એક ઇતવાર થોર કે સાથ સાથ બ્લેકવુડ કાફે કે નામ

તારીખ : ૨૯-૪-૧૮ સમય :૩૦-૪ ના સવાર ના ૯ : ૪૦ કલાકે

એક ઇતવાર થોર કે સાથ સાથ બ્લેકવુડ કાફે કે નામ

હેય માય ડીયર ડીજીટલ ડાયરી, હાવ આર યુ ? મેં બી મજા માં જ હોયીસ. હું પણ મજામાં હો ગાંડી. ડાયરી બોલી, “તને કોઈએ પૂછ્યું દોઢ ડાયો થાતો, સાનમુનો બેસ ને”

મેં કહ્યું “અરે ગાંડી હું તારા સાથે ના બોલું તો કોના સાથે વાત કરું, એક તું તો છે જ્યાં બોલવા કે લખવા માટે કઈજ કરતા કઈજ વિચારવું પડતું નથી. અને કદાચ કઈ ભૂલ થઇ પણ જાય તો પણ તું મને પ્રેમ થી એમ કહેતી હોય છે કે બેકસ્પેસ થી ભૂસી કાઢ, હવે તું જ કે મેં કઈ ખોટું કીધું”

ડાયરી બોલી, “અરે હું તો મજાક કરું પગલે, તું તો સીરીયસ હો ગયા, કિસી કો ઇતના ભી મત રુલાઓ કી ઉસકે શરીર મેં સે પાની હી ખતમ હો જાયે”

હું બોલ્યો, “બસ ચાલો બવુજ  થયું નાટક બાજી લેટ્સ ઓન ટ્રેક”

હા તો , આજે તો સવારે ખબર નહિ જયારે આંખ ખુલી ત્યારે બંને બાજુ પપ્પા અને મારો ભાઈ જય સુતો હતો. મને એ જોઈ ને ખુશી થઇ, કારણ કે રોજ તો જયારે આંખો ખુલે ત્યારે પથારી પણ સકેલય ગઈ હોય. હું એકલો જ વધ્યો હોય. બેરોજગાર બી સી એ વાળો, પેલું ફિલ્મ છે ને કોઈક રીક્ષા વાળો, એમ અમે બેરોજગાર બી સી એ વાલા. સવારે ઉઠી સ્નાન કરી ને એક બિસ્કીટ ખાધું. ત્યાર બાદ સોની ના ટીવી માં યુ ટ્યુબ માંથી ગીત ચાલુ કર્યા. એકદમ એચડી હો. મજા જ આવ્યા કરે એવી ક્લીયારીટી. આમ ને આમ ધોકા સળી કરતા બપોર ના પોણા બાર વાગી ગયા.

ઘડિયાળ માં પોણા બાર વાગ્યા હશે અને રસોડા માંથી મમ્મીનો અવાજ આવ્યો કે “હાર્દિક કેટલા વાગ્યા”

મેં કહ્યું “બાર વાગવા આવ્યા” હું મન માં બોલતો જ હતો કે હમણાં આવું કહેશે “તો કપડા લઇ ને ચીપટી ડબ્બા માં નાખી દે”

મમ્મી બોલી “તો કપડા લઇ ને ચીપટી ડબ્બા માં નાખી દે”

પછી કપડા લેતા લેતા બાર વાગી ગયા. પછી બપોરે જમી ને બધા એસી વાળી રૂમ માં જઈ ને સુઈ ગયા. પણ મને તો આજે અચાનક મુવી જોવાનું ભૂત ચડ્યું. પછી શું લેપટોપ લઇ ને જ્યાં બધા સુતા હતા એ જ રૂમ માં ઉભું ગાદલું નાખ્યું અને કાન માં હોકીતોકી લગાવીને થોર ના પહેલા પાર્ટ થી મુવી જોવાનું ચાલુ કર્યું, તો એક પાર્ટ જોયો પછી બીજો પાર્ટ અડધો જોયો. પછી બધા ઉઠી ગયા એટલે લેપટોપ મૂકી ને બહાર આવ્યા. બાપા કેવી ગરમ ગરમ લુ ફેક્તી હતી. અને થોર નો રેગ્નારોક વાળો ત્રીજો ભાગ તો હું પહેલા ટોકીઝ માં જોઈ આવેલો,એટલે મારે પહેલા બે જ પાર્ટ જોવાના બાકી હતા. હા હા હા

જયારે એ ત્રીજો પાર્ટ જોવા ગયો ત્યારે આપણને તો એમાં આગળ ની ખબર હોઈ નહિ. પછી શું બાજુમાં જય ગેડિયા બેઠો હતો તો એની અણી કાઢી કે આ કોણ ને ફલાણો કોણ? અને સૌથી વધારે દુઃખ તો મુવી માં ત્યારે થયું જયારે થોર નો હથોડો તૂટી ગયો. કારણ કે એક તો મને આગળની સ્ટોરી ની કઈજ ઘટાગમ નહિ ને બીજી તો કઈ ખબર પડે નહિ, પણ જયારે થોર હાથ પોળો કરે ને હથોડો આવે ત્યારે એ જોવાની મને મજા આવતી. તો મારવેલયાઓ એ પેલો થોર નો હથોડો એ ભાંગી મેં ચકારચુર કરી દીધો.

હા તો હજી મારે થોર દ ડાર્ક નાઈટ થોડુક જોવાનું બાકી હતું. પછી ટીવી ચાલુ કરી ને એમાં કઈક ગુજરાતી મુવી ચાલુ કર્યું. થોડી વાર જોયું પછી આટો મારવા નીચે ગયો. પાંચ મિનીટ માં તો પાછો ઉપર આવી ગયો ને પાછુ અધૂરું રહેલું થોર જોવા લાગ્યો.
ત્યાં તો સાંજ ના સાત વાગી ગયા. મમ્મી એ કહ્યું “પપ્પા ને કોલ કર અને એમ કેહ કે આવતા ભાજી પાવ લેતા આવજો”

હવે મને ભાજી ભાવે નહિ મેં કીધું “ના ભાજી નથી ખાવી કઈક બીજું કઈક મંગાવ.”
પછી અંતે ચુકાદો એવો આવ્યો કે “હું અને જય ભાજી ઘરે આપી ને તમારે જે ખાવું હોય એ ખાઈ આવો”

અમે ઘરે ભાજી આપી ને બ્લેક્વુડ કાફે માં ગયા. ત્યાં જઈ ને બેઠો ત્યાજ સ્કુલ નો એક મિત્ર કાઉન્ટર પર બેઠેલો થોડીક વાર પછી એનું નામ યાદ આવ્યું કાર્તિક કોરટ, હું એને ખાલી નામ અને ચહેરા થી જોયો એટલે ઓળખું પણ એને મારી ઓળખાણ ના પડી.

પછી મેં એક મયોનીઝ સેન્ડવીચ અને એક બીબીક્યુ બર્ગર નો ઓર્ડર આપ્યો. ૨૦ મિનીટ જેવી રાહ જોઈ પછી અમારું ભોજન આવ્યું. સજાવટ સારી કરી હતી. ટેસ્ટ પણ સારો હતો. અને ટીસ્યુ પેપર તો યાર કેટલું ભારે હતું. થોડું કોસ્ટલી હશે એવું લાગ્યું.એ બે કે ત્રણ મિત્રો એ મળી ને સારું સ્ટાર્ટઅપ કર્યું છે. આમ પણ ડીગ્રા લઇ ને શું કરવાનું.

પછી જમી ને ઘરે આવ્યા ત્યારે પપ્પા એ કહ્યું કે તમે જે ભાજી ઘરે આપી ગયા એ તો જૈન ભાજી હતી. અમને પણ એમ થયું કે જયારે બાજુ માં ક્રિશ્ના માં ભાજી લેવા ગયા ત્યારે કતાર બવુજ લાંબી હતી અને અમને એક ભાજી પેક કરેલી હતી એ અમને આપી દીધી પછી અમે એ લઇને ઘરે આપી આવ્યા. પણ પાક્કા પાયે ખબર ન હતી કે જૈન છે કે રેગ્યુલર.

અમે કાફે માંથી ઘરે આવ્યા પછી થોડીક વાર સોફા પર બેઠો ત્યાં હમણાં શુકન ચોકડીથી આગળ માંડાણીનું નવું ગેરેજ બન્યું છે એ ભાઈ આવ્યા હતા. એ દાદા ના મિત્ર છે. પછી હું લેપટોપ લઇ ને ગેલેરી માં જતો રહ્યો અને થોર નો અધુરો પાર્ટ જોવા લાગ્યો. અંતે થોર ના ત્રણે ત્રણ પાર્ટ જોવાય ગયા. પછી સુવાની તૈયારી કરતા હતા. હું સુતા સુતા કીન્ડલમાં બનારસ ટોકીઝ નોવેલ વાંચતો હતો. અને ત્યાં મારી ડીયર ડાયરી બોલી “હમણા જી ટી યુ ની એક્ઝામ આવે છે ખબર છે ને હવે સાનોમાનો તૈયારી કરવા લાગ પછી અબ્દુલ  કલામ સાહેબ નું એક વાક્ય યાદ આવ્યું કે “ક્યારેય તમારી પહેલી સફળતા પછી આરામ કરવા ના બેસો  કારણ કે જો તમે બીજી વાર નિષ્ફળ ગયા ને તો લોકો એમ  કહેવાથી  નહિ ચુકે કે પહેલી સફળતા તો લક(નસીબ) થી મળી હતો” સમય : ૧૦ : ૨૪ એ એમ  

-હાર્દિક કુંભાણી ના પ્રણામ  

Comments

Popular posts from this blog

ઘર એટલે સ્માર્ટફોનની સ્માર્ટ દુકાન

એક ઇતવાર ઓપ્પો એ૮૩ કે નામ

એકલતા