એક ઇતવાર મનોરમા પાર્ક (જૈમીન નું નિવાસ સ્થાન) કે નામ
તારીખ:૦૩/૦૬ /૨૦૧૮ સમય:૧૧ : ૧૫ પી એમ
એક ઇતવાર મનોરમા પાર્ક (જૈમીન નું નિવાસ સ્થાન) કે નામ
આજે તો સમયસર અહિયાં આવી પહોચ્યો છું. આજે સવારે નવ વાગે
ઉઠ્યો. કેમ કે કાલે રાતે મોડા ૪ વાગે સુતો હતો. અને આવતી કાલે સવારે ૧૦ વાગે અમારે
સ્ટેટની પ્રેક્ટીકલ એક્ઝામ હતી. તો આજે હું અને આકાશ બંને જૈમીનના નિવાસસ્થાન પર
જવાના હતા. અને થોડીક તૈયારી કરવાના હતા. સવારે ઉઠીને તરત જ આકાશ ને કોલ કર્યો તો
કોલ આકાશ ના પિતાજી એ રિસીવ કર્યો પછી મેં પૂછ્યું “ક્યાં છો?”, તો એના પિતાજી એ કહ્યું “આકાશ સ્નાન કરવા ગયો
છે.”
એટલી વાત કરી ને સંવાદ પૂરો થયો અને હું પણ સ્નાન કરવા માટે
ગયો. પછી એક કેરી ખાઈ ને જૈમીનને એક મેસેજ અને કોલ પણ કર્યો કે અમે આવીએ છીએ.
ત્યાર બાદ પોણા અગિયાર વાગે આકાશ એના ઘરે થી મારા ઘરે આવ્યો ત્યારે અમે ઘરે થી નીકળ્યા. પછી ત્યાં જઈ ને ખુરશી પર
બેઠા. મસ્ત મસ્ત ટાઢું ટાઢું કુલર ચાલતું હતું. ૧૨ વાગ્યા સુધી તો એમનમ જ બેઠા. પછી
બપોરે પૂરી,શાક,કેરી નો રસ, પાપડ,દાળ ભાત જમી ને થોડીક વાર આળસ કરી ને અમે લેપટોપ
ચાલુ કર્યું. પછી સ્ટેટ ના પ્રોગ્રામ કરવા બેઠા. પણ થયું એવું કે ત્રણેય માંથી
એકેય ને પ્રોગ્રામ આવડે નહિ. મને આખો એક પ્રોગ્રામ આવડતો હતો. તો એ પ્રોગ્રામ આર
માં રન કર્યો.
પછી પ્રોગ્રામ માટે મહેન્દ્ર ને કોલ કર્યો અને એને બધા પ્રોગ્રામ
સેન્ડ કરવા વિનંતી કરી. એને કહ્યું કે “હું અત્યારે જમું છું, હમણાં થોડી વાર પછી જમી
ને પ્રોગ્રામ સેન્ડ કરું છું” પછી મેં કીધું ફ્રી હોય તો જૈમીન ના ઘરે આવ ને આપણે
અહિયાં પ્રોગ્રામ કરીએ. એને આવવા માટે લીલી ઝંડી બતાવી. પછી શું અમે પાછા એની રાહ
જોઈ ને બેઠા. એ આવ્યો એટલે લીલી ઝંડી એ પોહચવા માટે જૈમીન એને લેવા માટે ગયો. પછી
અમે બધા એમના ટેબલ પર બેઠા. બે કે ત્રણ પ્રોગ્રામ ગમે તેમ કરી ને કર્યા. પછી અમે
અમારા જુના જીએલએસ કોલેજના પિક જોવાના ચાલુ કર્યું. એમાં ઘણો સમય વ્યતીત થઇ રહ્યો
હતો. પછી ચારેક વાગે જૈમીન ના મમ્મી એ ઉઠીને ચા બનાવી તો શાંતિ થી ચા પીધી. ત્યાર
બાદ ટાઢો પહોર થયા બાદ અમે એની ઘરની નજીક આવેલા મનોરમા પાર્ક માં ટહેલવા માટે ગયા.
મનોરમા પાર્ક માં જઈ ને પહેલા તો એનો આખો એક રાઉન્ડ માર્યો.
પછી ત્યાં કાચા ઘણા બધા ચીકુ પડેલા હતા અને નાના નાના છોકરાઓ એ ચીકુઓ માંથી મીઠા મધુર
ચીકુઓ ની શોધ કરતા હતા. પછી સામે ગાર્ડનમાં શાંતિ થી મોર અને ઢેલ રમતી હતી એના સામે ના બાકડે અમે ચારેય બેઠા. અને એમાં
મારાથી ભૂલ થી રેકોર્ડીંગ ચાલુ થઇ ગયું હતું. ભૂલ થી ચાલુ. પછી તો જે વાત થઇ છે
બોસ હા હા હા. ત્યાથી સાતેક વાગે મસ્તી અને સેલ્ફીટાઈમ પછી પાછા જૈમીન ના ઘરે
મારું બેગ પડ્યું હતું તો એ લેવા માટે ગયા. તો સાંજે પાછુ એના મમ્મી એ દાળવડા
બનાવેલા. તો એમણે પરાણે નાસ્તો કરવા બેસાડી દીધા. પછી મસ્ત પેટ ભરી ને દાળવડા અને
ડુંગળી ખાધી. આમ તો અમારે બહાર નાસ્તો કરવા જવાનું હતું. પણ આ પ્લાન ને લીધે મોકૂફ
રાખ્યું અથવા દાળવડા ખાઈ ને જવાનું ગોઠવ્યું. પણ દાળવડા ખાવાની જ એટલી મજા આવી કે
પેટ ભરાઈ ગયું અને જૈમીન ને એ ભાવતા નહોતા અને એ બહાર નાસ્તો કરવાની ફરમાઇસ કરતો
હતો.એ મેળ આવે એમ નહોતો.
પછી અમે આઠેક વાગે ઘરે જવા નીકળ્યા. રસ્તા માં ઘરે જતી
વખતે પેટ્રોલ પુરાવ્યું અને આકાશ ને અપ્રોચ ડ્રોપ કરી ને હું ઠક્કરનગર વાળા રસ્તે
ઘરે જવા નીકળ્યો. પછી ઘરે પોહચતા જ ભવ્ય માંથી ક્રીમબેલની ઓલી સ્ટ્રોબેરીવાળી કેન્ડી
યાદ આવી તો એક ઘરે લેતો ગયો. ઘરે તો કોઈ હતું નહિ. પછી ઘરે જઈ ને હજી તો તોડી ને
એક બાઈટ લીધી ત્યાંજ દરવાજે ટકોરા વાગ્યા તક ટક તક ટક પછી ખોલ્યું તો મમ્મી પપ્પા
પંજાબી શાક અને બટર રોતી લઇ ને આવેલા તો પછી કેન્ડી ખાઈ ને એક રોટલી અને પનીરની
શબ્જી ખાધી પછી શાંતિ સોફા પર બેઠા બેઠા તારી રાહ જોતો હતો કે તને ક્યારે
મળું............સમય:૧૨ : ૦૪ એ એમ
Comments
Post a Comment