એક ઇતવાર શ્રી સત્યનારાયણ કથા કે નામ

તારીખ: ૦૮/૦૪/૨૦૧૮ સમય : ૯ એપ્રિલ ના ૧૨ : ૩૪ પી એમ

એક ઇતવાર શ્રી સત્યનારાયણ કથા કે નામ

આજે સવારે તો વહેલા આઠ વાગે મમ્મી એ ઉઠાડી દીધો હતો. સવાર માં સવાર માં તૈયાર થઇ ને બધી તૈયારી કરતા હતા. કાકી-કાકા સવારે જ ઘરે આવી ગયા હતા. અને આમ પણ કઈક ને કઈક કામ તો હોય જ. અને કદાચ આ અમારા ઘર નો પહેલો પ્રસંગ હતો. કેટલા વરહ જતા રહ્યા અમે કથા જ નહોતી કરી. પ્રમુખ માં રહેતા હતા એ ઘરની પણ કથા બાકી રહી ગઈ હતી. આ તો એવું છે કે અંજળ આવે ને ત્યારે જ કઈક થાય. એટલે એવી જ રીતે આજે અંજળ આવી ગયો હતો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.

સવારે ઉઠી ને તૈયાર થઇ ને રૂમમાં ગયો. તો મમ્મી કહે “ક્યાં કપડા પહેરવાનો છો?”, મેં કહ્યું “લાલ બુસટ અને ક્રીમ પાટલુન” મમ્મી એ કહ્યું “હમમ એ સરસ છે, અત્યારે જ પહેરી લે પછી બીજી વાર ચેંજ કરવાની માથાકૂટ નહિ” મમ્મી ને હમેશા એમ જ હોય કે આપણા છોકરા સરસ લાગે. એટલે જ તો એ તમને એકાદ વાર પૂછે જ. પ્રસગ માં તો ખાસ ...
ઈન કરી ને તૈયાર થઇ ને હું નીચે ગયો. પછી બધો મહાપ્રસાદ બનાવવાના વાસણો જય નો મિત્ર પ્રિન્સ ને ત્યાંથી લઇ આવ્યા. ત્રણેક વાર આવજા થઇ પણ બધુ આવી ગયું. એક તો કેવડું મોટું બક્ડીયું ઘરે લાવ્યા હતા. પછી પાછુ મૂકી આવ્યા. એક તો તડકો હોય ને એમાં આવું થાય. મગજ નો ફાલુદા થઇ જાય. બપોરે અગીયાર વાગે મનસુખ મામાને   લેવા માટે એમના ઘરે ગયા. પછી એમને  લઇને ઘરે આવ્યા પછી બપોરે જમી ને બધો સામાન સામે વાળા ઘનશ્યામ ભાઈ ને ત્યાં જવા દીધો. મહાપ્રસાદ પણ એમની ગેલેરી માં બનાવ્યો હતો. હું થોડી વાર બેડ પર લાંબો થયો. પછી પછી પાછુ ઈન મારી ને નીચે ગયો. નીચે જઈ ને ખુરશીઓ ગોઠવી દીધી. પછી એક પંખા માં અવાજ આવતો હતો તો એ પંખો હું અને ધ્રુમીલ બદલાવ્યીવ્યા. આકાશ અને જૈમીન પણ આવી ગયા હતા. તો એમની સાથે બેઠો હતો. આજે તો આકાશ નો બર્થ દે હતો અને કથા પણ.


થોડીક વાર પછી અમે બધા મહાપ્રસાદના ફ્રુટ કટિંગ કરવા ઉપર આવ્યા.પછી બધા એમાં લાગી ગયા. એ થઇ ગયા પછી સોડા ના ગ્લાસ ભરી ભરી ને નીચે બેઠેલા મહેમાન ને આપી દીધા. પછી લેડીસ માં તો છેક છેલ્લે કથા પૂરી થઇ ત્યારે છેક સોડા આપી. બ્રામ્હણ ખીજાય જો અધવચ્ચે સોડા આપી ને ખાબડ ખાબડ કરો તો. અને આદમી માં સોડા અપાય ગયા પછી મહાપ્રસાદ નું પ્રોડકસન ચાલુ થયું બોસ. દે દના દન કોકાકોલા ના મશીન થી પણ ફાસ્ટ. બધો મહાપસાદ પેકિંગ માં કન્વર્ટ કરી દીધો. કથાના છેલ્લા પાંચમાં અધ્ધાયની જાલર વાગી પછી બધા રેડી હતા. પ્રસાદ આપવા વાળા આપવા માટે અને ગ્રહણ કરવા વાળા ગ્રહણ કરવા માટે. એ બધું પતાવીને બધા નાસ્તા તરફ રણનીતિ વળી.  લાઈવ ઢોકળા બવુજ મસ્ત બનાવ્યા હતા.બધા એ ધરાઈ ને ખાધા. અમે પણ . એ ખાધા પછી હું જૈમીન અને આકાશ ક્ક્રીમ બેલની સ્ટ્રોબેરી વાળી કેન્ડી ખાવા માટે ગયા. અને આકાશ નો જન્મદિવસ હતો એટલે એની પાર્ટી. પછી ઘણી વાર ભવ્ય કોઠી એ બેઠા. અને સાંજે ઘરે આવી ને ધ્રુવિત સાથે હોન્ડા સીટી નો ચક્કર મારવા માટે ગયા. બોસ ગજબ ચલાવે છે. અવિનાશ નો પણ ગુરુ. પછી થોડી વાર નીચે બેઠા. અને ઘરે જઈ ને કથા વિશે ચર્ચા થઇ અને મમ્મી ના મગજ નું ટેન્સન આખરે જતું રહ્યું અને અમે એસી માં જઈ ને સુઈ ગયા. ગૂડ નાઈટ સમય : ૧ :૪૧ પી એમ         

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર