ઝાંઝરીના ઝાંઝવાના જળ અને વરસાદની ઝાપટો ના જલસા

તારીખ: ૦૪/૦૭/૨૦૧૮ લખાણની સમય:૦૫/૦૭/૨૦૧૮ સમય ૧૨:૩૦ પીએમ

શીર્ષક: ઝાંઝરીના ઝાંઝવાના જળ  અને વરસાદની ઝાપટો ના જલસા 

માય ડીયર ડીજીટલ ડાયરી, ઝટકો લાગ્યો ને તને કે “આ ગુરુવારે કેમ અહિયાં આવી ચડ્યો!!. તારો ડીજીટલ ડાયરીનો દિવસતો રવિવારનો છે,પણ આજે અહિયાં શું કરે?”
હું સમજી શકું છું,પણ યાર કાલે મારી કાગજ વાળી ડાયરી પણ મારા વખાણ લઈ લઈ ને થાકી ગઈ તો પછી મેં કીધું લાય ને મારી પ્યારી ડીજીટલ ડાયરીને જરાક મળી લઉં.
હા તો આજે અમે ઝાંઝરી જવાનો પ્લાન બનવ્યો હતો.અને આ જેમ માખણ બનાવવા માટે વલોણું હકાવવું પડે,ત્યારે માંડ માંડ આપણને માખણ મળે. હા બસ એવી રીતે જ આજે મારા આ દિવસને વલોવવાનો છે અને તેમાંથી માખણ કાઢીને તને અપાવું છે જાનું.. એકદમ તૈયાર થઇ જા હું અત્યારે મનોમંથન જ કરું છું.

શરૂઆત કરતા પહેલા સુક્રિયા અદા કરી લઉં.
સૌથી પહેલા તો  ડ્રૂમ હેલમેટ(ડ્રૂમ(બિન્દાસ ઘૂમ))આ બ્રેકેટ માં લખેલું છે એ ડ્રૂમ નું સ્લોગન છે. અને ખરેખર એકદમ સાચું છે.તો ખુબ ખુબ અભાર ડ્રૂમને એના કારણે જ હું બિન્દાસ ફરી શક્યો છું.

બીજું છે હોન્ડા ડ્રીમ યુગા(દેખે દેખે યે જમાના પંછી ઉડા જાયે રે,સપને કર દેંગે સાકાર) હા તો હોન્ડા ને પણ ખુબ ખુબ સુક્રિયા કે એના થકી અમારું વરસો જુનું ઝાંઝરી જવાનું સપનું પૂરું થયું અને એ પણ કોઈ પ્રકારના હેઝટેસન(ખચકાત) વગર.

ત્રીજું છે શરમાળ વરસાદ ખુબ ખુબ ધન્યવાદ તને પણ યાર, કારણ કે તે પણ મારી ટ્રીપ એડવેન્ચર ટ્રીપ બનાવી દીધી, બાપુ મુસળધાર વરસવાનું ચાલુ કરી દીધું હતું હો, અને મારું આં ૨૦૧૮ના ચોમાસામાં ભીન્જવાનું સપનું પણ પૂરું થયું.

ચોથું છે ગૂગલ મેપ હા તો એને પણ થેંક, આ તો આપણું પર્સનલ આસિસ્ટન્ટ કહીએ તો પણ ચાલે બોલે કેવું પાછુ!! turn લેફ્ટ આફ્ટર ૨૦૦ મી વાહ વાહ જલેબી બાઈ. (હા પણ યાર તું ગોધા બવું મરાવે યાર પેલા ડેમ આગળ કેવા ફેરવેલા અમને, પછી ઝાંઝરી એ પણ અને સૌથી વધારે તો એલ જે કોલેજ(શું કેવું જે પી?)  

પાંચમું  છે મારા મિત્રો નામ થી જાણવું તો આકાશ કર્લી ,જૈમીન પંચાલ(લુહાર પણ કદાચ ચાલે! બરાબર ને જૈમીન?), અને મહેન્દ્ર પંચાલ(વિશ્વકર્મા વાળો) થેંક યુ વેરી મચ દોસ્તો , ખુબ મજા કરી આપણે બધા એ અને હા મહેન્દ્રને કદાચ વરસાદના ધારદાર છાંટાથી કદાચ થોડીક તકલીફ પડી હશે, કદાચ નહિ પડી જ હતી. અને એ તકલીફ માંથી મને મારા ડ્રૂમ એ બહાર નીકળ્યો.

અમે અત્યાર સુધી બે ટ્રીપ મારી પણ ટ્રીપ બવું જ જબરદસ્ત બની રહી છે. લક્ષ્મી વિલાસ અને ઝાંઝરી
આભાર વિધિ ને હું પુર્ણાહુતી તરફ લઇ જઈ રહ્યો છું, હવે હવે મંચ(કીબોર્ડ મંચ હા હા હા) આવશે હાર્દિક ભાઈ ના હાથ..

બધા ને સૌથી પહેલા તો જય શ્રી ક્રિશ્ના હા તો ગણેશ ને પાટલે બેસાડીયે આજે સવારે ઉઠીને બાથરૂમમાં ગયો ત્યારે નળ ચાલુ કર્યો ત્યારે પાણી થોડુક ટાઢું આવતું હતું. એ પર થી મેં વિચાર્યું કે ઝાંઝરી જવું છે એ વાત તો સાચી પણ આવા ઠંડા વાતાવરણ માં સ્નાન(ડૂબકી) કેવી રીતે કરીશું!! ટુટુક ટુટુક મન માં એવો વિચાર ગતિ કરવા લાગ્યો કે આ ઝાંઝરીનો પ્લાન રદ કરી દઈએ, પછી બીજા કોઈ દિવસે ગોઠવીસું. પણ પછી દોસ્તોની જવા પ્રત્યેનો ઉત્સાહ જોઈ ને એમ થયું કે જો ખાલી ના પડવાનું નિવેદન આપીશને તોય એ બધા જોખ્યા વગર આપવા જ લાગશે.પછી એ કરવાને બદલે મેં ઝાંઝરી જવાનું જ વિચાર્યું. મન માં કીધું કે જે થવું હોય એ થાય પણ ઝાંઝરી તો જવાનું જ છે. બધા ને બધા એ બવું જ ડરાવ્યા હતા કે ઝાંઝરી જગ્યા બવું જ રિસ્કી  છે. આ કામ માં ભાગીદાર થવા રવિ કડિયા અને જૈમીન નો એક નીજી દોસ્ત સહભાગી બન્યા હતા. પણ મારો ઇરાદો પણ પાક્કો જ હતો કે ઝાંઝરી જવું જ છે.

અમારે સાડા બાર વાગે ssit કોલેજ પાસે પહોચવાનું હતું, એટલે મેં મમ્મીને રસોઈ થોડી ફાસ્ટ બનાવાનું કહ્યું, એટલે થોડીક વાર માં મને જમવા બેસાડી દીધો. ત્યાર બાદ મેં એક પ્લાસ્ટિકની થેલી માં એક ટી શર્ટ અને એક ટ્રેક નાખી દીધો અને આ થેલી (<૫૦ માંઈક્રોન) ઉપરની હતી. એટલે મેં ઝબલા બંધ ને સમર્થન આપ્યું. અને મન માં હેલ્મેટ લેવાનો વિચાર આવ્યો કે રસ્તા માં પોલીસ બોલીશ બોલે તો કામ આવે. પણ કામ યાર જોરદર આવી ગયું.
હા તો પછી બધા ને કોલ કરી ને નીકળવાનું ફરમાન કરી દીધું, દરેક પોત પોતાના નિવાસસ્થાન પર થી વિખુટા થઇ ગયા હતા. અમે ssit એ મળ્યા અને અમારી ટ્રીપ ગૂગલ મેપ થાકી ચાલુ થઈ. અને યાર ગૂગલ તારાથી થોડોક નારાજ છું યાર. તું અમારા જેવા નાના નાના છોરા ને હેરાન બવું કરે હો, નો ડાઉટ મદદ પણ કરે જ છે.ત્યાં ડેમ આગળ તારે અમને પરિક્રમા કરાવાની ક્યાં જરૂર હતી. હા તો આવી રીતે અમે આગળ આગળ વધતા રહ્યા. અને એમાં વચ્ચે ધીમી ધારે વરસાદે શરમ નેવે મૂકી ને વરસવાનું ચાલુ કરી દીધું હતું.અને છેક અમે બાયડ પોહ્ચ્યા ત્યાં સુધી ચાલુ ને ચાલુ. રસ્તા માં અમે બે હોલ્ડ કર્યા. અને મેં તો હેલેમ્ટ પહેરી લીધું હતું એટલે વધારે વાંધો આવતો નહોતો. રસ્તામાં એક જગ્યા મુસળધાર વરસાદ માં ગરમા ગરમા ભજીયા ખાધા. બોસ મજા જ આવ્યા કરે હો. પછી વિડીઓ પણ બનાવ્યા.અને એ ભજીયા બનાવતા હતા એ માસી અને એમના ચુલા સાથે એક પીક પણ ક્લિક કરી.

અને પછી મેં વિચાર્યું કે આવો ને આવો વરસાદ હશે તો ઘરે જવું ભારે પડી જશે. મન પાછો ટુટુક ટુટુક ગતિ એ વિચાર આવ્યો કે અહીંથી પાછા વળી જઈએ. પણ જો એવું ત્યાં દોસ્તો વચ્ચે બોલીયે તો જિંદગીમાં ના સાંભળી હોય એવી સંભાળવા મલત.અને કદાચ કેવાય છે ને કે ડર કે આગે જીત હોતી હે, અને દર કે આગે સાપ કીડી મકોડા હોતા હે. હા તો અચાનક જ વરસાદ અમારા માટે એકદમ બંધ થઇ ગયો. એક ઉચકારો પણ ના કર્યો જ્યાં સુધી ઘરે ના પોહચી ગયા ત્યાં સુધી.

અને ફાઈનલી અમે ઝાંઝરી આવી પોહ્ચ્યા, ત્યાં જઈ ને એક જગ્યા એ બાઈક પાર્ક કરી ને અમે સફર માટે નીકળી પડ્યા.અમે લોકો વરસાદ માં પલળતા પલળતા નાહવા માટે ઝાંઝરી આવ્યા હતા બોલો હા હા હા. છે ને ગજબ હા તો પછી અમે એક વિડીઓ પણ બનાવ્યો ઝાંઝરી ના રસ્તા પણ ટહેલતા હોય એવો. ત્યાર બાદ એ મેંન સીન હતો એ અમે જેવા એક વળાંક છે ત્યાંથી પગ પથ્થર પર મૂકી ને ઉપર ચડ્યા તો તો યાર જન્નત આવી ગયેલી. પાણી નો ખળ ખળ અવાજ, જાત જાત ના પક્ષી ઓ નો કલરવ,ઠંડી ઠંડી હવા, લીલા લીલા મહેકતા અને મલકાતા વૃક્ષો(પ્રકૃતિ), અને દુર દુર સુધી કોઈ મનુષ્ય જીવ જ નહી(અમુક ૫-૧૦ લોકો સિવાય). આમ તો એક વાર હું ઉનાળામાં અહિયાં આવી ગયેલો છું. પણ અત્યારે એ જે સીન અને એ સીન માં બવું જ ફર્ક છે. ચોમાસા માં જ ઝાંઝરી જવું. હા પણ તો રસ્તો કાપવાની હિંમત હોય તો જ. હા ફોર વ્હિલ વાળા ને તો કોઈ વાંધો નહી આવે. પણ સાચો આનંદ માણવો હોય તો બાઈક લઈ ને જ જજો. કદાચ થોડીક કમર દુખસે. પણ ત્યાં જઈ ને બધું ભૂલાય જશે. પછી ત્યાં પણ ઘણા બધા વિડીઓ અને પિક લીધા.ચા બનાવતા ભાઈઓ સાથે પિક લીધો,અને હા એક કુતરું પણ જ્યાર થી અમે અહિયાં આવ્યા ત્યારથી અમને ફોલો કરતુ હતું પણ એનું કારણ સમજી ના શક્યાં કે “અમને એકલું ના લાગે એટલે અમારી જોડે ફરે છે કે એને અમારી કઈ જરૂર છે!!”  અને થોડીક વાર ધોધ ના પાણી માં પગ ડુબાડીને બેઠા. મજા આવી ગયેલી. ત્યાં એક કલાક અમે વિતાવ્યો. પછી અમે ઘરે જવા નીકળ્યા. ત્યારે એક નાના અમથા ખાબોચિયા માં અજીબ પ્રકાર ના જંતુ ઓ **** ની જેમ ગતિ કરતા હતા. આ ભાઈ ડો. જૈમીન નો ઉમદા વિચાર

રસ્તા માં જતી વખતે કરાઈ ડેમ જોડે થોડીક વાર ઉભા રહ્યા. અને પછી ડીનર કરવા હરિઓમ રેસ્ટોરન્ટમાં ગયા.હોટલની બહાર ઉભા ઉભા બધા વિચારવા લાગેલા કે “બે ઓય બવું મોઘી હોટલ હશે લ્યા” પછી કીધું ચાલો ને જે થાય એ જોયું જશે. 100 કે ૨૦૦ આમ થી તેમ શું ફર્ક પડે. આં તો એના જેવું થયું કે જયારે નાના હતા ને ત્યારે મોલ માં ફરવા માટે જતા ત્યારે મેકડી અને સબવે જોઈ ને એમ થતું કે આપણે આમાં ક્યારે અવીસુ, પણ જયારે હકીકત માં અંદર જઈએ ત્યારે ખબર પડે. ઓહોં આવું છે એમ ને. પછી જૈમીન ને ઘરે ઉતારી ને અમે ઘરે જવા નીકળ્યા. આકાશ ને અપ્રોચ ઉતારી દીધો અને પછી ઘરે જઈ ને નાઈટ ડ્રેસ પહેરીને પિક જોવા બેઠા અને વિડીઓ પણ નિહાળ્યા.
અને ઝાંઝરી આવેલા ભાઈઓ આમાં કોઈ એવી ઘટના હોય કે જે મેં કંડારી ના હોય તો તમે મને જણાવી શકો છો.
આ જીવનની મસ્ત ટ્રીપ બની જઈ. તમે બધા એ મને શાંતિ થી વાચ્યો એ બદલ હું અભાર માનું છું. જય શ્રી ક્રિશ્ના.           

-હાર્દિક કુંભાણીના સૌ ને હૃદય ભર્યા પ્રણામ 

Comments

Popular posts from this blog

બસ એમ જ

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

એક ઇતવાર હારમોનિયમ કે નામ