. બપોરે ચોળીનું શાક, રોટલી, શ્રીખંડ જમી ને પાછો ગીતા ને ક્રમશ: સમજવાની ચાલુ કરી. બપોરે ફોન પર થોડીક વાતો કર્યા પછી એક મહેમાન સામે વાળાનું મકાન જોવા આવિયા એટલે હું સામે વાળા કલ્પ જોડે જતો રહ્યો. એમના ઘરે હમણાં જ એક નવી નવજાત બાળકી નો જન્મ થયો છે. તો બધા એનું નામ પાડવાની ચર્ચા કરતા હતા. બધા નામ પાડવા બહુ જ ઉત્સુક હોય છે. જેના નામ પરથી કોઈ કાંડ થઇ ગયા હોય એવા નામ તો કોઈ ભૂલ થી એ ના પાડે. જેમ કે વિકાસ કારણ કે વિકાસ ગાંડો થયો હા હા હા.
બપોર પછી બધા ઉઠ્યા પછી હું સુઈ ગયો. ખબર નહિ શું હશે પણ બધા બપોરે ઉઠી જાય પછી જ મને ઊંઘ આવે ત્યાં સુધી મોબાઈલ મચડકી ચાલે. પછી વિશાલ સાવલિયા એ એક સરસ વિડીઓ વોટ્સએપ પર સ્ટેટસ માં અપલોડ કર્યો હતો. તો મેં પછી એના પર ટીપ્પણી કરીકે “બવું જ સરસ છે” તો એને કહ્યું મેં બનાવ્યો. પછી મેં એને ગીતા નો ત્રીજા અધ્યાયનો ૨૭ નો શ્લોક મોકલ્યો. તમે જોઈ લો તમને પર ખબર પડી જશે કે એમાં શું છે.

સાંજે જય આવ્યો પછી હું અને જય ગોપાલ કાઠીયાવાડી હોટેલ માં ફિક્ષ ડીશ જમવા માટે ગયા, પણ રવિવાર હોવાથી ફિક્ષ ડીશ ત્યાં નહિ મળે એમ એ ભાઈ એ કહ્યું પછી અમે ઓર્ડર કરી ને જમી લીધું. પછી આકાશ જોડે એકાદ કલાક વાત કરી ને આ ડાયરી લખવા બેઠો. 

અરે હા આજે તો મારી રાઈટ સાઈદ વળી ડાઉન લાઈન મૌનીક નો કોલ આવ્યો હતો. એના સાથે બધી ટીમએક્ષ ને લાગતો વાતો કરી. એ પણ કઈ દિવસો હતો. એનો કોલ કેમ આવ્યો હતો એ તો હજી સુધી મને પણ ખબર નહિ પડી. ક્યારેક કોઈ માણસ એકાદ કે બે વર્ષ પછી ખાલી કોલ કરી ને ખબર પૂછી ને કોલ મૂકી દે તો કેવું સારું ફિલ થાય. યાદ કરો તો યાદ રહીએ. બાકી અહીયાં તો લોકો મીરાબાઈ, નરસિહ મહેતા અને ગાંધી ને યાદ કરે. કેટલાય રાજા રજવાડા પુરા થઇ ગયા. કોઈ ને નામ સુદ્ધા પણ યાદ નથી.
બસ ચાલો હવે ઘોટાય જાયી, કાલે પાછુ મારે મારું ગાંડીવ ઉચકવાનું છે. પરીક્ષા છે . ગીતા વાચી છે એટલે થોડીક ચડી ગઈ છે. ૧૨:૪૧ એ એમ

-પ્રણામ       

Comments

Popular posts from this blog

એકલતા

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ