Posts

બસ એમ જ

આજે બસ એમ જ અહિયા આવી ચડ્યો છું. મને ખબર નથી કે શું લખવું કે પછી શું લખવાનું છે!!!પણ એક આશા છે કે કંઈક તો થશે ને કે જે મને વાંચવા ક્યારેક તો કામ લાગશે।. આજે સવારે નવેક વાગે મારી સરસ મજા ની પવિત્ર પથારીમાંથી ઉભો થયો. ત્યાર બાદ તરત જ બાથરૂમ માં જઈ ને મોઢું જોયું. મોસ્ટ અપ બધા લોકો ની એક આ ટેવ તો હોય છે.કે આજે કંઈ મારા મુખારવિંદમાં ફરક પડ્યો કે નહિ. કોઈને વળી ખીલ કે ફોડકી ઓ થઇ હોય એમણે વળી આગલા દિવસે સાંજે કંઈક દવા મોઢા પર લગાવી  હોય કે કદાચ કંઈક ફરક પડે તો. અને અમુક ને બિચારા ને કઈ હોય નહિ ને નવો ખીલ પ્રગટ થયો હોય. પછી મનોમંથન પણ કરવું પડે કે ક્યાંથી આવ્યો આ!!!! ચાલ્યા કરે આવું તો.જે ઇનપુટ નાખો એ જ આઉટપુટ મળે. સીધો અને સમજાય એવો નિયમ છે. ફ્રેશ થઇને કપડાં સજાવીને સરસ મજાની ઠંડી ઠંડી કોફી પીધી અને પછી એક રૂપિયાવાળી ભગતની ધાણાદાળ ખાધી. ભગતની કંપની હવે બદલાય ગઈ છે. પેકેટ પર કંઈક  અમૃત નામ લખેલું હતું. આ મારો આજ નો નાસ્તો હા હા હા એટલું કાર્ય પાર પાડ્યા પછી જાવાનું વાંચવા બેઠો હજી તો લેપટોપ ચાલુ કરી ને વેબ ઓપન કરી  ત્યાં તો પ.પૂ.ધ.ધૂ  શ્રી અશોક સાવલિયા જી નો ફોન આવ્યો કે નિકોલ માં નાસ

એક ઇતવાર હારમોનિયમ કે નામ

તારીખ:૨૨/૦૭/૨૦૧૭ સમય:૨૩/૦૭ ૧૦:૧૯ એ એમ એક ઇતવાર હારમોનિયમ કે નામ આજે સવારે ઉઠીને નાહી ને વાળ ઓળી ને ગલેરીમાં જઈ ને નખ કાપવા બેઠો. હજી તો એક ડાબા હાથ ના નખ કાપી રહ્યો ત્યાંજ ગૌરાંગ ભાઈ(ફઈ નો છોરો)  આવ્યા. પછી અમે બેઠા. એ કઈક કવર આપવા આવેલો હતો. મારા મમ્મી કોઈક પ્રસંગ માં જવાના હશે તો એ કવર ફઈ વતી આપી દેવા વિનતી. ત્યાર બાદ અમે સોફા પર શાંતિથી બેઠા. મારે હજી કોફી પીવાની બાકી જ હતી. પછી અમે કોલ્ડ કોફી પીધી. મમ્મી જમવાનું બનાવીને મારા કાકી સાથે પ્રસંગ માં જવા નીકળી ગયા.અમે અગિયાર વાગ્યા સુધી બેઠા. કાચ પર બૂક રાખી ને જય લેસેન કરતો હતો. એ પડતું મૂકી ને એ ગૌરાંગ ને બતાવવા પેટી(હારમોનિયમ) લઇ આવ્યો. અને સુર રેલાવવાના ચાલુ કરી દીધા. થોડીક વાર વગાડી. ત્યાં પપ્પા ઘરે આવ્યા.મેં કીધું “પપ્પા અમદાવાદી માંથી ખમણ લઇ આવો ને” એમણે કહ્યું “બવું જ મોટી મોટી લાઈન છે” તો પણ આટો મારતો આવું ઓછી લાઈન હોય તો લેતો આવીશ. ત્યાર બાદ હું તો વિશ્વમાનવ વાંચતો હતો. પપ્પા નવરંગમાંથી ખમણ લઇ ને આવ્યા.પછી કેળાનું શાક, રોટલી,વાટેલી દાળ ના ખમણ અને ઘાટી ઘાટી છાઈસ પીધી. મજા આવી ગઈ હો. જમી ને મેં પોતું માર્યું. ઠામડા

એક ઇતવાર વિશ્વમાનવ કે નામ

તારીખ: ૧૫/૦૭/૨૦૧૮ સમય:૧૧:૧૨ પીએમ એક ઇતવાર વિશ્વમાનવ કે નામ  ઘણા સમય પછી અહિયાં આવ્યો છું!! હમારા સ્વાગત નહિ કરોગે માય ડીયર ડાયરી. ગયા ઇતવારે તો અહિયાં આવ્યો નહોતો. કેમ કે આખો દિવસ ઘરે જ સોફા પર બેઠો હતો. તો મેં કીધું તને ક્યાં ખોટી મારી રોજ ની  એ જ સડેલી કહાની કહી ને હેરાન કરવી. તો આજે ૧૪ દી પછી અહિયાં આવ્યો છું. કાલે તો રાત્રે સાડા ચાર હા હા હા કોમ્યુનિકેશનનું સ્ટડી કરતો હતો. હાવ ટુ કોમ્યુંનીકેટ બીટવીન ટુ માણસ? આ શીખવું બવું જ જરૂરી છે. કારણ કે નહિ તો ક્યારેક સ્નેક્સ અને સ્પેકટ થઇ જાય. કોઈ એવું પૂછે કે જયારે તું રીડ કરતો હોય ત્યારે સાથે શું જોઈએ? હા હા હા સવારે નવ વાગે ઉઠ્યો હોઇસ. ઉઠી ને નાહી ને કોલ્ડ કોફી પીધી. ત્યાર બાદ દરેક ઈતવારની જેમ રવિવારની રસરંગ આપણી ફેવરીટ પુરતી છે.અને એમાંય ગુણવંત શાહ અને એની નીચે છપાતો ઓશોના ફેન નો લેખ. સારું સીખવા મળે.ત્યાર બાદ આજે કાલે ચાલુ કરેલી વિશ્વમાનવ બૂક રીડ કરવા બેઠો. શું વખાણ કરવા બૂક ના!!! કહેવા માટે મારી પાસે લબ્જ જ નથી. ખુબ ખુબ ધન્યવાદ જીતેશભાઈ ડોંગાજી. તમારી કલમમાં પાવર તો છે હો. હજી સુધી તો ખાલી ૫૦ પેજ જ વાંચ્યા હશે.પણ એમ કહેવ

ઝાંઝરીના ઝાંઝવાના જળ અને વરસાદની ઝાપટો ના જલસા

તારીખ: ૦૪/૦૭/૨૦૧૮ લખાણની સમય:૦૫/૦૭/૨૦૧૮ સમય ૧૨:૩૦ પીએમ શીર્ષક: ઝાંઝરીના ઝાંઝવાના જળ  અને વરસાદની ઝાપટો ના જલસા  માય ડીયર ડીજીટલ ડાયરી, ઝટકો લાગ્યો ને તને કે “આ ગુરુવારે કેમ અહિયાં આવી ચડ્યો!!. તારો ડીજીટલ ડાયરીનો દિવસતો રવિવારનો છે,પણ આજે અહિયાં શું કરે?” હું સમજી શકું છું,પણ યાર કાલે મારી કાગજ વાળી ડાયરી પણ મારા વખાણ લઈ લઈ ને થાકી ગઈ તો પછી મેં કીધું લાય ને મારી પ્યારી ડીજીટલ ડાયરીને જરાક મળી લઉં. હા તો આજે અમે ઝાંઝરી જવાનો પ્લાન બનવ્યો હતો.અને આ જેમ માખણ બનાવવા માટે વલોણું હકાવવું પડે,ત્યારે માંડ માંડ આપણને માખણ મળે. હા બસ એવી રીતે જ આજે મારા આ દિવસને વલોવવાનો છે અને તેમાંથી માખણ કાઢીને તને અપાવું છે જાનું.. એકદમ તૈયાર થઇ જા હું અત્યારે મનોમંથન જ કરું છું. શરૂઆત કરતા પહેલા સુક્રિયા અદા કરી લઉં. સૌથી પહેલા તો  ડ્રૂમ હેલમેટ(ડ્રૂમ(બિન્દાસ ઘૂમ))આ બ્રેકેટ માં લખેલું છે એ ડ્રૂમ નું સ્લોગન છે. અને ખરેખર એકદમ સાચું છે.તો ખુબ ખુબ અભાર ડ્રૂમને એના કારણે જ હું બિન્દાસ ફરી શક્યો છું. બીજું છે હોન્ડા ડ્રીમ યુગા(દેખે દેખે યે જમાના પંછી ઉડા જાયે રે,સપને કર દેંગે સાકાર) હા તો

એક ઇતવાર ચાર્લી કે નામ

તારીખ: ૧/૦૭/૨૦૧૮ સમય: ૨/૦૭/૨૦૧૮ ૧+૨૩(કલ્પ આવ્યો અને એને આ લખ્યું હા હા હા ) એક ઇતવાર ચાર્લી કે નામ આજે ખરેખર આ ડાયરીના ૬ મહિના પુરા થયા.કેવી ખુશી થાય હે કે આપણે રેગ્યુલર રોજે ૫ કે ૧૦ મિનીટનો સમય નીકળીને ડાયરી લખતા હોયએ. આજે સવારે તો ઉઠીને તૈયાર થઇ ને બેઠો. આજે મિતલ અને ચિરાગને રોટલો આપવાનો હતો તો એમના બંને ફેમીલી ને આમત્રણ હતું. તો એ બધા મહેમાન દસેક આવ્યા હતા.મિતલ અને ચિરાગ પહેલી વાર અહિયાં અમારી ઘરે જ મળ્યા હતા. એમનું પહેલી વાર જોવાનું અહિયાં અમારી ઘરે જ ગોઠવ્યું હતું. અને આજે તો એ વાત ના પણ ૬ ક મહિના થઇ ગયા હશે. સવારે ઉઠીને રોજની જેમ એક કપ કોલ્ડ કોફી પીધી. પછી ફોન અને પેપર લઇ ને બેસી ગયા. અને આજે તો રવિવાર એટલે પેપરમાં રવિવારની રસરંગ પૂર્તિ આવે એટલે એમાં તો લેખકો ની ધાબડાસટી બોલતી હોય.ગુણવંત શાહ બાપુ જોર લખે હો. આજે પણ એવોજ કઈક લેખ હતો. કે “જો ક્રિશ્ના કે જીસસ જો અત્યારે જીવિત હોય તો એ જરૂર ગીતા અને બાઈબલ સાથે અસમત થવાની છૂટી આપે. પણ એમના મહંત કે પાદરી એમાં સહેજય પાછી પાની ના કરે” કહેવાય છે ને કે ચા કરતા ચા ના પ્યાલા વધારે ગરમ હોય. ગમ્યું મને બોસ આ વાત આમ તો આ બધી વાતો ઓશો

એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ

તારીખ : ૨૪-૬-૧૮ સમય : ૧૦ : ૫૮ પી એમ એક ઇતવાર અમદાવાદ કી બારીસ કે નામ ફાયનલી અમદાવાદ માં મેઘરાજા એ મોઢું બતાવી જાણ્યું. આજે એક ડાઉટ ક્લીયર થયો કે અમદાવાદ માં પણ પુણ્ય કરતા જીવો રહેતા તો હશે. દર રવિવારે મારું કીબોર્ડ ફરિયાદ કરતુ હોય છે  કે તારા આ દસેય આંગળા દર રવિવારે મારે રાજા હોય ત્યારે મારા પર કેવો ક્રૂર અત્યાચાર આદરી દે છે. કદાચ આવતીકાલે દિવ્ય ભાસ્કર માં હેડ લાઈનમાં પ્રિન્ટ થાય એવા આ ન્યુઝ છે. હા હા હા   આજે તો વહેલી પરોઢે સારો એવો વરસાદ આવ્યો હતો.પહેલા વરસાદ પછી વારંવાર ભીની માટીની સુગંધ લેવી , ભીના રોડ જોવા , કોયલના ટહુકા સંભળવા ,અને  ગરમા ગરમ ભજીયા કે ઈડલી નાસ્તામાં મળી જાય એટલે તો બાકી જન્નત હો સાહેબ. આજે સવારે અગિયારક વાગે ઉઠીને આશ્રમમાં ભીની જમીન જોઈ ને નાહવા ગયો. નાહી ને સવારે છાપું વાચતા વાચતા કોલ્ડ કોફી પીધી. અને આજે રવિવારની રસ રંગ પુરતી માં ગુણવંત શાહ ની વિચારોના વૃંદાવનમાં આ કોલમ બવું જ ઉમદા હોય છે. ખરેખર વાચતા વેળા એ એમ જ લાગે કે આપણે વૃંદાવનમાં જ ટહેલતા હોય. ત્યાર બાદ મોહિત તો કોલ આવ્યો તો હું જય અને મોહિત અમે ત્રણેય ઈડલી વડા ખાવા માટે ગયા. મોસમ સારો હ

એક ઇતવાર દો લોગ ઔર ચિતલ સ્નેહમિલન કે નામ

તારીખ: ૧૭ જુન ૨૦૧૮ સમય ૧૮ જુન ના ૧૨ : ૨૮ એમ એક ઇતવાર દો લોગ ઔર ચિતલ સ્નેહમિલન કે નામ     હા તો અત્યારે હું એક બેડરૂમ માં બેઠો છું અને આ કંડારી રહ્યો છું. આજે સવારે ઉઠી સ્નાન કરી ને એક કપ કોલ્ડ કોફી પીધી.અને આજે તો ગામ નું સ્નેહમિલન હોવાથી મમ્મી એ સવાર થી જ નવા વાઘા પહેરવાનું કહ્યું હતું. પછી એ વાઘા નો સંગર કર્યો. મારા દર્શન તો તરત જ ચાલુ થઇ ગયા .   પછી ચા મોરસ વાળા ખાના માં જોયું તો કોફી થોડીક જ વધી હતી. મેં કીધું પછી લઇ આવીશ. પણ બન્યું એવું કે સવારે જ મોહિત નો કોલ આવ્યો જે આપણે ડી માર્ટ માં જવું છે. ફ્રી હોય તો આવ નીચે. મેં કીધું ચાલો કામ થઇ ગયું. જોડે જોડે મારી કોફી પણ આવી જશે. અને મમ્મી ને કહ્યું કઈ લાવવું હોય કે કહે “એમણે કહ્યું એક પેકેટ મીઠું અને જય માટે બે પેકેટ મેગી અને તમારે જે નાસ્તો ખાવો હોય એ લેતા આવજો. પછી હું વોલેટ ખીચા માં મૂકીને થેલી લીધા વગર જ નીચે ગયો.ત્યાર બાદ ધીમે ધીમે ખોદકામ કરેલા રોડ પર થી અમે ડી માર્ટ એ પહોચ્યા. ત્યાં જઈને તો પહેલા મોહિતે લાવેલી થેલી પેક કરાવી. ત્યાર બાદ અંદર પ્રવેશ મેળવ્યો. અંદર માનવ મહેરામણ એટલું ઉમટ્યું હતું ને કે એક ટ્રોલી પણ ખાલ