એક ઇતવાર દો લોગ ઔર ચિતલ સ્નેહમિલન કે નામ

તારીખ: ૧૭ જુન ૨૦૧૮ સમય ૧૮ જુન ના ૧૨ : ૨૮ એમ

એક ઇતવાર દો લોગ ઔર ચિતલ સ્નેહમિલન કે નામ
   
હા તો અત્યારે હું એક બેડરૂમ માં બેઠો છું અને આ કંડારી રહ્યો છું. આજે સવારે ઉઠી સ્નાન કરી ને એક કપ કોલ્ડ કોફી પીધી.અને આજે તો ગામ નું સ્નેહમિલન હોવાથી મમ્મી એ સવાર થી જ નવા વાઘા પહેરવાનું કહ્યું હતું. પછી એ વાઘા નો સંગર કર્યો. મારા દર્શન તો તરત જ ચાલુ થઇ ગયા .   પછી ચા મોરસ વાળા ખાના માં જોયું તો કોફી થોડીક જ વધી હતી. મેં કીધું પછી લઇ આવીશ. પણ બન્યું એવું કે સવારે જ મોહિત નો કોલ આવ્યો જે આપણે ડી માર્ટ માં જવું છે. ફ્રી હોય તો આવ નીચે. મેં કીધું ચાલો કામ થઇ ગયું. જોડે જોડે મારી કોફી પણ આવી જશે. અને મમ્મી ને કહ્યું કઈ લાવવું હોય કે કહે “એમણે કહ્યું એક પેકેટ મીઠું અને જય માટે બે પેકેટ મેગી અને તમારે જે નાસ્તો ખાવો હોય એ લેતા આવજો.

પછી હું વોલેટ ખીચા માં મૂકીને થેલી લીધા વગર જ નીચે ગયો.ત્યાર બાદ ધીમે ધીમે ખોદકામ કરેલા રોડ પર થી અમે ડી માર્ટ એ પહોચ્યા. ત્યાં જઈને તો પહેલા મોહિતે લાવેલી થેલી પેક કરાવી. ત્યાર બાદ અંદર પ્રવેશ મેળવ્યો. અંદર માનવ મહેરામણ એટલું ઉમટ્યું હતું ને કે એક ટ્રોલી પણ ખાલી ના હતી. પછી મોહિત જ્યાં થી એક્ક્ષિટ થતી હોય ત્યાંથી એક ટ્રોલી શોધી લાવ્યો. અને અંતે અમે અમારૂ હટાણું કરવાનું ચાલુ કર્યું. ટ્રાફિક તો બાપા બવું જ હતી. અને પ્રકૃતિ ની તો વાત જવા દો. હટાણું કરી ને અમે અમારી નગરી તરફ રવાના થયા. પછી મોહિતની ઘરે થી મારો સામાન લઇ ને હું ઘરે આવ્યો. ત્યાર બાદ જમીને ગુલઝાર સાહેબની   દો લોગ બૂક વાચવાની ચાલુ કરી. એ કહાની હતી હિન્દુસ્થાન અને પાકિસ્થાન ના ભાગલાની. સરસ નોવેલ(Novel) છે.આખી બપોર એ વાચી.મમ્મી પપ્પા અને જય એ બધા પાચ વાગે પટેલ વાડી જવા નીકળી ગયા.અને અમારે મોડા જવાનું હતું મારે અને ધ્રુમીલને. તો હું પાછો દો લોગ વાચવાની ચાલુ કરી દીધી. પછી છ વાગે જયારે કાકા ઉપર આવ્યા ત્યારે બૂક મૂકી ને શર્ટ પહેરીને અમે પણ પટેલ વાડી જવા માટે નીકળ્યા.

ત્યાં જઈ ને હું અને ધ્રુમીલ થોડીક વાર બહાર બાંકડે બેઠા. તો ત્યાં ભરતભાઈ લીંબાસીયાનો સુપુત્ર પવન મળ્યો તો હું એની સાથે બેસી ગયો. આજે સારંગ આવેલો નહતો. તો અમે દો લોગ (પવન અને હું) સ્નેહમિલન પૂરું ના થયું ત્યાં  સુધી બહાર બાકડા પર બેઠા બેઠા જીવનની વાતો કરતા હતા. થોડીક કોલેજની,સ્કુલની,ક્રિકેટની, વગેરે વગેરે .......


ત્યાર બાદ અમે જમવા બેઠા. જમવાનું સારું હતું. જમીને પાછા હું અને ધ્રુમીલ ઘરે જવા નીકળી ગયા. અને હું પાછો ઘરે આવી ને બાકી રહેલી દો લોગ વાચવા લાગ્યો. અને આ અહિયાં દો લોગની સ્ટોરી પણ લખી. ગૂડ નાઈટ 

૧૨:૪૭ એ એમ  

Comments

Popular posts from this blog

બસ એમ જ

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

એક ઇતવાર હારમોનિયમ કે નામ