એક ઇતવાર જ્યોત્સનામાસી(આકાશના માતૃશ્રી) કે ઢોસા કે નામ

તારીખ : ૧૫/૦૪/૨૦૧૮ સમય : ૧૦ : ૩૦ પી એમ

એક ઇતવાર જ્યોત્સનામાસી(આકાશના માતૃશ્રી)   કે ઢોસા કે નામ

આજે તો સમયસર અહિયાં પોહચી ગયો છું. આજે સવારે જાગી ને તૈયાર થઇ ને દસેક વાગ્યા આજુબાજુ આકાશ ને કોલ કર્યો કે તૈયાર થઇ ગયો. એને કહ્યું કે “હજી બને છે લ્યા”                                                                       
મેં કહ્યું “હું તારી વાત કરું છું ઢોસાની નહિ તુય ખરો છ હ"                                                                       
પછી એને કહ્યું “આ દસ મિનીટ માં રેડી થાવ છું તું આવ ઘરે” પછી હું એના ઘરે જવા નીકળ્યો ત્યાં યાદ આવ્યું કે આજે તો સરકારે પેલો હેલ્મેટ વાળો રૂલ્સ લાગુ કર્યો છે. પછી જતી વખતે લીલા કલરની ટોપી માથા પર વળગાડી. અને ૦.૭૫ અને ૦.૫૦ નંબર ના ચશ્માંમાં બ્લેક લેયર લગાવી ને ઉપડ્યો. નંબર એટલા માટે લખ્યા કારણ કે હમણા જ આવ્યા છે એટલે.. હા હા હા

સાડા અગિયારે ત્યાં પોહ્ચી ગયો. ત્યાં ઢોસા બનાવવાની તૈયારી ચાલતી હતી.પછી થોડી વાર ફોન ઘુમેડ્યો. અને થોડી વાર પેપર વાચ્યું. પછી થોડી વાર બેઠા. કુલદીપ નો પણ કોલ આવ્યો કે અડધો કલાક માં હું આવું છું. તમેં જમતા નહિ.પણ પછી સંજોગો એવા ઘટ્યા કે એને મિસ કરી ને ઢોસો ખાવા લાગ્યાં. મજા આવી ગઈ હો. વાઈટ ચટણી, સંભાર, ઢોસો મજાજ આવ્યા કરે હો. કુલદીપની યાદ પણ આવતી હતી કે આવી ને ગાળો આપવાનો છે.પછી થોડી વાર આવ્યો અને બોલ્યો કેમ જમી લીધું ? અમે કહ્યું ઢોસા બની ગયા હતા એટલે ઠંડા ના થઈ જાય એટલે ત્યારે જપી ને બેઠો. અને અમારે જમી ને લાઇબ્રેરીમાં જવાનું હતું. મારે,આકાશ,કુલદીપ,જૈમીન

કુલદીપે ઢોસા ખાઈ લીધા પછી થોડીક વાર પછી અમે માથા પર ઓરીજીનલ હેલ્મેટ લગાવી ને જૈમીનના ઘરે જવા નીકળ્યા. આમ તો હેલ્મેટ પહેરવું ગમે નહિ પણ પૈસા પણ બહાર જાય એ પણ ના ગમે ને. એટલે પહેરવું પડે. પછી જૈમીન ના ઘરે જઈ ને થોડી વાર બેઠા. થોડીક ગરમી હતી. પછી એના મમ્મી એ વરયાળીનું સરબત બનાવ્યું. એ પીધું મજા આવી ગઈ. અને ત્યાં પણ અમારા મેમની વાતો થતી હતી. ખરેખર કોઈ મોટા પદ પર કોઈ ખોટો માણસ આવી જાય તો માણસો ખુબ જ હેરાન થાય. ક્યારેક ભૂલ થઇ જાય હું માનું છું. પણ પછી એનું નિવારણ પણ આવવું જોઈએ ને. રસ્તા પર ભુવા પડે એનો વાંધો નહિ પણ એ ભુવા બુરવા પણ જોઈએ ને. સાચી વાત ને...

જૈમીનના ઘરે થી રાસ્તામાં સેલ્ફી પાડતા પાડતા ડાયરેક્ટ ક્રોસવર્ડ એ પોહ્ચ્યા.ત્યાં જઈ ને બધી બૂક જોઈ. ત્યાં થોડીક વાર બેઠા. પછી એક આગાથા ક્રિસ્ટીની એક મર્ડર સ્ટોરી વાળી બૂક લીધી. અને યાર આજે અમે અમેઝોન એલેક્ષા અને ઈકો જોયું મસ્ત હતું. એમાં હું ટેસ્ટ કરતો હતો તો મેં કહ્યું “હેલ્લો એલેક્ષા વિચ બૂક આર ગૂડ ફોર નોવેલ?” તો એલેક્ષા એ કહ્યું “આય ડોન્ટ અંડર્સ્ટેન્ડ વોટ આર યુ સ્પીક” પછી બાજુ માં રીડીંગ કરતા એક મેડમેં કહ્યું “યોર ક્વસય્ન ઇસ વ્રોંગ” પછી કુલદીપે કહ્યું “તો આ ૯૦૦૦ નું એલેક્ષા શું કામ નું  અને એ ધીમે ધીમે અમારી જોડે રહી ને શીખી જશે” હા હા હા
          

 પછી ત્યાંથી તક્ષશિલામાં ગયા જ્યાં અમે જીએલએશ નું લાસ્ટ યેઅર ત્યાં આવી ને વાંચવામાં જ કાઢ્યું હતું. મજા બવું જ આવતી હતી. અને હવે કાય એવો સ્પેસલ સમય મળતો નથી. રવિવારની રજા માં ક્યારેક ક્યારેક જઈએ. અને આજે લાઓ ત્સેની બૂક લીધી અને ઘણી બધી બૂક ના પિક લીધા છે એ ઓનલાઈન મંગાવવાની છે. કારણ કે સસ્તી પડે. અને પછી ત્યાંથી બહાર ઉભા ઉભા નાસ્તો કરવાની ચર્ચા કરતા હતા તો કોઈ કહે તડબુચ ખાવું કોઈ કે ચોળાફળી કોઈ કે પકોડી. પછી બધા જે જગ્યા એ અમારો અનીશ,આકાશ,જૈમીન,અને મારો ફોટો લીધો હતો એ જ જગ્યા એ આજે ફરી થી પકોડી(પાણી પૂરી,ગોલગપ્પા ) ખાવા ગયા. અને ત્યાં જઈ ને પાછો એક પિક લીધો.

યાદ આવશે પછી ક્યારેક. એક એક પળ ને ભમરાની જેમ ચૂસી લેવી જોઈએ. મને નહિ ખબર હો ભમરો કેમ કરે. પણ આતો કહેવત છે તો... હા હા હા ત્યાંથી થોડી વાર લો ગાર્ડન માં ગયા. ત્યાં બેઠા બેઠા ચર્ચા કરી એનું રેકોર્ડીંગ પણ છે. હા હા હા બવું જ મહાન વાતો થાય હો. ત્યાં સંવાદ પત્યાં પછી શક્તિ માં સેન્ડવિચ ખાવા ગયા. આજે તો ત્યાં જઈ ને નવી સેન્ડવીચ ટેસ્ટ કરી. પનીર વાકો. સારી હતી પાલક સ્વાદ જેવી. ત્યાંથી ગયા એની બાજુ વાલા જય ભવાની માં ત્યાં ૨ ચોકોલેટ સેન્ડવિચ નો ઓર્ડર આપ્યો. અને ત્યાં બહાર મુકેલા ટેબલ પર બેઠા.અને એ ટેબલની પાછળ જ એક પકોડી વાલા ઉભા હતા. તો ચોકોલેટ સેન્ડવીચ આવ્યા પછી જૈમીન એ પાછળ જોયું તો એણે કહ્યું પકોડી ખાવી છે લ્યા. પછી મારા ઉપરના પોકેટ માં ૧૦ ની નોટ પડી હતી તો એ કાકા ને કહ્યું કે ૧૦ ની એક પ્લેટ કરી આપો ને. ડાયરેક્ટ બેઠા બેઠા ૪ પૂરી ની ડીસ આવી.

 બધા એ એક એક ખાધી. સેલ્ફીઓ પણ લીધી. પણ બધા હસ્યા બવું જ. એ ખાય ને ત્યાં થોડી વાર બેઠા પછી ત્યાંથી અમે બધા ઘરે જાવા નીકળ્યા. રસ્તામાં ઇન્કમ ટેક્ષના ચાર રસ્તા પર  સિગ્નલ બંધ થઈ ગયા પછી પણ અમે આગળ વધ્યા તો પોલીસ વાલા કહે આ બાજુ જતા રહો પછી અમે જવાનું હતું એની ઉંધી બાજુ બાઈક નાખી હા હા હા. પછી ફરી ફરી ને એ જ રસ્તે પાછા આવ્યા. કેમેરા નો પાવરહો. જૈમીન ને જ્યાં ઉતાર્યો ત્યાં તેઝ વિશે ચર્ચા ચાલુ થઇ ગઈ. પછી શ્યામ શિખર આવીને મેં અને આકાશ એ શેરડી નો રસ પીધો. અને એક ઉબોન ના ઈયર ફોન લીધા. અને પછી ઘરે આવી ને બવું જ ગીતો સાંભળ્યા. અત્યારે સાંભળતા સાંભળતા જ લખું છું. ગરમી બવું જ છે અને પંખો પણ બંધ રાખીને લખું છું. બાય બાય ગૂડ નાઈટ ૧૨ : ૩૩ એ એમ        

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર