એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ

તારીખ : ૨૨/૦૪/૨૦૧૮ સમય : ૧૧ : ૪૮ પી એમ
એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ

રાધે રાધે, હમણા થોડાક દી થા રાધે રાધે મગજ માં ચડ્યું છે તો બધા ને રાધે રાધે કહીયે. આપણું તો પછી આવું બધું હોય.સવારે ઉઠી ને સોફા પર મેથ્સનો ચોપડો લઇ ને બેઠો. આપણે તો કોલેજ જતા નોહતા એટલે આર બી ના ચોપડા માંથી વિડીઓ બનાવવાનો ચાલુ કર્યો. ૭૦ પન્તા નો વિડીઓ બનાવ્યો.પછી એ બૂક પાછી પરત કરી આવ્યો.અને આજે સવારે ખબર જ હતી કે આજે જય મોબાઈલ લેવાનો છે એ પાક્કું છે. કેમ કે એની જીદ એટલે બોસ વાત ના પૂછો યાર..સવારે તો લેપટોપ લઇ ને બેઠો હતો કે કઈક વાચું કે મેથ્સની પ્રેક્ટીસ કરું. પણ એમ કઈ થાય!! લોઢા ના ચણા ચાવવા જેવું છે મેથ્સ વાંચવું. બાપા ઉભો ઉભરો આવે એવું હોય. પછી બપોરે જમી ને થોડીક વાર બનારસ કાફે બૂક રીડ કરતો હતો. પણ પછી ઊંઘવાનું મન થયું તો સુઈ ગયો.


ત્રણેક વાગતા જય ઘરે આવ્યો. પછી મોબાઈલની વાત કરતો હતો. એટલે મને ખબર પડી કે આ મોબાઈલ લીધા વગર આજે રહેવાનો નથી.ઉઠી પટીયો ઉટકીને લીલા કલરની ટેટી ખાધી. બવું જ મીઠી હતી. મજા આવી ગઈ. પછી આખું ફેમેલી આસ્થા મોબાઈલ માં મોબાઈલ લેવા ગયા. જયલો તો વિવો વી૯ લેવાનું કહેતો હતો. ૧૯૦૦૦ મોબાઈલ છે વિવો વી૯ પછી મેં એ સેલ્સ વાલા ભાઈ ને કઈ દીધુ કે વિવો વી૯ ના નેગેટીવ પોઈન્ટ જ બોલજો. પછી છેલ્લે ઓપ્પો એ૮૩ ૩૨ જીબી અને ૩ જીબી વાળો મોબાઈલ લીધો. પછી અમે ઘરે આવી ગયા. અને મમ્મી અને પપ્પા મારા કાકા ના ઘરે ગયા. ઘરે આવી ને મોબાઈલ જોતા હતા. ઘણા લોકો એમ સ્ટેટસ મુકે કે ન્યુ ફેમિલી મેમ્બર આર એડ... હા હા હા પછી મોબાઈલ ના થોડાક ફીચર જોયા. એકાદ કલાક પછી આશરે  ૬ વાગે પપ્પા નો કોલ આવ્યો કે કાકા ના  ઘરે ખીચડી બનાવી છે. તમે બંને જમવા આવી જજો. પછી અમે જમવા માટે નીકળ્યા. જય તો આજે ખુશ હતો. કેમ કે પહેલી વાર બ્લેક બ્યુટી ઓપ્પો એની જોડે હતો. સ્વાભાવિક વાત છે કે નવી વસ્તુ લીધી હોય એટલે નવ જણા ને બતાવવાનું મન થાય જ અને એ પણ નવ દિવસ સુધી જ. 

પછી એ ક્યાં ને એની વસ્તુ ક્યાં રખડતી હોય. જમવાનું તૈયાર થઇ ગયા બાદ બધા જમવા બેઠા. ખીચડી, મસ્ત નું દહીં, ભૂંગળા, જાદરિયું, છાસ વાહ બાપુ મજા પડી ગઈ હો. ઢીચણીયું હોતે હતું. એ પણ સારું હો. કેટલા એ જોયું છે? પછી અમે બધા એક રૂમ માં બેઠા હતા અને વાતો કરતા હતા. મારે કાલે મેથ્સ ની એક્ઝામ છે પણ હવે મન મક્કમ કરી ને નક્કી કર્યું છે કે કોલેજ જવાનું થતું નથી.કારણ કે કાલે ગૌરાંગની સગાઇ છે એટલે ત્યાં જવાનું છે. અને આપણે કોઈકના પ્રસંગ માં જઈએ તો કોઇઈક આપણા પ્રસંગમાં આવે. નહિ તો કોઈ ભાવ ય ના પૂછે બાપા. 

આ દુનિયા માં પૈસો કમાવવો બવું સહેલો છે, પણ મારા બાપ આબરૂ,ઈજ્જત બનાવવી બવું જ કઠીન કામ છે. પૈસો તો આવે ને જાય એમ ચાલ્યા કરે. પણ આબરૂ તો એક જ વાર આવે ને જો સીધા ના ચાલો તો એક વાર જાય. વાર્તા પૂરી.. પછી કાકાના ઘરે થી ઘરે આવતી વખતે ગોળો ખાવાનું મન થયું તો એના ઘરની પાછળ જ એક રામ શ્યામ ગોળા વાળો ઉભો રહે છે તો ત્યાં બાઈક ઉભી રાખી અને હજી અમે ધ્રુમીલ ને કોલ કરવાનું કહેતો હતો. ત્યાતો જય ભાઈએ કોલ કરી દીધો હતો. ભાઈ નું ઉપાડી ગયું હો. ગોલો તો ઠીક હતો. પછી અમે ઘરે આવ્યા. ઘરે આવ્યી ત્યા તો સામે મોહિત ઉભો હતો. પછી થોડી વાર ફૂલ રેકેટ રમ્યા. અને પછી ઘરે આવી ને સુવાની તૈયારી. રાધે રાધે. ગૂડ નાઈટ ૧૨ : ૧૭ એ એમ      

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

બસ એમ જ

જય રણછોડ........માખણચોર