એક ઇતવાર વિશ્વમાનવ કે નામ

તારીખ: ૧૫/૦૭/૨૦૧૮ સમય:૧૧:૧૨ પીએમ

એક ઇતવાર વિશ્વમાનવ કે નામ 

ઘણા સમય પછી અહિયાં આવ્યો છું!! હમારા સ્વાગત નહિ કરોગે માય ડીયર ડાયરી. ગયા ઇતવારે તો અહિયાં આવ્યો નહોતો. કેમ કે આખો દિવસ ઘરે જ સોફા પર બેઠો હતો. તો મેં કીધું તને ક્યાં ખોટી મારી રોજ ની  એ જ સડેલી કહાની કહી ને હેરાન કરવી. તો આજે ૧૪ દી પછી અહિયાં આવ્યો છું.
કાલે તો રાત્રે સાડા ચાર હા હા હા કોમ્યુનિકેશનનું સ્ટડી કરતો હતો. હાવ ટુ કોમ્યુંનીકેટ બીટવીન ટુ માણસ? આ શીખવું બવું જ જરૂરી છે. કારણ કે નહિ તો ક્યારેક સ્નેક્સ અને સ્પેકટ થઇ જાય. કોઈ એવું પૂછે કે જયારે તું રીડ કરતો હોય ત્યારે સાથે શું જોઈએ? હા હા હા

સવારે નવ વાગે ઉઠ્યો હોઇસ. ઉઠી ને નાહી ને કોલ્ડ કોફી પીધી. ત્યાર બાદ દરેક ઈતવારની જેમ રવિવારની રસરંગ આપણી ફેવરીટ પુરતી છે.અને એમાંય ગુણવંત શાહ અને એની નીચે છપાતો ઓશોના ફેન નો લેખ. સારું સીખવા મળે.ત્યાર બાદ આજે કાલે ચાલુ કરેલી વિશ્વમાનવ બૂક રીડ કરવા બેઠો. શું વખાણ કરવા બૂક ના!!! કહેવા માટે મારી પાસે લબ્જ જ નથી. ખુબ ખુબ ધન્યવાદ જીતેશભાઈ ડોંગાજી. તમારી કલમમાં પાવર તો છે હો. હજી સુધી તો ખાલી ૫૦ પેજ જ વાંચ્યા હશે.પણ એમ કહેવાય ને દરેક રીડર પાસે એક તો એની ફેવરીટ બૂક તો હોય જ. એવી રીતે મારી ફેવરીટ મુસાફિર કાફે અને બીજી નોર્થ પોલ આ બંને બૂક હતી. હતી નહિ આજ સુધી હતી. 

પણ આજ થી ફોર્બ્સની યાદી માં થોડીક સુધારો આવ્યો છે. પહેલા ક્રમે વિશ્વમાનવ બાય જીતેશ ડોંગા ને સ્થાન મળેલ છે. ખુબ જ સરસ બૂક છે. બપોર સુધી એ બૂક વાચી. ત્યાર બાદ બપોરે ચોળી નું શાક,રોટી,દાળ,ભાત અને નવી બની છે એ દુકાન ના નાયલોન ખમણ ખાધા. એમ તો આજે મમ્મી એ સવારે ઢોસાનું કીધેલું પણ આજે ખાવાની એટલી બધી ઈચ્છા નહોતી. એટલે વળી કેન્સલ રાખ્યું. પછી પાછો ખાઈ ને રીડ કરવા લાગયો. મજા જ આવ્યા કરી. એમાય paytmમાં એક વાયરલેસ કીબોર્ડનો ઓર્ડેર આપેલો તો એમાં એક મેસેજ આવ્યો. યોર પ્રોડકટ ઇસ આઉંટ ઓફ ડીલીવરી એટલે મજા આવી ગઈ. પછી થોડીક વાર પછી જ બે વાર ડોરબેલ વાગ્યો. મેં મન માં વિચાર્યું મારું કીબોર્ડ જ હશે અને હતું પણ એ જ. અનબોક્સિંગ કર્યું. એક વાર લેપટોપમાં ટ્રાય કર્યું. પછી પાછુ પેક કરી ને મૂકી દીધું. અને પછી ઓનલાઈન પીડીએફ વાળી બૂક વાચવા લાગ્યો. બપોરપછી ચા પીધી. અને ત્યાર બાદ જય આવ્યો પછી ડોમિનોઝ માંથી બે પિઝ્ઝા ઓર્ડર કર્યા. First૬૦ આ કુપન કોડ યુઝ કરી ને.

 ત્યાર બાદ અચાનક આશિકી ૨ જોવાની ઈચ્છા થઇ તો એ જોવા બેઠો. કેમ કે મેં આમ પણ એ મુવી જોયેલું નથી. તો મેં કીધું લાવો આજે જ જોઈ લઈએ. મુવી જોયું પણ વિશ્વમાનવ માં મજા આવી. ત્યાર બાદ સાંજે દાળ ભાત ખાધા અને એ પણ સોફા પર બેસી ને અને આગળ રાખી ટીપાય. રામફઈ આવેલા છે ને તો એમના માટે ટીપાય રાખેલી તો જોડે જોડે થોડીક એવી જગ્યામાં મેં એક્જેઝ્ત કરી લીધું. જમી ને પછી બૂક રીડ કરવાની ચાલુ કરી.પછી સતીશ ભાઈ બારીયાનો કોલ આવ્યો તો હું નીચે ગયો. પછી અમે ચા પીવા ખેતલાઆપા સ્ટોલ રીંગરોડ ગયા. ચા અને મીઠાવાળી વેફર ખાધી. પિક પણ પાડીને વોટ્સએપમાં મુક્યો ને. ત્યાર બાદ કુદરતી કહુમ્બોમાં જઈને કીવી શોટ પીધા. બોસ જોરદાર મજા આવી ગઈ. ઘણી બધી સેલ્ફી ઓ લીધી. સતીશ એ મને ઇન્સ્તાગ્રામ ચાલુ કરી સ્ટોરી મુકવા પણ કહ્યું. મેં કહ્યું ના બકા તું મૂકી દે એટલે આવી ગયું. પછી એણે સ્ટોરી મૂકી. અમે ઘરે આવ્યા. એ ઘરે ગયો, અને પછી હું મોહિત સાથે બેઠો. નીચે બધા બેઠા હતા. થોડીક વાર બેસી ને  ઘરે આવી ગયા.

ગૂડ નાઈટ સમય:૧૧ : ૪૩ પી એમ      

Comments

Popular posts from this blog

બસ એમ જ

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

એક ઇતવાર હારમોનિયમ કે નામ