એક ઇતવાર ચાર્લી કે નામ

તારીખ: ૧/૦૭/૨૦૧૮ સમય: ૨/૦૭/૨૦૧૮ ૧+૨૩(કલ્પ આવ્યો અને એને આ લખ્યું હા હા હા )

એક ઇતવાર ચાર્લી કે નામ

આજે ખરેખર આ ડાયરીના ૬ મહિના પુરા થયા.કેવી ખુશી થાય હે કે આપણે રેગ્યુલર રોજે ૫ કે ૧૦ મિનીટનો સમય નીકળીને ડાયરી લખતા હોયએ. આજે સવારે તો ઉઠીને તૈયાર થઇ ને બેઠો. આજે મિતલ અને ચિરાગને રોટલો આપવાનો હતો તો એમના બંને ફેમીલી ને આમત્રણ હતું. તો એ બધા મહેમાન દસેક આવ્યા હતા.મિતલ અને ચિરાગ પહેલી વાર અહિયાં અમારી ઘરે જ મળ્યા હતા. એમનું પહેલી વાર જોવાનું અહિયાં અમારી ઘરે જ ગોઠવ્યું હતું. અને આજે તો એ વાત ના પણ ૬ ક મહિના થઇ ગયા હશે. સવારે ઉઠીને રોજની જેમ એક કપ કોલ્ડ કોફી પીધી. પછી ફોન અને પેપર લઇ ને બેસી ગયા. અને આજે તો રવિવાર એટલે પેપરમાં રવિવારની રસરંગ પૂર્તિ આવે એટલે એમાં તો લેખકો ની ધાબડાસટી બોલતી હોય.ગુણવંત શાહ બાપુ જોર લખે હો. આજે પણ એવોજ કઈક લેખ હતો. કે “જો ક્રિશ્ના કે જીસસ જો અત્યારે જીવિત હોય તો એ જરૂર ગીતા અને બાઈબલ સાથે અસમત થવાની છૂટી આપે. પણ એમના મહંત કે પાદરી એમાં સહેજય પાછી પાની ના કરે” કહેવાય છે ને કે ચા કરતા ચા ના પ્યાલા વધારે ગરમ હોય. ગમ્યું મને બોસ આ વાત આમ તો આ બધી વાતો ઓશો ની બૂકમાં છે જ પણ તમને ખબર હોય તો આપણે જે વાચ્યું હોય અને એ આપણે ગમતું હોય અને એ જ વાક્ય ક્યાંક બીજી જગ્યા એ છપાય તો આપણે ખુશ થઇ જતા હોઈએ છીએ. અને અત્યારે તો સ્માર્ટ ફોન જોડે જ હોય એટલે તસ્વીર ખેચતા પણ કેટલી વાર યાર!!

હા તો જમવાનું બધું તૈયાર થતું હતું. અને મને પાપડ લેવા મોકલ્યો. હું પાપડ લઇ ને આવ્યો. હું કઈક ખુશ્બુના પાપડ લાવ્યો હતો. અને ઘરે લઇ ને મુક્યા ત્યાં જ તો થોડીક જ વાર માં મારા પર પાપડ સારા ના લાવ્યાનો ઇલ્જામ લગાવામાં આવ્યો.પછી મેં એ પાપડ ને બારીકી થી જાંચ કરી. પાપડ બરોબર જ હતા. પણ જરીક રતાસ પડતા હતા. એટલે જ કદાચ મમ્મી ને યોગ્ય નહિ લાગ્યું હોય. છતાં પણ બધાએ કઈ પણ બોલ્યા વિના એ જ પાપડ જમ્યા. ત્યાર બાદ બપોરે બધા જમી ને સોફા પર બેસી ગયા. ત્યાર બાદ પપ્પા અને પ્રકાશ કાકા ઊંઘવા માટે એસી માં ગયા.અને અમે અહિયાં ટીવી ચાલુ કર્યું. થોડીક વાર તારક મહેતા આવ્યું પછી યુ ટ્યુબ ચાલુ કરી એમાં ચાર્લી ચેપ્લીન ચાલુ કર્યું. બોસ હસવાની મજા આવી ગઈ. ત્યાર બસ થોડીક વાર મી. બિન (માય ફેવરીટ હીરો) જયારે એ જોઈએ ત્યારે એમ લાગે કે એના શરીરની તમામ શક્તિનો યોગ્ય નખરા માં રૂપાંતરિત કરે છે. ત્યાર બાદ લાલુ ને આજે માય ફેવરીટ બૂક મુસાફિર કાફે આપી. આશા છે કે બવું જ ઓછા સમય માં પૂરી કરી નાખશે. અને એને મને ૩ મુવી આપ્યા. દુનિયાદારી, શાદી મેં જરૂર આના, મિસિંગ .

ત્યાર બાદ બધા ગયા.પછી થોડીક વાર અમે પણ સંવાદનો દોર માંડ્યો. આ સંવાદ માં તો જેને ખબર પડે એને જ પડે બાપુ. ત્યાર બાદ સાંજે ૬ ક વાગે સોફા પાસે ટીપાય રાખી અને એના પર પગ રાખી ને મુવી જોવાનું ચાલુ કર્યું . મુવીનું નામ દુનિયાદારી(ડરી) હા હા હા સારું મુવી છે. પછી સાંજ સુધી એ ચાલ્યું. વચ્ચે જય નો ફોન આવ્યો કે હું બાપુનગર છું અને ત્યાંથી ગાઠીયા લેતો આવું છું. પછી જોડે જોડે ગાઠીયા પણ ખાધા.પછી સાંજે હું બેઠો હતો ત્યાએ મોહિત અને વિરાજ આવ્યા હતા. એમણે એક સોંગ અને માયાભાઈ લગાવ્યું. પછી મેં શાંતિથી બાળકની માં ઠંડા ઠંડા પવન સાથે મલકાતો હતો. સાંજે પછી સુવાની તૈયારી.


સમય :૧૨:૪૮ પી એમ      

Comments

Popular posts from this blog

બસ એમ જ

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

એક ઇતવાર હારમોનિયમ કે નામ