એક ઇતવાર રહકાબોળ ગાદલા કે નામ
તારીખ : ૧૦ / ૬ / ૨૦૧૮ સમય :૧૧ :૧૧ પી એમ
એક ઇતવાર રહકાબોળ ગાદલા કે નામ
હમણાં જ એક સમાચાર મળ્યા કે અમારા વિશ્વ રેસીડેન્સીમાં
રહેતા ભરતભાઈ પામ્ભર સ્વર્ગ લોક પામ્યા છે. ભોજલરામ આશ્રમ માં નિસ્વાર્થ ભાવે બવું
જ સેવા આપતા હતા. હજી ઘરે આવ્યા નથી પણ હવે તૈયારી છે. કઈક કાલે રાતે આચકી ઉપડી ગઈ
હતી. ઉમર પણ હજી નાની હતી. જય શ્રી ક્રિશ્ના
હા તો આજે તો મારા મમ્મીનો જન્મદિન પણ હતો.આજે રાત્રે હું
સુતો હતો ત્યારે મારું ગોદડું થોડુક પલળી ગયું હતું.પણ મેં વિચાર્યું કે કદાચ
પરસેવાનું પલળી ગયું હશે. પણ રાત્રે એસી તો ચાલુ હતું તોય પરસેવો શેનો !!! પણ પછી
મારો હાથ ગાદ્લા ની બાજુ પડ્યો તો પાણી નું પાટોડુ ભરાયું હતું. એસી માંથી પાણી ટપકી
ટપકી ને ઘર માં દરિયો થયો હતો. મારું ગાદલું અને ગોદડું બંને તરબોતલ થઇ ગયું હતું.
પછી મેં મમ્મી અને પપ્પા ને જગાડ્યા. અને એમણે એ બહાર મૂકી એસી બંધ કર્યું, અને
મને મન માં પથારી માં સુતા સુતા થયું કે હેપ્પી બર્થ ડે મમ્મી. આ એક પ્રકાર ના
સેલિબ્રેસનની શરુઆત.પછી અમે બધાય થોડુક એક્ઝેસ્ત કરી ને બારી ખોલી ને સુઈ ગયા.
સવારે જાગ્યો ત્યારે મમ્મી એ કહ્યું કે ગાદલું પલળી ગયું
તોય તને ખબર ના પડી પછી મેં પેલો જ જવાબ આપ્યો.હા હા હા સવારે ઉઠી ને મસાલા ચાય બાય
દિવ્ય પ્રકાસ દુબે ની બૂક વાચવાની સારું કરી. એમની મુસાફિર કાફે એટલે બોસ પતિ
ગયું. આમ તો અમારે દર રવિવારે ગમે તે દોસ્તના ઘરે લન્ચનો પ્રોગ્રામ કરવાનો પ્લાન
ફિક્ષ કર્યો છે પણ આજે આકાશ કોલેજ માં એક્ઝામ હતી તો એ સુપરવિઝન માટે ગયેલો અને
જૈમીન ને ગાલપચોલા થયા છે તો એ શરમ ના મારે ક્યાય આવે નહિ એટલે આ રવિવારે એ રદ
થયું. ત્યાર બાદ ઘર ની ચાવી સામે હંસામાસીને ત્યાં આપી વિરાજ પાસે થી હાર્ડડિસ્ક લઇને
સારંગના ઘરે ગેમ ઓફ થ્રોન્સની સીરીઝ લેવા માટે ગયો.એની જોડે બીજી ઘણી બધી સીરીઝ લઇ
ને આવ્યો જેમ કે ફ્રેન્ડસ,નાર્કોસ બસ આ બે અને got પછી ઘરે આવતી વખતે મમ્મી
પપ્પાને એકાદસી હોવાથી કરીયાણાના દુકાને થી ફરાળી લોટ લઇ આવ્યો. અને આજે સાંજે
બર્થ ડે હોવાથી હોટેલ માં જઈએ એ તો કેન્સલ જ થઇ ગયું કેમ કે એમને તો ફાસ્ટ હતો.
પછી બપોરે જય અને પપ્પા ખરીદી માટે ગયા હતા તો એ મારા અને જય માટે ઢોસા લાવેલા હતા
તો એ ખાધા અને જામુન શોટ ની આખી બોટેલ લાવેલા તો એ પણ ટેસ્ટ કરી મજા આવી ગઈ. અને હવે
મારો પ્લાન હતો કે બપોરે ટીવી માં સીરીઝ જોવાની મજા આવશે. એટલે હું ગમે તેમ કરી ને
૪ જીબી પેનડ્રાઈવમાં બધા એક એક એપિસોડ લઇ ને ટીવી માં લગાવી અને got ની પહેલી સીઝન
ચાલુ કરી “શિયાળો આવે છે....” પણ બધા સુતા
હતા એટલે સાઉંન્ડ એક્ઝેસ્ટ કરવામાં જ થાકી ગયો. કેમ કે કોઈ ઓછા અવાજ વાળો સીન હોય
તો વોલ્યુમ વધારવું પડે અને સોંગ કે એન્ટ્રી થતી હોયતો ઘટાડવું પડે. એટલે પછી અડધો
ક કલાક સહન કરી ને બંધ કરી ને સુઈ ગયો. પછી વિચાર્યું કે લેપટોપ માં જ જોઈ લઈશ.
અથવા હોમ થીએટર લાવીસું ત્યારે જોઇસ.
પેલું ગાદલું તપાવવા મમ્મી ધાબે લઇ ગયા હતા, તો બપોરે મને
કીધું હતું કે પડદો થોડોક ખુલ્લો રાખજે વરસાદ આવે તો ગાદલું લઇ આવજે. પણ બન્યું
એવું કે પડદો તો ખુલ્લો રહ્યો પણ મારો આંખનો જ પડદો બંધ થઇ ગયો. રોંઢે ઉઠીને કોલ્ડ
કોફી પીધી. પછી મમ્મી અને પપ્પા સ્વામિનારાયણ મંદિર એ ગયા અને હું મસાલા ચાય વાચવા
લાગ્યો. એમ તો વચ્ચે વચ્ચે સિંગ ભજીયા ખાધા, એક જામુન શોટ માર્યો, જામફળની ચોકેટ
ખાધી. પછી પંખો બંધ કરી ગેલેરી માં ખાટલો ઢાળીને ત્યાં કુદરતી પવન માં બૂક વાચવા
લાગ્યો. પપ્પા એ કહ્યું હતું એટલા માટે. સાંજે સાત વાગ્યા એટલે જાલર રણકવા માંડી
એટલે મેં પણ મંદિર માં દીવાબત્તી કરી લીધા. ઘણા દિવસો પછી જાતે દીવાબત્તી કર્યા
હતા. કારણ કે મમ્મી પપ્પા ને સારૂ લાગે એટલે આજે દીવાબત્તી કરી લીધા. નહિ દર વખતે
મમ્મી એમ જ કહેતી હોય કે “ટાઈમ થાય એટલે દીવાબત્તી કરી લેવાય. આ છોકરા ને તો એવી
કઈ ખબર જ ના પડે તારા જેવા છોકરા કેટલા તૈયાર હોય પણ આમાં તો એ માયલું કઈ નો મળે”
દર વખતે આ સેમ જ સ્ક્રીપ્ટ હોય. આ વખતે આ સ્ક્રીપ્ટ સાંભળવા ના મળી. પણ આશા છે કે આવતા રવિવારે કદાચ જરૂર મળશે. પછી એમને
તો ફાસ્ટ હતો એટલે એમણે ફરાળી ચેવડો ખાઈ લીધો.
પણ પછી હું અને જય રસ્તા માં પરયાણ કરતા કરતા કાફે સેલ્ફી માં ગયા. ત્યાં જઈને એક
મેક્સીકન સેન્ડવિચ ખાધી અને ત્યાં એ સેન્ડવિચ ખાતા ખાતા શક્તિની યાદ મારા ભાઈ ને
અપાવી. અને આજે તો સેલ્ફી પાડી પિક પણ વોટ્સએપમાં નહોતો મુક્યો. પછી ત્યાંથી જમી
ને ડેનીસ કાફે બાર માં જઈ ને બે કોલ્ડ કોફી અને એક વેજ પેફ ઓર્ડર કરયો. આ મારી આજ
ના દિવસની બીજી ટાઢી કોફી હતી. ત્યાર અમે ઘરે આવ્યા. પછી હું વળી પાછો મસાલા ચાય
વાચવા લાગ્યો. ગેલેરી માં પવન મસ્ત હતો. થોડીક વાર વિડીઓ કોલ માં મામાની છોકરી
વૈશાલી અને જલ્પા સાથે સવાંદનો દોર ચાલ્યો. ત્યાં જ થોડી વાર પછી અમારા વિશ્વ માં રહેતા ભરત પામ્ભરના મૃત્યુની
ખબર આવી. જય શ્રી ક્રિશ્ના
સમય: ૧૧:૪૭ પી એમ
Comments
Post a Comment